2019 Maruti Suzuki Alto K10 નવા સેફ્ટી ફીચર્સ સાથે આવી ગઇ છે. કંપનીએ 2019 Maruti Suzuki Alto K10માં નવા સેફ્ટી નિયમોને અનુસરતા અપડેટ કરી છે. તેમજ Maruti Suzukiએ Alto 800ને પણ ફેસલિફ્ટ અને અપડેટ વર્ઝન સાથે લોન્ચ કરી દિધી છે. તાજેતરમાં 2019 Alto 800 ફેસલિફ્ટ અને 2019 Alto K10 બંને ડીલરશિપ્સ પાસે આવી ગઇ છે. તાજેતરમાં જ 2019 Alto K10ના ડિલરશિપની તસવીરો સામે આવી છે. જોકે ભારત સરકારના નિયમ પ્રમાણે ઓક્ટોબર 2019થી પહેલા બધી જ કારમાં નવા સેફ્ટી ફીચર્સ આપવા જરૂરી છે.

 

Alto K10 આ રીતે Alto 800થી અલગ છે:

Alto K10 ઘણી બધી રીતે Alto 800થી અલગ છે. કંપનીએ નવી Alto K10ના દેખાવમાં કઇ ખાસ ફેરફાર કર્યા નથી. આ દેખાવમાં જૂના મોડલ જેવી જ છે. તેના બમ્પર તેવી જ રીતે મોટા ઇન્ટેક ગ્રીલ સાથે ફોગલેપ્સ માટે ટ્રેપઝોડિકલ હાઉસિંગ કરવામાં આવી છે. Alto K10ની વચ્ચે સુઝુકીના લોગો સાથે એક નાની ગ્રિલ છે. તેના પર ક્રોમ સ્લેટ આપવામાં આવ્યું છે. તથા હેડલેમ્પ્સ અને ટેઇલમ્પ્સ, વ્હીલ્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યાં નથી. તેમજ તેના કેબિનમાં પણ કોઈ ફેરફાર થયો નથી. જોકે તેના ઇન્સટ્રુમેન્ટ ક્લસ્ટરમાં સીટ બેલ્ટ રિમાઇન્ડરનું આઇકોન જોવા મળશે.

કિંમત:
અલ્ટો કે 10 ની દિલ્હી એક્સ શોરૂમ કિંમત હવે નવી સલામતી સુવિધા સાથે રૂપિયા 3.66-4.45 લાખ સુધી થઇ ગઇ છે. વેરિએન્ટ પ્રમાણે નવી Alto k10ની કિંમત રૂપિયા 16,515થી લઇને 26,946 રૂપિયા સુધીનો વધારો કરાયો છે.

સુરક્ષા ફીચર્સ:
2019 Alto K10માં ABSની સાથે EBD, ડ્રાઇવર-સાઇડ એરબેગ, રિવર્સ પાર્કિંગ સેન્સર, સ્પીડ-એલર્ટ સિસ્ટમ સાથે ડ્રાઇવ અને સહ ડ્રાઇવર સીટ બેલ્ટ રિમાઇન્ડર જેવી સલામતી સુવિધા આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post નવી Maruti Alto K10 આવી ગઇ, જાણો કેવા છે નવા ફીચર્સ અને કિંમત appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/news-2019-maruti-suzuki-alto-k10-spotted-at-dealerships/
via Best Gujarati News

0 Comments