ખાનગી આઇટી કંપની પર કરોડો નાગરિકોનો આધાર ડેટા ચોરવાનો લાગ્યો આરોપ
યુઆઇડીએઆઇની ફરિયાદના આધારે હૈદરાબાદની સાઇબરાબાદ પોલીસે આઇટી કંપની ગ્રિડ્સ ઇન્ડિયા સામે તેલંગણા અને આંધ્રપ્રદેશના 7.8 કરોડ નાગરિકોનો આધાર ડેટા ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવાના આરોપસર કેસ દાખલ કર્યો છે. તેલંગણા અને આંધ્રપ્રદેશની કુલ વસતી 8.4 કરોડ છે. કંપની આ આધાર ડેટાનો ઉપયોગ ટીડીપીના સેવા મિત્ર એપના ડેવલપમેન્ટ માટે કરી રહી હતી. એફઆઇઆર અનુસાર આ ડેટા રિમૂવેબલ સ્ટોરેજમાં સાચવી રખાયો હતો જે આધાર એક્ટનું ઉલ્લંઘન છે. ફોરેન્સિક નિષ્ણાતોને સંદેહ છે કે, કંપનીએ આ ડેટા સેન્ટ્રલ ડેટા રિપોઝિચ્ટરી અથવા સ્ટેટ ડેટા હબમાંથી ગેરકાયદેસર રીતે હાંસલ કર્યો છે. આ કેસ હવે ડેટા ચોરીના કેસોની તપાસ કરતી એસઆઇટીને સોંપવામાં આવે તેવી સંભાવના છે.
ગ્રિડ્સ કંપનીની કચેરીમાંથી મળેલી હાર્ડ ડિસ્કના વિશ્લેષણ દરમિયાન સ્ટેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ જણાવ્યું હતું કે, તેલંગણા અને આંધ્રપ્રદેશના 78221397 નાગરિકોના આધાર સંબંધિત ડેટા આ કંપની પાસે છે. કંપની પાસેથી મળેલા ડેટા બેઝની ડિઝાઇન અને સાઇઝ યુઆઇડીએઆઇ પાસે હોય છે તેવાં જ છે.
તેલુગુ દેશમ પાર્ટીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, આધારના ડેટા સુધી અમારી પહોંચ નથી અને તેનો ઉપયોગ ફક્ત કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓની ચકાસણી માટે જ કરવામાં આવે છે. સીટની સૂચનાના આધેરે યુઆઇડીએઆઇએ માધાપુર પોલીસ સ્ટેશનમાં આધાર એક્ટની વિવિધ ધારાઓ અઁતર્ગત કેસ દાખલ કરાવ્યો હતો.
ચંદ્રાબાબુ નાયડુની ટીડીપીના લાભ માટે ઉપયોગ થતો હોવાનો આરોપ
યુઆઇડીએઆઇના નાયબ નિયામક ટી ભવાની પ્રસાદે જણાવ્યું હતું કે, અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, ટીડીપીની સેવામિત્ર એપ શંકાસ્પદ રીતે મતદારોના પ્રોફાઇલિંગ, ટાર્ગેટેડ કેમ્પેઇિંનંગ, મતદારોના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવા માટે આંધ્રપ્રદેશ અને તેલંગણાના મતદારોની ચોરેલી માહિતી અને આધાર ડેટાનો ઉપયોગ કરતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ખાનગી આઇટી કંપની પર કરોડો નાગરિકોનો આધાર ડેટા ચોરવાનો લાગ્યો આરોપ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/millions-of-citizens-on-private-it-company-based-data-thief-charged/
via Best Gujarati News
0 Comments