આપણે ત્યાં અલગ અલગ રીતે ખીચડી બનાવવામાં આવે છે. મકાઈની ખીચડી ખુબજ સ્વાદિષ્ટ વ્યંજન છે જેને નામ પ્રમાણે મકાઈથી બનાવવામાં આવે છે. મકાઈ ખુબજ સ્વાદિષ્ટ અને સાથે સાથે પોષ્ટીક પણ છે. થોડુ સમજી વિચારીને મસાલાનું મિશ્રણ કરીએ તો ખીચડી સ્વાદિષ્ટ વ્યંજન છે. આજે આપણે શિખીશું રાજસ્થાન સ્ટાઈલમાં મકાઈની ખીચડી.

મકાઈની ખીચડી બનાવવા જોશે સામગ્રી

બે કપ મકાઈના દાણા છીણેલા, 2 ચમચા ઘી, અડધી ચમચી રાઈ, જીરૂ, હીંગ, બે લીલા મરચા જીણા સમારેલા, અડધો કપ દૂધ, એક કપ પાણી, અડધી ચમચી ખાંડ, મીઠું, લીંબુનો રસ, લાલ મરચુ પાવડર, હળદર, ગરમ મસાલો.

સજાવટ માટે જોશે

એક ચમચો નાળીયેરનો ભૂકો, જીણી સમારેલી કોથમીર

મકાઈની ખીચડી બનાવવાની પદ્ધતિ

ધીમા તાપે એક પેનમાં ઘી ગરમ કરો, ઘી ગરમ થતાંજ તેમાં રાઈ, જીરૂ, હીંગ, લીલુ મરચુ નાખો, જ્યારે વઘાર આવી જાય ત્યારે મકાઈ નાંખી દો અને તેને હલાવતા રહો. હવે પાણી દૂધ, લાલ મરચું, હળદર, ગરમ મસાલો, મીઠું નાંખો. 

પેનને ઢાંકીને લગભગ 12થી 15 મીનીટ સુધી મકાઈ નરમ થાય ત્યાં સુધી ચઢાવો, વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી નીચે બેસી ન જાય. લીંબુનો રસ નાખી 2 મિનિટ પકાવો. તૈયાર છે મકાઈની ખીચડી જેને તમે કોપરૂ અને કોથમીરથી સજાવી લો. આ ખીચડી પોષ્ટીક હોવાથી બાળકોને ખવડાવવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આ રીતે બનાવો સ્વાદિષ્ટ રાજસ્થાનની પ્રખ્યાત મકાઈની ખીચડી appeared first on Sandesh.



from Lifestyle – Sandesh http://sandesh.com/how-to-make-makai-khichdi-traditional-recipe-of-rajasthan-gujarat/
via Best Gujarati News

0 Comments