મુરાદાબાદમાં મોદીની ગર્જના, કહ્યું- દુનિયા પણ એની જ સાંભળે છે જેમાં દમ હોય
લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આ દરમિયાન પીએમ મોદી હાલ જમ્મુના કઠુઆ અને ઉત્તરપ્રદેશના અલીગઢ અને મુરાદાબાદમાં રેલીને સંબોધિત કરી. જ્યારે એનડીએની મહત્વપૂર્ણ સહયોગી જેડીયૂ આજે પોતાનો ઘોષણા પત્ર જાહેર કરશે.
મુરાદાબાદ ખાતે રેલી દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે,‘મહામિલાવટમાં વધુ એક ઉમેદવાર એવા છે જેમને બાબા સાહેબની મૂર્તિને માળા પહેરાવી પણ મંજૂર નથી. પરંતુ બહેનજી તેમના માટે વોટ માગી રહ્યા છે. જ્યારે બબુઆ એ દિવસો ભૂલી ગયા જ્યારે બહેનજી નેતાજીને પાગલ ખાને મોકલવાની સલાહ આપતા હતા.’ ઉપરાંત મોદીએ કહ્યું કે,‘ભારત પાસે દાયકોથી સેટેલાઇટને મારવાની તાકત હતી. પરંતુ કોંગ્રેસ સરકારે વૈશ્વિકના ડરના કારણે વૈજ્ઞાનિકો ક્યારે મંજૂરી આપી નહીં.’
પીએમ મોદીએ સપા -બસપા પર પણ આકરા પ્રહારોનો વરસાદ કર્યો અને કહ્યું કે,‘સપા -બસપાએ દેશને દમદાર બનાવવાની યોજના શરૂ કરી છે. જેને તેની સમજણ જ નથી તે શું દેશને દમદાર બનાવશે. તેમણે એવા ઉમેદવારોને ઊભા કર્યા છે જેમને વંદે માતરમ બોલવામાં પણ આળસ આવે છે.’
વધુ ઉમેરતા પીએમ મોદીએ કહ્યું કે,‘તેમને પુલવામામાં બીજી ભૂલ કરી અને આપણે તેમના ઘરમાં ઘૂસીને એર સ્ટ્રાઇક કરી. સરહદ પાર લોકોને પણ ખબર પડી કે જો ત્રીજી ભૂલ કરશે તો ભારે ચૂકવણી કરવી પડશે. આ સિવાયે પીએમ મોદીએ કોંગ્રેસ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે,‘પહેલા એવું થતું હતું કે પાકિસ્તાનથી આતંકવાદીઓ આવીને આપણા દેશ પર હુમલો કરતા હતા અને કોંગ્રેસ સરકાર વિશ્વ સામે રડતી કે અમારી ઉપર હુમલો થયો છે. જ્યારે હવે આ નવું ભારત છે. આતંકવાદીઓએ ઉરીમાં હુમલો કર્યો તો દેશના બહાદુર જવાનોએ ત્યાં સર્જીકલ સ્ટ્રાઇક કરી.’
ઉપરાંત મોદીએ કહ્યું કે,‘દુનિયામાં એની જ વાત સાંભળવામાં આવે છે જેમાં દમ હોય છે. પરંતુ જે રડતું રહે છે તેની કોઈ સાંભળતું નથી. જે નવા ભારતને બનાવવાનો અમે સંકલ્પ લીધો છે. તે દમદાર પણ હશે અને અસરદાર પણ.’ વધુ ઉમેરતા પીએમ મોદીએ કહ્યું કે,‘દુનિયાના અનેક દેશોએ તેમનું સર્વોચ્ચ નાગરિક સન્માન 130 કરોડ દેશવાસીઓને આપ્યો છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મુરાદાબાદમાં મોદીની ગર્જના, કહ્યું- દુનિયા પણ એની જ સાંભળે છે જેમાં દમ હોય appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/pm-modi-addressing-rally-in-moradabad-up-for-election-2019/
via Best Gujarati News
0 Comments