પ્રોપર્ટીઝ લોઝ એન્ડ વ્યૂઝ : નજમુદ્દીન મેઘાણી

લેખાંક – ૦૨

નામદાર ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં અન્ય એક કેસ અનાથુલા સુધાકર વિ. પી. બુચી રેડ્ડી (મૃતક) કાનૂની  પ્રતિનિધિઓ થકી, ૨૦૦૮ (૪) સુ.કો.કે ૫૯૪નાં કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલ નિર્ણયનો સંદર્ભ લીધેલ. આ કેસમાં હુકમના ફકરા નં.૨૧માં સુપ્રીમ કોર્ટે સ્થાવર મિલકતના સંબંધમાં પ્રતિબંધનાત્મક મનાઈહુકમ માટે દાવાઓના સંબંધમાં કાયદાની સ્થિતિ સંક્ષિપ્તમાં જણાવેલ છે : (એ) જ્યાં વાદીના ટાઈટલ ઉપર વાદળ ઊભું થયું હોય અને તેમની પાસે કબજો ન હોય તો,પરિણામરૂપ મનાઈહુકમ સાથે  અથવા તેના વિના જાહેરાત અને કબજાનો દાવો એ રાહત છે. જ્યાં વાદીનું ટાઈટલ વિવાદમાં   અથવા શંકાના વાદળ નીચે નથી, પરંતુ કબજાની બહાર છે ત્યાં, તેણે પરિણામરૂપ મનાઈહુકમની દાદ સાથે કબજા માટે દાવો કરવો જોઇશે. જ્યાં  માત્ર વાદીના કાયદેસરના કબજામાં દખલગીરી થઇ હોય અથવા કબજાથી વંચિત થવાનો ભય ઊભો થયો હોય ત્યાં, સાદો મનાઈહુકમનો દાવો કરવાનું પૂરતું છે. (બી) કારણ કે,  સાદો મનાઈહુકમનો દાવો માત્ર કબજા સાથે સંબંધિત હોઇ, સામાન્ય રીતે ટાઈટલનો પ્રશ્ન સીધી અથવા નોંધપાત્ર રીતે મુદ્દામાં રહેશે નહીં, પરંતુ એવા કેસો કે જ્યાં મિલકત પરત્વેના ટાઈટલના આધારે કાયદેસરનો કબજો સાબિત કરવાનો હોય ત્યાં કારણકે, ખાલી પડેલ જગ્યાઓના  કિસ્સામાં ટાઈટલનો મુદ્દો સીધી યા નોંધપાત્ર રીતે વિચારણા માટે ઉપસ્થિત થઇ શકે છે, કારણ કે, તેની ઉપરના તારણ વિના કબજાનો મુદ્દો નિર્ણિત કરવાનું શક્ય બનશે નહીં.

(સી) પરંતુ ટાઈટલ ઉપરનું તારણ મનાઈહુકમના દાવામાં નોંધી શકાય નહીં, સિવાય કે, ટાઈટલના  સંબંધમાં (ઉપર ટાંકેલ અન્નાઇમુથુ થેવરનાં  કેસમાં નોંધ્યા મુજબ ક્યાં તો વિશેષ અથવા તો ગર્ભિત) જરૂરી પક્ષ નિવેદનો અને યોગ્ય મુદ્દાઓ હોય. જ્યાં ટાઈટલનાં સંબંધમાં પક્ષ નિવેદનો દાવા અરજીમાં ગેરહાજર હોય અને જ્યાં ટાઈટલને સંબંધિત મુદ્દો ન હોય ત્યાં મનાઈહુકમના દાવામાં કોર્ટ ટાઈટલના મુદ્દા ઉપર પૂછપરછ અથવા તપાસ કરશે નહીં કે કોઇ તારણ આપશે નહીં. જ્યાં જરૂરી પક્ષનિવેદનો અને મુદ્દા હોય ત્યાં પણ, જો વિવાદ ટાઈટલને સંબંધિત હકીકત અને કાયદાના ગૂંચવણભર્યા પ્રશ્નો  સમાવતો હોય તો, કોર્ટ માત્ર મનાઈહુકમના દાવામાં મુદ્દાનો નિર્ણય કરવાને  સ્થાને, ટાઈટલની જાહેરાત માટેના વ્યાપક દાવાની રાહે રાહત મેળવવાના નીચલા સ્તરે પક્ષકારોને ઉતારશે.

