મને ટીકટોક આપો, મને પબ્જી આપો, મને ઉછીનો કોન્ફ્ડિન્સ કોઈ ઉધાર આપો
ટિન્ડરબોક્સ : અભિમન્યુ મોદી
હિન્દુસ્તાની સિનેમાની ઓલ ટાઈમ ક્લાસિક એવી ફ્લ્મિ ‘૩ ઈડિયટ્સ’માં રહેલા એક પેટાવળાંકને જોઈએ એટલું એટેન્શન નથી મળ્યું. વર્ષો જૂની એક રમૂજનો ઉપયોગ રાજકુમાર હિરાણીએ એવી રીતે કર્યો હતો કે આમિર ખાન ઉફ્ર્ રેન્ચોએ બોમન ઈરાની ઉફ્ર્ વીરુ સહસ્ત્રબુદ્ધેને પૂછયું કે સ્પેસમાં જો બોલપેન, ફઉન્ટેન પેન ન ચાલે તો સ્પેસ માટેની પેનના રિસર્ચનો કરોડો ડોલરનો ખર્ચો શું કામ કર્યો? પેન્સિલ કેમ ન વાપરી? ફ્લ્મિના અંત ભાગમાં અનુભવી પ્રિન્સિપાલે એવા મતલબનો જવાબ આપ્યો કે બટકણા ગ્રેફઈટની બનેલી પેન્સિલની અણી તૂટી જઈ શકે અને સ્પેસમાં એટલી નાનકડી કણી મોટું જોખમ નોતરી શકે. ખૂબ હોશિયાર અને સેલ્ફ્-મેડ એવો જિનીયસ વિદ્યાર્થી પણ ક્યારેક ખોટો પડે કારણકે અમુક અનુભવો થવાને હજુ વાર હોય અને પૂરતી મહેનત કે પદ્ધતિસરના જ્ઞાનનો અભાવ હોય. તેની પહેલાં થઇ ગયેલા દુનિયાના ભેજાબાજોએ ફ્ક્ત કબૂતરો ન ઉડાડયા હોય. ઓવર કોન્ફ્ડિન્સ ઈઝ ફ્ટલ (ફિશિયારી જાનલેવા નીવડી શકે).
ટીકટોક એપ ઉપર પ્રતિબંધ આવ્યો એટલે કે ભારતમાં વપરાતા મોબાઈલના પ્લેસ્ટોરમાંથી તે એપ હટાવી લેવામાં આવી. કોઈપણ પ્રી-રેકોર્ડેડ ગીત કે ડાયલોગના ઓડિયો ઉપર માઈમ કરવાનું એટલે કે હોઠ ફ્ફ્ડાવવાના. ઉપરાંત તેમાં સાથે એક્ટિંગ/ડાન્સ પણ કરી શકાય. સરળ રીતે ઝડપથી આપણને આપણો અલગ વીડિયો મળે એટલે ત્વરિત રીઝલ્ટને કારણે ખૂબ મજા પડે. આવી ઇઝી ટુ યુઝ એપના કરોડો ડાઉનલોડ્સ થાય એમાં શું નવાઈ? એવું જ કંઇક પબ્જીના ટૂંકાક્ષરી નામે ઓળખાતી વીડિયો ગેમ સાથે થયું. ગુજરાતમાં તે ગેમ ઉપર પ્રતિબંધ લાગ્યો અને તે ગેમને બદનામી પણ મળી કારણકે તેને રમનારા વ્યસનની જેમ તેને વળગી પડે છે. ખુદ પબ્જી ગેમે થોડી કલાકો પછી એક મેસેજ આપવો પડે છે કે પંદર મિનિટનો બ્રેક લઇ લો. મોબાઈલની સ્ક્રીનની બહાર માથું ઊંચું કરીને જુઓ કે સાચી દુનિયા પણ અસ્તિત્વ ધરાવે છે. કોઈ ગેમમાં સામેથી બ્રેક લેવાનું કહેવું પડે એ તે ગેમની અપ્રતિમ સફ્ળતા પણ બતાવે છે અને તે રમનારની મુર્ખામીની પરાકાષ્ઠા પણ. રસની વાટકી હોય, એકવીસમી સદીમાં રસના પીપડાં પણ થવાં લાગ્યાં, પણ તમે રસની ગટર ખોદો તો એમાં પડવાનું થાય જ અને બહાર નીકળીને પણ પ્રદૂષણ જ ફ્લાવો. અત્યારે પ્રતિબંધિત ટીકટોક અને પબ્જી એ પ્રદૂષણકર્તા માધ્યમ છે. કઈ રીતે? કોઈને નડે નહિ એ રીતે નિર્દોષ મનોરંજન આપતી એપ્લિકેશનને દુશ્મન કઈ રીતે કહેવાય?
