રબાત :

મોરક્કોમાં ફેલાયેલા વિશ્વના સૌથી મોટા રણપ્રદેશ સહારામાં યોજાયેલી સૌથી કપરી મેરાથોન રેસ ‘દેસ સાબલેસ’ મોરક્કોના જ રનર એલ મોરાબિતીએ જીતી હતી. મેરાથોન દેસ સાબલેસ નામની આ રેસમાં કુલ ૮૦૦ રનર્સે ભાગ લીધો હતો. દેસ સાબલેસમાં રનર્સે ૫૦ ડિગ્રી ટેમ્પરેચરવાળી કાળઝાળ ગરમીમાં ઓવરઓલ સાત દિવસ સુધી સરેરાશ ૪૦ કિલોમીટર દોડીને ૨૫૧ કિલોમીટરનું અંતર કાપવાનું હોય છે. તળીયા દઝાડે તેવી રેતીમાં કેટલીક વખત રનર્સ બેભાન પણ બન્યા હતા.

ત્રણ કેટેગરીમાં ‘દેસ સાબલેસ’ રેસ

વિમેન્સ, મેન્સ તથા ડોગ રેસમાં કેક્ટસ નામનો એક ડોગ પણ સામેલ છે. કેક્ટસથી આયોજકો એટલા બધા પ્રભાવિત થાય છે કે તેમણે રેસને ત્રણ કેટેગરીમાં રેસને વહેંચી દીધી છે. ફિનિશિંગ લાઇન ઉપર કેક્ટસનું વિશેષ સ્વાગત થયું હતું.

૩૩ વર્ષથી યોજાય છે આ રેસ

ડેઝર્ટ રેસ ૧૯૮૬થી યોજાય છે. અત્યાર સુધી ૧૩,૦૦૦ કરતાં વધારે રનર્સ ભાગ લઈ ચૂક્યા છે. ૩૦ ટકા રનર્સે સતત બે કે તેથી વધુ વખત રેસમાં ભાગ લીધો છે.

કેક્ટસ ડોગને પણ મેડલ

ડેઝર્ટ રેસના બીજા તબક્કામાં રસ્તામાં રખડતો એક ડોગ રનર્સની વચ્ચે આવી ગયો હતો. એક રનરે તેને પાણી પીવા આપ્યું હતું અને ત્યારબાદ તે સતત રેસર્સની સાથે જોડાયેલો રહ્યો હતો. રાત્રે રેસર્સ જ્યાં ટેન્ટમાં સૂતા હતા ત્યાં જ તે રોકાતો હતો. મેડિકલ ટીમ તથા રેસર્સ દ્વારા તેના ખાવા-પીવાનું ધ્યાન રખાતું હતું. આયોજકોએ તેના ગળામાં જીપીએસ સિસ્ટમ પણ લગાવી હતી.

૧.૨૫ લાખ લિટર પાણીની વ્યવસ્થા ૮૦૦ રનર્સ માટે કરાઈ હતી

૨૫૦ કિલોમીટરનું (૧૫૬+માઇલ્સ)

કુલ અંતર ૮૦ કિમીનો લોંગેસ્ટ તબક્કો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ૫૦ ડિગ્રી ગરમી, ૮૦૦ રનર્સ, ૨૫૧ કિ.મી. રેસ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/50-degree-heat-800-runners-2/
via Best Gujarati News

0 Comments