સેલ્ફી લેવાનો શોખ પડ્યો ભારે, અચાનક ટ્રિગર દબાયું અને ગુમાવ્યો જીવ
દિલ્હીના રંજીત નગર ફ્લાઇઓવરમાં શનિવારે રાત્રે લગભગ સાઢા અગિયાર વાગે જફરાબાદથી ઈન્ડિયા ગેટ ફરવા આવેલા ત્રણ મિત્રો માટે તેમનો સેલ્ફી લેવાનો શોખ જીવલેણ સાબિત થયો. 20 વર્ષના સલમાન નામના યુવાનને ગોળી વાગતા મોત નિપજ્યું.
મીડિયા રિપોર્ટ મુજબ શનિવારે રાતે લગભગ સાઢા અગિયાર વાગે દિલ્હીથી જફરાબાદથી સલમાન, સોહેલ અને આમિર નામના ત્રણ મિત્રો પોતની ગાડીથી ઈન્ડિયા ગેટ ફરવા આવ્યા હતા. ત્યારે પરત ફરતા સમયે ગોળી વાગતા એક વ્યક્તિનો મોત નિપજ્યું. પોલીસ રિપોર્ટ મુજબ ફરવા બાદ જ્યારે ત્રણે પોતાની ગાડીથી પરત ફરી રહ્યા હતા. ત્યારે બારાખંબા ક્ષેત્ર નજીક રંજિત સિંહ ફ્લાઇઓવર નજીક ત્રણે સેલ્ફી લેવા માટે રોકાયા. પરંતુ સેલ્ફી લેતા દરમિયાન ગાળીમાં જ ગોળી છૂટી જે સીધે સલમાનના માથા પર વાગી.
ગોળી વાગ્યા બાદ સલમાનને સોહિલ અને આમિર નજીકના હોસ્પિટલમાં લઈ ગયા જ્યારે સલમાનની હાલત જોઈ ડોક્ટરોએ પોલીસને બોલાવી. પોલીસે આવીને સોહેલની ઘરપકડ કરી જ્યારે આમિર ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોલીસે સોહેલ પાસેથી દેશી કટ્ટાં અને ઘટનામાં સામેલ ગાડીને પોતાના કબ્જામાં લીધી. પૂછપરછમાં ખુલાસો થયો કે ત્રણે દરવખતે સેલ્ફી લેતા અને મોબાઇલમાં વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરતા. એ દિવસે પણ તેઓ એ જ કરવાના હતા પરંતુ અચાનક ગોળી છૂટી અને સલમાનને વાગી જેના કારણે તેનું મોત થયું.
જોકે પોલીસ હવે તપાસ હાથધરી છે અને જાણવાની કોશિશ કરી રહી છે કે ગોળી સાચે અચાનક વાગી કે પછી સલમાનને મારવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. રિપોર્ટ મુજબ પોલીસે હાલ હત્યાનો મામલો નોંધ્યો છે અને આમિરની શોધ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સેલ્ફી લેવાનો શોખ પડ્યો ભારે, અચાનક ટ્રિગર દબાયું અને ગુમાવ્યો જીવ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/young-man-died-due-to-fire-by-mistake-during-taking-selfie/
via Best Gujarati News
0 Comments