(ડી) જ્યાં ટાઈટલના સંબંધમાં જરૂરી પક્ષ નિવેદનો અને ટાઈટલને સંબંધિત યોગ્ય મુદ્દાઓ હોય, કે જેની ઉપર પક્ષકારો પુરાવા રજૂ કરે ત્યાં, જો સમાવિષ્ટ વિવાદ સાદો અને સીધો હોય તો, કોર્ટ મનાઈહુકમના દાવામાં પણ ટાઈટલને સંબંધિત મુદ્દો નિર્ણિત કરી શકે છે. પરંતુ આવા કેસો, મનાઈહુકમના દાવાઓમાં ટાઈટલનો પ્રશ્ન નિર્ણિત થઇ શકે નહીં એવા સામાન્ય નિયમ પરત્વે અપવાદરૂપ હોય છે. પરંતુ સાફ ટાઈટલ અને કબજો ધરાવતી હોય તેવી મનાઈહુકમ માટે દાવો કરતી વ્યક્તિઓને જાહેરાતના દાવાની વધુ ખર્ચાળ અને વધુ બોજોરૂપ રાહત તરફ ધકેલવા જોઇએ નહીં, માત્ર એવા કારણસર કે, અમુક મધ્યસ્થી ક્ષુલ્લક રીતે અથવા ખોટી રીતે હક્કદાવો કરે છે અથવા તેમની મિલકત ઉપર દબાણ કરવાનો પ્રયત્ન કરે છે.

કોર્ટે પોતાના સ્વવિવેકાધિકારનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઇએ, તે એવા કેસો ઓળખી કાઢવા, કે જ્યાં તે ટાઈટલ ઉપર તપાસ કરશે અને એવા કેસો કે જ્યાં તે વાદીને કેસની હકીકતો ઉપર આધારિત જાહેરાતનો વધુ વ્યાપક દાવો કરવા સંર્દિભત કરશે. આમ, નામદાર ગુજરાત હાઈકોર્ટે હાલની બીજી અપીલ રદ કરવામાં આવેલ અને યોગ્ય જાહેરાતની દાદ માટે નવેસરથી દાવો દાખલ કરી શકશે તેવું ઠરાવેલ. અલબત્ત જો, નવેસરથી દાવો દાખલ કરવાનું કાયદામાં પરવાનગીપાત્ર હોય, તો પછી તેઓ કાયદાના અનુસંધાનમાં યોગ્ય ફોરમ સમક્ષ યોગ્ય કાનૂની  કાર્યવાહીઓનો લાભ મેળવી શકશે તેવું ઠરાવેલ. જ્યાં કોઇ વ્યક્તિ મિલકતનાં કાયદેસરના અથવા શાંતિપૂર્ણ કબજામાં હોય અને આવા કબજામાં અન્ય ત્રાહિત દ્વારા  દખલગીરી કરવામાં આવે અથવા તેના પ્રત્યે ભય ઊભો કરવામાં આવે તો, તેવા પક્ષકારનો સોદો મનાઈહુકમનો દાવો કોર્ટમાં ચાલવાપાત્ર છે. એક વ્યક્તિને પોતાનો કબજો સુરક્ષિત કરવાનો અધિકાર છે, તે એવી કોઇ પણ વ્યક્તિની વિરુદ્ધ, કે જે પ્રતિબંધનાત્મક મનાઈહુકમ માગીને વધુ સારા ટાઈટલ સાબિત કરતો નથી.  પરંતુ ગેરકાયદેસર કબજામાં રહેલ વ્યક્તિ સાચા માલિકની વિરુદ્ધ મનાઈહુકમ મેળવવા હક્કદાર નથી. જ્યાં પક્ષકારનું ટાઈટલ વિવાદી ન હોય, પરંતુ તે કબજામાં ન હોય તો, તેમની રાહત કબજામાંથી બહાર હોય તેવી વ્યક્તિ, કબજાની દાદ માગ્યા વિના સાદી મનાઈહુકમની દાદ માગી શકે નહીં. જ્યાં પક્ષકાર/વાદી  કબજામાં હોય પરંતુ મિલકત પરત્વેનું  તેમનું ટાઈટલ વિવાદિત હોય, અથવા શંકાના વાદળ હેઠળ હોય અથવા જ્યાં પ્રતિવાદી તેના પરત્વે પોતે ટાઈટલ ધરાવતો હોવાની રજૂઆત કરે છે અને પ્રતિવાદી તરફથી કબજાથી દૂર કરવાની ધમકી પણ આપવામાં આવી હોય તો, પક્ષકાર/વાદીએ  ટાઈટલની જાહેરાત માટે અને પરિણામરૂપી મનાઈહુકમની દાદ માટે દાવો કરવો પડશે. જ્યાં પક્ષકાર/વાદીનું ટાઈટલ શંકાના વાદળ હેઠળ હોય અથવા વિવાદિત હોય અને તેઓ કબજામાં ન હોય અથવા તેમનો કબજો સાબિત કરવા સક્ષમ ન હોય તો, ફરજિયાતપણે પક્ષકાર/વાદીએ જાહેરાત, કબજા, મનાઈહુકમ માટે દાવો દાખલ કરવો પડશે. (લેન્ડ લોઝ જજમેન્ટસ, વોલ્યુમ-૧, ઇશ્યૂ-૪, એપ્રિલ-૧૯, પાના નં. ૨૭૫)

(સંપૂર્ણ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ફરજિયાતપણે જાહેરાત, કબજા અને મનાઈહુકમ માટે દાવો કરવો પડે appeared first on Sandesh.



from Business @ Sandesh – Sandesh http://sandesh.com/compulsory-advertising-possession-2/
via Best Gujarati News

0 Comments