। નવી દિલ્હી ।

લોકસભાનાં ચૂંટણી પ્રચાર માટે પીએમ મોદી દેશનાં તમામ શહેરો અને જિલ્લાઓને ઘમરોળી રહ્યા છે ત્યારે એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં મોદીને જ્યારે એવું પૂછવામાં આવ્યું કે મુસ્લિમો કયા કારણથી ભાજપ પર ભરાસો કરતા નથી ત્યારે મોદીએ જવાબ આપ્યો કે હું કોઈ હિંદુ કે કોઈ મુસ્લિમ માટે કામ કરતો નથી. દેશના દરેક ભારતીય માટે કામ કરૃં છું. સબ કા સાથ સબ કા વિકાસ એ અમારો મહામંત્ર છે અને દેશને વિકાસના માર્ગે લઈ જવા ભાજપ પ્રતિબદ્ધ છે. દેશમાં હિન્દુ કે મુસ્લિમો માટે અમે કોઈ ભેદભાવ રાખ્યા વિના કામ કરીએ છીએ. મોદીએ મુલાકાતમાં રામ મંદિર, રાષ્ટ્રદ્રોહ, ભ્રષ્ટાચાર, મહાગઠબંધન તેમજ કાશ્મીર જેવા અનેક મુદ્દાઓ પર પાર્ટીની નીતિ અને વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે, છહ્લજીઁછ અમે પણ નથી ઈચ્છતા પણ દેશની સુરક્ષા સામે કોઈ રમત રમવા દેવાશે નહીં. દેશનાં શાસકોએ અલગતાવાદી વિચારોથી મુક્ત થઈને દેશની એકતા અને અખંડિતતા માટે વિચારવું જોઈએ અને પગલાં લેવા જોઈએ. હું જ્યારે એમ કહું કે દેશમાં ૨૦૨૦ સુધીમાં દરેક પરિવાર પાસે પોતાનું ઘરનું ઘર હશે ત્યારે તેમાં તમામ જાતિ, વર્ગ અને કોમનાં લોકો આવી જાય છે. વીજળી આપવાની વાત કરૃં ત્યારે દરેક નાગરિકને વીજળી આપવાની વાત હોય છે. ગઠબંધનનાં સિદ્ધાંતોને જાળવવા શાહનવાઝ હુસેનની ટિકિટ કાપીને જેડીયુને અપાઈ તેવો ખુલાસો તેમણે કર્યો હતો.

પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાતનાં કેટલાક મહત્ત્વનાં મુદ્દા

  • રાષ્ટ્રદ્રોહનો કાયદો રદ કરવાની કોંગ્રેસની વાતથી દેશનાં ટુકડા થશે.
  • કોંગ્રેસનો ઢંઢેરો નિરાશ કરનારો છે તેમાં ૬૦ વર્ષનાં અનુભવનો નિચોડ હોવો જોઈએ, ભાજપ જેવી શાનદાર ચીજો હોવી જોઈએ તેને બદલે તેઓ શોર્ટકટ લઈને આવ્યા.
  • કોંગ્રેસ દેશ વિરોધી વાત કરે છે. ટુકડે – ટુકડે ગેંગની ભાષામાં વાત કરે છે.
  • રાહુલ ગાંધીનું નામ શા માટે નથી લેતા? ત્યારે મોદીએ કહ્યું કે હું સામાન્ય ચાવાળો છું. દેશની જનતાએ મને પીએમ બનાવી દીધો. તેઓ નામદાર પરિવારનાં શહજાદા છે તેમનું નામ હું કેવી રીતે લઈ શકું.
  • પીડીપી સાથે ગઠબંધન અમારી ભૂલ હતી. તેમના અને અમારા વિચારો અલગ હતા. પંચાયતોની ચૂંટણીમાં અંટસ પડી અને વાત વણસી. ગઠબંધન તૂટયું.
  • પાકિસ્તાનનાં સરકાર સેના ચલાવે છે કે બહાર ભાગી ગયેલા લોકો ચલાવે છે કે, ગુપ્તચર સંસ્થા ચલાવે છે તે સવાલ મને પણ મૂંઝવી રહ્યો છે. પાકિસ્તાન આતંકવાદ છોડે તો જ વાત આગળ વધશે.
  • ચીન સાથે મતભેદો છતાં વેપાર અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર કરાર કરાયા છે અને સંબંધો સુધરતા જાય છે.
  • પાક.માં એરસ્ટ્રાઈકનાં પૂરાવા પાકિસ્તાન દ્વારા જ ટ્વિટ કરીને લોકોને આપવામાં આવ્યા હતા. તે કયા મોઢે કહે કે ત્યાં કેટલા આતંકીઓ મર્યા છે. કહે તો વિશ્વ સામે ખુલ્લું પડી જાય.
  • વંશવાદ મુદ્દે ફક્ત ગાંધી પરિવારને જ કેમ ટાર્ગેટ બનાવો છો? મોદીએ કહ્યું કે, આંબેડકરે કહ્યું હતું કે વંશવાદ લોકશાહી માટે ખતરો છે.
  • રાહુલ અને પ્રિયંકામાં સારા નેતા કોણ? તેના જવાબમાં મોદીએ કહ્યું કે કોંગ્રેસ ૧૨૫ વર્ષ જૂનો પક્ષ છે. તેમાં કોઈ બાહોશ નેતા હજી કેમ ઊભરી શક્યા નથી તે એક સવાલ છે. હું કોઈને વ્યકિતગત પરિચયમાં નથી કે તેવો મોકો પણ મળ્યો નથી. આથી તેનો નિર્ણય લેવાનો અમારો અધિકાર નથી. આ કોંગ્રેસનો આંતરિક મામલો છે.
  • પ્રિયંકા વારાણસીથી ચૂંટણી લડશે કે કેમ તેના જવાબમાં મોદીએ કહ્યું કે, લોકશાહીમાં જેને મન ફાવે ત્યાંથી ચૂંટણી લડી શકે છે. તે તેમણે નક્કી કરવાનું છે.
  • અમે ૬૦ મહિનામાં લોકોનાં કલ્યાણનાં કાર્યો કર્યા છે.
  • વાજપેયી અને મોદી કોંગ્રેસનાં ગોત્રનાં નથી અને એટલે જ જુદી રીતે સરકાર ચલાવે છે.
  • કોંગ્રેસે દેશની આર્મી અને જવાનોનું અપમાન કર્યું છે.
  • કાશ્મીરમાં હિંસા ઘટી છે. વિકાસનાં ઘણા કામો કર્યા છે.
  • પક્ષોનું મહાગઠબંધન મહા મિલાવટ છે.
  • રામમંદિર મુદ્દે સુપ્રીમનો ચૂકાદો જલ્દી આવે તેની અમે રાહ જોઈ રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

The post હું હિંદુ કે મુસ્લિમ નહીં દરેક ભારતીય માટે કામ કરું છું : મોદી appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/i-hindu-k-muslim-no/
via Best Gujarati News

0 Comments