માણસને કઇ રીતે ઓળખી શકાય?
આર્ટ ઓફ લિવિંગ :- શ્રી શ્રી રવિશંકર
આપણે માણસને કેવી રીતે ઓળખીએ છીએ? માણસ એ એક શરીર છે. માણસ એ એક મન છે. માણસ એ હંમેશાં બદલાતું વિવિધ વર્તનોનું મિશ્રણ છે. પરંતુ પ્રેમ કેદી બદલાતો નથી. અને આ પ્રેમ માણસ કે વ્યક્તિને ઓળંગીને જ શક્ય છે. જ્યારે તમે તમારું વ્યક્તિત્વ ત્યાગો છો ત્યારે તમે પ્રેમ બની જાઓ છો. જો તમે તમારી જાતને ખોઈ ન શકો તો તમે એને શોધી પણ ન શકો. માટે તમારું વ્યક્તિત્વ ત્યાગો અને તમારા સ્વને શોધી કાઢો.
દરેક પદાર્થની પાછળ અનંતતા રહેલી છે. એક પદાર્થ મર્યાદિત હોય છે. પદાર્થને ભાંગીને અણુ સુધી લઈ જાવ અને તમે જોશો કે દરેક અણુ પોતાનામાં અનંત અવકાશ ધરાવે છે. પદાર્થને અતિક્રમીને જ અનંત પ્રાપ્ત થાય છે.
ઘટના, વ્યક્તિત્વ અને પદાર્થ એમાં ફસાઈને જીવવું એ જ માયા છે. અને એનાથી છૂટીને ઓળંગીને, અતિક્રમીને આગળ જવું અને જોવું- એ જ જ્ઞાન, પ્રેમ અને બ્રહ્મ છે. સમજાય છે ને તમને? આ એક નાનકડો બદલાવ માત્ર છે. પદાર્થ પાછળ છુપાયેલો પદાર્થ અનંતતા છે અને વ્યક્તિ પાછળ છુપાયેલો વ્યક્તિ જ ખરો પ્રેમ છે.
પ્રશ્રઃ આપણે અધૂરા કેમ છીએ.
એટલા જ માટે કે જેથી આપણે વિકાસ પામી પૂર્ણતાને પહોંચી શકીએ. જીવન એ અપૂર્ણતાથી-અધૂરાપણાંથી-પૂર્ણતા તરફનું પ્રયાણ જ છે. એક બીજમાં વૃક્ષ છૂપાયું છે, પરંતુ વૃક્ષ બનવા માટે એણે બીજ તરીકેનું પોતાનું અસ્તિત્વ ગુમાવવું પડે છે. બીજ પોતે વૃક્ષ નથી. આ રીતે જીવનમાં ક્યાં તો તમે દરેક મુકામે અપૂર્ણતા જોઈ શકશો અથવા એક અપૂર્ણતાથી બીજી અપૂર્ણતા તરફ થતી ગતિ ને જોઈ શકશો.
તમે જ્યાં પણ તમારું ધ્યાન કેન્દ્રિત કરશો, એ વૃદ્ધિ પામવા માંડશે.
આપણે હમેશાં આનંદમાં કેવી રીતે રહી શકીએે?
‘હમેશાં’ને ભૂલી જાઓ તો તમે આનંદમાં રહેશો.
‘હમેશાં’ સુખ સગવડમાં રહેવાની ઈચ્છા. તમને આળસુ બનાવશે.
‘હમેશાં’ પૂર્ણતાનો આગ્રહ. તમને ક્રોધી બનાવશે.
‘હમેશાં’ ધનવાન બનવાની આકાંક્ષા તમને લોભી બનાવશે.
ભય ત્યારે પેદા થાય છે જ્યારે આપણને એ નથી સમજાતું કે ‘હંમેશાં’ માટે તો માત્ર ‘આત્મા’ જ છે- અનંત આત્માની પ્રકૃતિનું આ જીવન રૂપ હંગામી પ્રતિબિંબ જે કદી ‘હંમેશાં’ નથી હોતું- તે જ માયા છે.
shradhdha@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post માણસને કઇ રીતે ઓળખી શકાય? appeared first on Sandesh.
from Shraddha – Sandesh http://sandesh.com/man-how-to-be-identified/
via Best Gujarati News
0 Comments