માતાપિતા કરતા તેમના સંતાનોની કમાણી ઓછી : ૩૦ ટકાની જ કમાણી સારી
નિષ્ણાંતોએ એવું જણાવ્યું કે છેલ્લા ૫૦ વર્ષથી માતાપિતા કરતા તેમના સંતાનોની કમાણી ઓછી રહી છે જોકે ફક્ત ૩૦ ટકાની જ કમાણી સારી રહી છે. સંશોધકોને એવું માલૂમ પડયું કે ૨૦૦૫ માં ૩૦ વર્ષની વયના મહિલા તથા પુરુષો કરતા પણ વધારે યુવાનોએ તેમના માતાપિતા કરતા વધારે કમાણી કરી હતી. જોકે ૨૦૦૭ થી આ આંકડામાં ઘટાડો થયો છે. છેલ્લા એક દાયકાની નાણાકીય કટોકટી દરમિયાન આવકમાં પણ ઘટાડો થયો છે. સુરેય યુનિવર્સિટીના નિષ્ણાંતો ફેમિલી એક્સ્પેન્ડિચર સર્વે એન્ડ લેબર ફોર્સ સર્વેની આવકના અંદાજોનો ઉપયોગ કરીને આ તારણ કાઢયું. ૧૯૯૦ અને ૨૦૦૦ માં યુવા મહિલાઓની આવકમાં ઘણો વધારો થયો હતો અર્થાત યુવા મહિલાઓએ તેમના માતાપિતા કરતા તેમની આવકની તકોમાં ઘણો વધારો કર્યો હતો.જો કે છેલ્લા બે મહિનાના આંકડા કંઈક આશા જરૂર જગાવે છે. વિશેષજ્ઞાોનું કહેવું છે કે માર્ચમાં બિઝનેસ પ્રતિ આશા વધી છે. સર્વિસ સેક્ટરને આગામી દિવસોમાં ઘણી આશા છે. જો કે હાયરિંગની ધીમી ગતિનો અંદાજ લગાવાઈ રહ્યો છે કે ઘણી બધી કંપનીઓ હજુ કામ કરવાના મુદ્દે ટોપ ગિયર નથી લગાવી શકે. તે માટે બજારમાં ક્લાયન્ટ દ્વારા બાકી રકમનો સમય પર ચુકવણું નથી થતું એ મુખ્ય કારણોમાંથી એક ગણાવાય છે.
પુરુષો કરતા મહિલાઓની આવક ઘણી ઓછી
પુરુષો કરતા મહિલાઓની આવક ઘણી ઓછી હતી. ૩૦ વર્ષની લગભગ એક તૃતીયાંશ મહિલાઓએ એવું જણાવ્યું કે તેમની આવક ઘણી ઓછી હતી. ૨૦૧૭ માં તેમના માતાપિતાની આવક ઘણી વધારે હતી. ૧૯૯૦ અને ૨૦૦૦ માં યુવા મહિલાઓની આવકમાં ઘણો વધારો થયો હતો અર્થાત યુવા મહિલાઓએ તેમના માતાપિતા કરતા તેમની આવકની તકોમાં ઘણો વધારો કર્યો હતો. આ સ્ટડીના તમામ તારણો વોરવિક યુનિવર્સિટીના રોયલ ઈકોનોમિક સોસાયટી એન્યુઅલ કોન્ફરન્સ ખાતે ૧૫ એપ્રિલથી ૧૭ એપ્રિલે રજૂ કરવામા આવી રહ્યાં છે.
૧૯૭૦ પછી જન્મેલા લોકો અને તેમના માતાપિતાની આવકનું પણ સરવૈયું
૧૯૭૦ પછી જન્મેલા લોકો અને તેમના માતાપિતાની આવકનું પણ સરવૈયું કાઢવામાં આવ્યું તો તેમા જણાયું કે સંતાનો કરતા તેમના માતાપિતાની કમાણી ઘણી વધારે હતી. નાણાકીય મંદીની શરૂઆતમાં જ કમાણીમા ધરમખ ઘટાડો જોવામાં આવ્યો હતો. નોકરીની શરૂઆતમાં યુવાનોનો પગાર ઓછો હોય તે સ્વાભાવિક છે પરંતુ તેમના માતાપિતાનો પગાર ઘણો વધારે હોય છે. નિવૃત્તિ સુધીમા તો તેમના પગાર અનેક ગણો વધારે હોઈ શકે છે જેને કારણે તેઓ સૌથી વધારે કમાણી કરનાર માતાપિતા બન્યાં હતા તેવું સંશોધકોએ જણાવ્યું હતું. નિષ્ણાંતોએ એવું જણાવ્યું કે છેલ્લા ૫૦ વર્ષથી માતાપિતા કરતા તેમના સંતાનોની કમાણી ઓછી રહી છે જોકે ફક્ત ૩૦ ટકાની જ કમાણી સારી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post માતાપિતા કરતા તેમના સંતાનોની કમાણી ઓછી : ૩૦ ટકાની જ કમાણી સારી appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/parents-than-their-owns/
via Best Gujarati News
0 Comments