આઈઓએલ કેમિકલ્સ એન્ડ ફર્મા રોકાણ માટે વધારે આકર્ષક
શેર-સ્વેપ : પ્રતિત પટેલ
બીએસઈ ખાતે ૫૨૪૧૬૪ કોડથી લિસ્ટેડ ૧૯૮૬માં સ્થપાયેલી આ કંપની કેમિકલ્સ અને ફર્માસ્યુટિકલ એમ બે સેગમેન્ટ ધરાવે છે. જેમાં કેમિકલ ડિવિઝન અનેક પ્રોડક્ટ બનાવે છે જે ફ્લેક્સિબલ પેકેજિંગ, ફર્માસ્યુટિકલ, ટેક્સ્ટાઈલ, ફૂડ પ્રોસેસિંગ, પેસ્ટિસાઇડ અને પેઇન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં વપરાય છે પણ કંપની ISO BUTYL BENZENE કે જે IBUPROFENના ઉત્પાદનમાં મહત્ત્વનું રો મટીરિયલ ગણાય છે એની વિશ્વની બીજા નંબરની સૌથી મોટી ઉત્પાદક ગણાય છે. વાત કરીએ ફર્માસ્યુટિકલ સેગ્મેન્ટની, તો ફર્મા સેગમેન્ટમાં કંપની અનેક પ્રોડક્ટ બનાવે છે પણ કંપની IBUPROFENના ઉત્પાદનમાં વિશ્વની એક માત્ર મોટી બેકવર્ડ ઇન્ટિગ્રેટેડ ઉત્પાદક ગણાય છે અને કંપનીની ટોટલ ક્ષમતા ૧૦,૦૦૦ TPA છે.
કંપની છેલ્લા ૧૧ ક્વાર્ટરથી ક્વાર્ટર પ્રતિ ક્વાર્ટર સુંદર પરિણામો આપી રહી છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીના પરિણામો સુપર ડુપર રહ્યા છે. કંપનીનો નફે રૂ.૮.૮૦ કરોડથી ૮૩૫ ટકા વધીને રૂ.૮૨.૨૪ કરોડ થયો છે જ્યારે કંપનીનું વેચાણ ૮૨ ટકા વધીને રૂ.૪૭૮.૨૯ કરોડ થયું છે. નાણાકીય વર્ષ ૨૦૧૯ના પહેલા નવ મહિનામાં કંપનીનો નફે રૂ.૧૬.૨૧ કરોડથી ૭૩૩ ટકા વધીને રૂ.૧૩૫.૦૫ કરોડ થયો છે જ્યારે કંપનીનું વેચાણ ૭૭ ટકા વધીને રૂ.૧૨૬૩.૦૪ કરોડ થયું છે. વૈશ્વિક લેવલે બ્રુફેનની શોર્ટેજના લીધે ભાવો ૪૦ ટકા વધી ગયા છે જ્યારે ડોમેસ્ટિક લેવલે ભાવો ૩૦ ટકા વધ્યા છે.
વૈશ્વિક લેવલે બ્રુફેનની કેપેસિટી ૨૦૨૧-૨૨ પહેલા વધે એવી સંભાવના નથી જેનો સૌથી મોટો લાભ આઈઓએલ કેમિકલ્સ એન્ડ ફર્માને મળશે કેમકે આ કંપની બેકવર્ડ ઈન્ટિગ્રેટેડ છે એટલે બ્રુફેન માટેનું રો મટીરિયલ ISO BUTYLBENZENE પણ આ જ કંપની બનાવે છે માટે રો મટીરિયલના ભાવોમાં થઇ રહેલ વધારાની અસર હરીફે ઉપર પડશે પણ આ કંપની ઉપર પડશે નહીં. વધુમાં કંપનીએ થોડા સમય પહેલાં એન્ટિ ડાયાબિટીક, એન્ટિ કોલેસ્ટેરોલ અને એન્ટિ પ્લેટલેટ્સ માટે એપીઆઈ લોન્ચ કરી છે જેને માર્કેટમાંથી સારો પ્રતિસાદ મળ્યો છે.
કંપનીનું કેમિકલ ડિવિઝન સંપૂર્ણપણે ટર્નએરાઉન્ડ થઇ ગયું છે અને સારો નફે કરવા લાગ્યું છે. કંપનીએ મેટફોર્મિન પ્રોડક્ટની ક્ષમતા ૩,૦૦૦ TPAથી વધારીને ૪,૦૦૦ TPA કરી દીધી છે જ્યારે Clopidogrel Bisulphate & Fenofibrateનું ઉત્પાદન યુનિટ ૧૮૦ TPAની ક્ષમતા સાથે શરૂ કર્યું છે. કંપનીમાં પ્રમોટર્સ ૨૫ લાખ વોરન્ટ્સ રૂ.૨૦૫ના ભાવે લઈને આશરે રૂ.૫૧.૨૫ કરોડનું રોકાણ કરી રહ્યા છે જેમાંથી પ્રમોટરોએ ૬,૮૨,૦૦૦ વોરન્ટ્સને ઓલરેડી શેર્સમાં કન્વર્ટ પણ કરી દીધા છે. કંપની આવનાર ૨ વર્ષોમાં રૂ.૨૦૦ કરોડના ખર્ચે મેગા વિસ્તરણ કરી રહી છે જેમાં આ રૂપિયા વપરાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આઈઓએલ કેમિકલ્સ એન્ડ ફર્મા રોકાણ માટે વધારે આકર્ષક appeared first on Sandesh.
from Business @ Sandesh – Sandesh http://sandesh.com/iol-chemicals-pharma-for-investment-more-attraction/
via Best Gujarati News

0 Comments