ફ્ક્ત આ બે એપ્લિકેશનને જ શું કામ વિલન બનાવીએ? મોબાઈલની સ્ક્રીન સામે નક્કર કામ કર્યા વિના સતત જોયે રાખતા બીજા કરોડો લોકો માટે રિયાલિટી એ જ છે જે સાડા પાંચ ઈંચના સ્ક્રીન ઉપર છે. આવા સ્ક્રીનના વ્યસની લોકોમાં કોઈ આવડત નથી હોતી, ટેલેન્ટ હોય છે તો એની ધાર બુઠ્ઠી હોય છે, એ લોકોને પોતાના દેશની કે રાજ્યની છોડો પોતાના ઘર કે ગામ વિશે પણ કંઈ ખબર નથી હોતી. જીપીએસનો ઉપયોગ કર્યા વિના પોતાના શહેરની સિવિલ હોસ્પિટલ પણ ન ગોતી શકનારા નખ્ખોદીયા લોકોની વસ્તી વધતી જાય છે.
ગામની મિમિક્રી કરીને, બીજાના ગાયેલાં ગીત કે બોલેલા ડાયલોગની નકલ કરીને કઈ ટેલેન્ટ કે કઈ ફ્રીડમ ઓફ સ્પીચ ઉગી નીકળે? મિમિક્રી આર્ટિસ્ટો હંમેશાં બી-ગ્રેડના કલાકારો જ ગણાયા છે. ડુપ્લિકેટ હીરોલોગનો જમાનો પણ ખતમ થઇ ગયો. મોબાઈલની ગેમમાં બંદૂકથી ગોળીઓ છોડી છોડીને કે પત્તાની ગેમમાં પોઈન્ટ્સ અને પૈસા કમાઈને જિંદગી નથી નીકળતી. ભૂતકાળમાં થઇ ગયેલા સર્જનની નકલ કરવાથી જે તે ફ્લ્ડિમાં પ્રવેશ મેળવી શકાય, તેમાં આગળ ન વધી શકાય. આ બધી મોબાઈલ એપ્લિકેશન માણસની અંદર રહેલા સાયકોને જગાડવાનું કામ કરે છે, માણસને વાસ્તવિકતાથી દૂર રાખીને તેને શેખચલ્લીની ઊંઘ વેચવાનું કામ કરે છે. ક્યારેક ફ્ન માટે આવી રમતો ઠીક છે, પણ તેનું વળગણ જિંદગી બરબાદ કરી શકે છે.
વિરાટવાચકો, ટીકટોક મીટમાં મળવા જતા ગાંડાઘેલા યુવાનો અને યુવતીઓને મળીને ખાતરીપૂર્વક કહી શકાય કે ગુજરાતમાં આવા ભટકી ગયેલાઓને સાયક્યિાટ્રીસ્ટની જરૂર છે. બીજા વિશ્વયુદ્ધોમાં અમુક યુવાનો સાવ પ્રાથમિક રચનાની સબમરીનમાં બેસીને પાણીની અંદર હજારો કિલોમીટરનો છૂપો પ્રવાસ કરીને તોસ્તાન દુશ્મન જહાજોને બોમ્બ વડે ફૂંકીને પોતાના દેશમાં પાછા આવી જતા. આ શૌર્ય અને આવડત ક્યાંથી આવે? કોઈ બુક કે ગેમમાંથી? ના, એના માટે તપ કરવું પડે. અખંડ સાધના કરવી પડે અને યોગ્ય માર્ગદર્શન મેળવવું પડે. મહેનત વિના ન થાય. સફ્ળતાનો તો નથી જ, પરંતુ મહેનતનો પણ કોઈ શોર્ટકટ નથી હોતો.
શ્રીકૃષ્ણે યુદ્ધના મેદાનની વચ્ચોવચ્ચ અઢાર અઢાર અધ્યાયનો ગીતાપાઠ કરવામાં સમય કેમ પસાર કર્યો? પોતે જ શસ્ત્ર ઉપાડી લીધું હોત અને પાછળ પાછળ અર્જુને તેની મિમિક્રી કરી હોત તો? મનોરંજનના સાધનો કે માધ્યમો પણ પોતાના સ્વનું માન રાખે તેવા હોવા જોઈએ. વિકૃતિઓ આનંદની ખાણ આપે પણ તેનાથી દૂર રહેવાનું હોય. ચોકલેટના રેપરમાં ઝેરની ટીકડીઓ વીંટીને વેચવા વાળાઓની સંખ્યા વધતી જશે અને આવા ઝેરીલા ટીકડાઓનું સમર્થન કરનારા દલાલો તો યુગોથી પડયાપાથર્યા રહે છે. સવાલ એ નથી કે તમે એવી ચોકલેટ ઓળખી બતાવો છો કે નહિ, સવાલ એ છે કે તમને તમારી ચોકલેટ બનાવીને દુનિયાને વેચતા આવડે છે ખરી?
facebook.com/abhimanyu.modi.7
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મને ટીકટોક આપો, મને પબ્જી આપો, મને ઉછીનો કોન્ફ્ડિન્સ કોઈ ઉધાર આપો appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/i-tekoke-give-me-pabji-this/
via Best Gujarati News
0 Comments