આ એપ દ્વારા સરળતાથી જાણી શકાશે પીએફ બેલેન્સ અને તમામ માહિતી
સરકારી કામકાજ માટે બનાવેલ યૂનિફાઇડ મોબાઇલ એપ્લિકેશન દ્વારા યૂઝર્સ ઘણી બધી કસ્ટમર સર્વિસ જેવી કે એપ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPF), પાનકાર્ડ, આધાર, ડિઝિલોકર, ગેસ બુકિંગ, મોબાઇલ બિલ પેમેન્ટ, ઇલેક્ટ્રિસિટી બિલ પેમેન્ટ વગેરેને એક એપ દ્વારા જ એક્સેસ કરી શકે છે. આ એપને મિનિસટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને નેશનલ ઇ-ગવર્નેસ ડિવિજનએ સાથે મળીને વિકસિત કરી છે.
UMANG એપ દ્વારા તમે ઉપર જણાવેલ બધી સર્વિસની જાણકારી મેળવી શકો છો. તેમજ તમારે દરેક એપને અલગ અલગથી ડાઉનલોડ કરવાની જરૂર રહેશે નહી. ઉમંગ એપને સ્માર્ટફોન, ડેસ્કટોપ અને ટેબલેટ જેવા ડિવાઇસ પર ડાઉનલોડ કરી શકાય છે.
આ એપ દ્વારા એક મોટું કામ જે સરળતાથી થઇ શકે છે. તે છે ઇપીએફથી જોડાયેલ તમામ સર્વિસનો ઉપયોગ. આ એપ સાથે તમે તમારી નોકરી દરમિયાન વિવિધ કંપનીઓ દ્વારા ડિપોઝિટ કરવામાં આવેલ રૂપિયાની જાણકારી મેળવી શકો છો. જો કે આ સર્વિસ માટે તમારે એક્ટિવ UAN (યૂનિવર્સલ એકાઉન્ટ નંબર) અને EPFOની સાથે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર સબમિટ કરવો પડશે. આ માટે તમારી પાસે એક એક્ટિવ પાનકાર્ડ અને ઇ-પીએફઓ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર છે તો તમે ઉપર જણાવેલ રીતથી તમારું ઇપીએફ બેલેન્સ જાણી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આ એપ દ્વારા સરળતાથી જાણી શકાશે પીએફ બેલેન્સ અને તમામ માહિતી appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/how-to-check-pf-balance-on-umang-mobile-app/
via Best Gujarati News
0 Comments