લોકસભા ચૂંટણી પ્રચારમાં રાજનીતિક જંગ તેઝ થઈ ગયો છે. સમાજવાદી પાર્ટીના દિગ્ગજ અને રામપુરના ઉમેદવાર આઝમ ખાનના નિવેદનથી વિવાદનો મધપુડો છંછેડાયો છે. પહેલા મહિલા આયોગે આઝમ ખાન પાસે તેના વિવાદિત નિવેદન પર જવાબ માંગ્યો હતો. હવે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ મામલે આઝમ ખાનને બરાબરનો ઘેર્યો છે. સુષ્માએ ટ્વીટ કરીને કહ્યુ કે રામપુરમાં દ્રૌપદીનું ચીર હરણ થઈ રહ્યુ છે, મુલાયમ સિંહે મૌન ધારણ કરવાની ભુલ ન કરવી જોઈએ.

સુષ્મા સ્વરાજે સોમવારે ટ્વીટ કરી કહ્યુ કે મુલાયમ ભાઈ, તમે સમાજવાદી પાર્ટીના પિતામહ છો. તમારી સામે રામપુરમાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ થઈ રહ્યુ છે, તમે ભીષ્મની જેમ મૌન ધારણ કેમ કર્યુ છે? સુષ્માએ પોતાની ટ્વીટમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, તેમની પત્ની ડિમ્પલ અને જયા બચ્ચનને પણ ટેગ કર્યા છે.

શું બોલ્યાં હતાં આઝમ ખાન?

ઉલ્લેખનીય છે કે રામપુર ખાતે એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા આઝમ ખાને કહ્યું કે,‘હું સભાના દરેક વ્યક્તિને પૂછવા માગું છું 10 વર્ષ જેને તમે પ્રતિનિધિત્વ કરાવ્યું…જેને આંગળી પકડીને અમે રામપુર લાવ્યા, જેનો અમે સંપૂર્ણ રીતે ધ્યાન રાખ્યો, તેને મારી ઉપર કેવા-કેવા આરોપ લગાવ્યા.’

તમને જણાવી દઈએ કે આ પહેલા જયા પ્રદાએ શનિવારે આઝમ ખાન પર હુમલો કરતા કહ્યું હતું કે જેને મે ભાઈ કહ્યો તેને દર વખતે મારું અપમાન કર્યું છે. ઉપરાંત જયા પ્રદાએ કહ્યું કે આ માણસ કઈ પણ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે બન્ને નેતાઓ વચ્ચે 2009થી આ જુબાની જંગ ચાલી રહી છે. જ્યારે આ પહેલા આઝમ ખાને જયા પ્રદા માટે જોરદાર પ્રચાર કર્યો હતો. અમર સિંહના કહેવા પર આઝમ ખાને 2004માં જયા પ્રદાને રામપુર લોકસભા બેઠક માટે ઉમેદવાર બનાવ્યા હતા. જયા પ્રદા ચૂંટણી જીત્યા પણ હતા.

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન પોતાના નિવેદનથી વિવાદ થતાં પલટી મારી છે. રવિવારે આઝમ ખાને કહ્યું કે મે મારા નિવેદવમાં કોઈનું નામ લીધુ નથી. જો કોઈ સાબિત કરી આપશે કે મે કોઈનું નામ લીધુ છે અને કોઈનું અપમાન કર્યુ છે, તો હું ચૂંટણી નહીં લડુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સુષ્માનું ટ્વીટ, રામપુરમાં થઈ રહ્યુ છે દ્રૌપદીનું વસ્ત્રાહરણ, ભીષ્મની જેમ મૌન કેમ છે મુલાયમ? appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/sushma-swaraj-slams-azam-khan-on-jaya-prada-comment-request-mulayam-singh-to-take-action/
via Best Gujarati News

0 Comments