BJP નહીં, આ પાર્ટી પાસે છે સૌથી મોટું બેન્ક બેલેન્સ, જાણો કઈ પાર્ટી પાસે છે કેટલું બેલેન્સ
લોકસભા ચૂંટણી પર તમામ દિગ્ગજ પાર્ટીઓ પાસે કેટલું ભંડોળ છે તેણે કેટલી રકમ ખર્ચ કરી તે દર્શાવવું જરૂરી છે. હાલમાં એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે તેમાં કઈ પાર્ટી પાસે કેટલું ભંડોળ છે તે દર્શાવવામાં આવ્યુ છે આ રિપોર્ટ અનુસાર બેન્કમાં રહેલ બેલેન્સના મામલે BSP સૌથી અમીર પાર્ટી છે, જ્યારે ભાજપ આ યાદીમાં 5માં સ્થાન પર છે.
બેન્ક બેલેન્સના મામલે માયાવતીની બહુજન સમાજ પાર્ટી BSP બાકી તમામ રાષ્ટ્રીય અને ગ્રામીણ પાર્ટીઓથી આગળ નીકળી ચુકી છે. આ જાણકારી અધિકારિક રેકોર્ડથી સામે આવી છે. BSP તરફથી 25 ફેબ્રુઆરીએ ચૂંટણી પંચને આપવામાં આવેલ જાણકારી અનુસાર NCRની સરકારી બેન્કોમાં રહેલ 8 ખાતાઓમાં 669 કરોડની ડિપોઝિટ પડેલી છે.
2014 લોકસભા ચૂંટણીમાં પોતાનું ખાતું પણ ન ખોલી શકનાર BSPની પાસે 95.54 લાખ રૂપિયા કેશ છે. આ બાજુ તની સાથે ગઠબંધન કરતી અને તેની સહયોગી પાર્ટી આ મામલે બીજા સ્થાન પર છે. તેની પાસે અલગ અલગ બેન્કોમાં 471 કરોડ રૂપિયા થાપણ પડી છે. પાર્ટીની કેશ ડિપોઝિટ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણામાં હાલમાં થયેલ ચૂંટણી દરમિયાન 11 કરોડ રૂપિયા ઘટી ગયા છે.
કોંગ્રેસ આ યાદીમાં ત્રીજા સ્થાન પર છે અને તેની પાસે 196 કરોડ રૂપિયાનું બેન્ક બેલેન્સ છે. જો કે આ જાણકારી ગયા વર્ષે 2 નવેમ્બરે ચૂંટણી આયોગને આપવામાં આવેલી જાણકારી પર આધારિત છે. પાર્ટીએ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્ત્તીસગઢમાં જીત બાદ પોતાનું બેલેન્સ કેટલું છે તે અપડેટ કર્યુ નથી.
ભાજપ આ યાદીમાં ક્ષેત્રીય પાર્ટીઓથી પણ પાછળ રહ્યુ છે અને TDP પછી પાંચમા સ્થાન પર છે. BJP પાસે 82 કરોડનું બેન્ક બેલેન્સ છે, જ્યારે TDPની પાસે 107 કરોડ રૂપિયા છે. BJPનો દાવો છે કે તેણે 2017-18માં કમાયેલ 1027 કરોડમાંથી 758 કરોડનો ખર્ચ થયો છે. જે અત્યાર સુધીની તમામ પાર્ટીઓમાં વધારે ખર્ચ છે.
પાર્ટીઓમાં 87 ટકાની આવક કોન્ટ્રિબ્યુશન પર આધારિત
SP પાસે રહેલ થાપણ વિધાનસભા ચૂંટણી પછી નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન 11 કરોડ ઘટી ગયુ છે. આનાથી વિરૂદ્ધ હાલ થયેલ વિધાનસભા ચૂંટણી દરમિયાન BSPએ 24 કરોડ રૂપિયા એકઠાં કર્યા હતા. જેનાથી તેનું બેન્ક બેલેન્સ વધ્યુ હતુ. ADR દ્વારા રાજનીતિક પાર્ટીઓએ આયકર રિટર્ન પર કરેલ વિશ્લેષણ અનુસાર BJPએ 2016-17માં કોન્ટ્રિબ્યુશનથી સૌથી વધારે કમાણી જોવા મળી હતી.
આ દરમિયાન ક્રમશ: 1034 અને 1027 કરોડ રૂપિયાનું ભંડોળ એકઠું કર્યુ હતુ. આ દરમિયાન BSPએ 174 કરોડ અને 52 કરોડ એકઠાં કર્યા હતા. કોંગ્રેસે 2016-17માં 225 કરોડની કમાણીની ઘોષણા કરી હતી. તેણે ચૂંટણી પંચને આગામી વર્ષની કમાણીની જાણકારી આપી નથી. આ તમામ પાર્ટીઓની 87 ટકાની આવક સ્વેચ્છાથી આપવામાં આવેલ દાનથી થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post BJP નહીં, આ પાર્ટી પાસે છે સૌથી મોટું બેન્ક બેલેન્સ, જાણો કઈ પાર્ટી પાસે છે કેટલું બેલેન્સ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/bsp-has-biggest-bank-balance-among-parties/
via Best Gujarati News

0 Comments