CJI ‘ષડયંત્ર’ની સુનવણી દરમ્યાન જજ બરાબરના ગુસ્સામાં ભડકયા અને કહ્યું કે…
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) રંજન ગોગોઇની વિરૂદ્ધ યૌન ઉત્પીડનના આરોપોને એક વકીલ દ્વારા ‘ષડયંત્ર’ ગણાવાના દાવાની સુનવણી દરમ્યાન ત્રણ જજોની બેન્ચ ખૂબ જ ગુસ્સામાં દેખાયા. વકીલ ઉત્સવ બેન્સે સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ રજૂ કરી દાવો કર્યો કે ચીફ જસ્ટિસ પર આરોપ એક મોટા ષડયંત્રનો હિસ્સો છે. કેસની સુનવણી કરી રહેલા જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ આર એફ નરીમન, અને જસ્ટિસ દીપક ગુપ્તાની બેન્ચે કહ્યું કે અમે હંમેશા સાંભળીએ છીએ કે બેન્ચ ફિક્સિંગ થઇ રહી છે. આ કોઇપણ સ્થિતિમાં બંધ થવું જોઇએ. બેન્ચે કહ્યું કે અમને જજ તરીકે ઘણા ચિંતિત છીએ. જસ્ટિસ અરૂણ મિશ્રા એ તો એટલે સુદ્ધાં કહી દીધું કે શું ધનવાન લોકો દેશ અને કોર્ટને મની પાવરથી ચલાવા માંગે છે?
આપને જણાવી દઇએ કે બેન્સે પોતાની એફિડેવિટમાં દાવો કર્યો હતો કે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની વિરૂદ્ધ યૌન ઉત્પીડનનો આરોપ એક મોટા ષડયંત્રનો હિસ્સો છે. વકીલે દાવો કર્યો છે કે તેની પાસે એ વાતનો પુરાવો ણ છે. આપને જણાવી દઇએ કે વકીલ બેન્સે એડિવેડિટમાં લાગેલા આરોપોની તપાસને લઇ આજે બે વાગ્યે કોર્ટ આદેશ રજૂ કરશે.
ખૂબ જ ગુસ્સામાં દેખાયેલા જસ્ટિસ અરૂણ મિશ્રા એ કહ્યું કે લોકો નથી જાણતા કે આગથી રમી રહ્યા છે. હવે સમય આવી ગયો છે હવે અમે ચુપ બેસીશું નહીં. જસ્ટિસ અરૂણ મિશ્રા એ કહ્યું કે ધનિક લોકો દેશ અને કોર્ટને મની પાવરથી ચલાવા માંગે છે. કેટલીય વસ્તુ ખોટી થઇ રહી છે. જ્યારે પણ મોટો લોકોથી સંબંધિત કેસ આવે છે અને સુનવણી થવાની હોય છે લેટર લખાય છે પાવરફુલ લોકો સમજે છે કે કોર્ટ તેઓ ચલાવી શકે છે.
જસ્ટિસ અરૂણ મિશ્રાએ સૉલિસિટર જનરલ તુષાર મહેતાને સંબોધિત કરતાં ગુસ્સામાં કહ્યું કે છેલ્લાં 3-4 વર્ષથી સુપ્રીમ કોર્ટમાં જે ચાલી રહ્યું છે જે રીતે આરોપો મૂકાઈ રહ્યા છે એવામાં આ સંસ્થા ખત્મ થઇ જશે. અમે હંમેશા સાંભળીએ છીએ કે બેન્ચ ફિક્સિંગ થઇ રહી છે, આ દરેક સ્થિતિમાં બંધ થવું જોઇએ. જજ તરીકે અમે ખૂબ જ ચિંતિત છીએ.
જસ્ટિસ અરૂણ મિશ્રાએ કહ્યું કે પૈસાવાળા અને પ્રભાવશાળી લોકો વિચારે છે કે તેઓ સુપ્રીમ કોર્ટને ચલાવી રહ્યા છે. આ કોર્ટ પૈસા અને પોલિટિકલ પાવરથી ચલાવી શકાય નહીં. અમે બધા લોકોને સ્પષ્ટતા કરી દેવા માંગીએ છીએ કે ન્યાયિક પ્રક્રિયામાં દખલ કરી શકાય નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post CJI ‘ષડયંત્ર’ની સુનવણી દરમ્યાન જજ બરાબરના ગુસ્સામાં ભડકયા અને કહ્યું કે… appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/sexual-harassment-allegations-against-cji-ranjan-gogoi/
via Best Gujarati News
0 Comments