જયા પ્રદા પર કરેલ ટીપ્પણીથી પલટ્યાં આઝમ ખાન, કહ્યુ જો સાબિત થશે તો ચૂંટણી નહી લડું
ઉત્તર પ્રદેશની રામપુર લોકસભા બેઠકથી સમાજવાદી પાર્ટી(સપા)ના ઉમેદવાર અને સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન પોતાના નિવેદનથી વિવાદ થતાં પલટી મારી છે. રવિવારે આઝમ ખાને કહ્યું કે મે મારા નિવેદવમાં કોઈનું નામ લીધુ નથી. જો કોઈ સાબિત કરી આપશે કે મે કોઈનું નામ લીધુ છે અને કોઈનું અપમાન કર્યુ છે, તો હું ચૂંટણી નહીં લડુ.
I will not contest polls if proved guilty: Azam Khan on objectionable remarks against Jaya Prada
Read @ANI Story | https://t.co/CpMiEnjGIa pic.twitter.com/6mvBDHdHiB
— ANI Digital (@ani_digital) April 15, 2019
આઝમ ખાને કહ્યું કે દિલ્હીમાં એક વ્યક્તિનો ઉલ્લેખ કર્યો હતો જે બીમાર છે, જેણે કહ્યુ હતુ કે હું 150 રાઈફલ લઈને ગયો હતો, જો મે આઝમ ખાનને જોયો હોત તો હું તેને ગોળી મારી દેત, આ અંગે વાત કરતા મેં કહ્યુ હતુ કે લોકોને ઓળખવામાં હું થાપ ખાઈ ગયો. મને પાછળથી ખબર પડી કે તે આરએસએસ શોર્ટસ પહેરેલ હતો.
Azam Khan, Samajwadi Party (SP) in Rampur on his remark, 'main 17 din mein pehchan gaya ki inke niche ka underwear khaki rang ka hai': I haven't named anyone. I know what I should say. If anyone can prove that I named anyone anywhere&insulted anyone,then I'll not contest election pic.twitter.com/ftDtC57ttA
— ANI UP (@ANINewsUP) April 14, 2019
આપને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ મુજબ આઝમ ખાને કહ્યું કે,‘જેને અમે આંગળી પકડી રામપુર લાવ્યા, તમે 10 વર્ષ જેનાથી પ્રતિનિધિત્વ કરાવ્યું…તેની વાસ્તવિકતા સમજવામાં તેમને 17 વર્ષ લાગ્યા, જ્યારે હું 17 દિવસમાં ઓળખી ગયો.’ ઉપરાંત આઝમ ખાને આંતર વસ્ત્રોને લઈ અભદ્ર ટિપ્પણી પણ કરી.
Azam Khan, Samajwadi Party (SP): I was referring to a person in Delhi who is unwell, who had said, 'I came with 150 rifles&I would have shot Azam if I had seen him.' Talking about him, I said, 'it took a long time to know ppl & later it was found that he was wearing RSS shorts' https://t.co/BZXvKAQYRN
— ANI UP (@ANINewsUP) April 14, 2019
જયા પ્રદા પર અપમાનજનક નિવેદન આપ્યા બાદ હવે આઝમ ખાન મુશ્કેલીઓમાં ઘેરાયા છે. રિપોર્ટ મુજબ રાષ્ટ્રીય મહિલા કમિશન હવે સમાજવાદી પાર્ટીના નેતાને નોટિસ ફટકારશે અને તેમનાથી જવાબ માંગશે. પંચ આઝમ ખાનને સોમવારે નોટિસ મોકલશે. નોટિસ આવે તે પહેલા આઝમ ખાને પોતાના વિવાદીત નિવેદન અંગે ખુલાસો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે રામપુર ખાતે એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા આઝમ ખાને કહ્યું કે,‘હું સભાના દરેક વ્યક્તિને પૂછવા માગું છું 10 વર્ષ જેને તમે પ્રતિનિધિત્વ કરાવ્યું…જેને આંગળી પકડીને અમે રામપુર લાવ્યા, જેનો અમે સંપૂર્ણ રીતે ધ્યાન રાખ્યો, તેણે મારાં ઉપર કેવા-કેવા આરોપ લગાવ્યા.’
#WATCH Azam Khan says in Rampur(in apparent reference to jaya prada), "Jisko hum ungli pakadkar Rampur laaye, aapne 10 saal jinse apna pratinidhitva karaya…Uski asliyat samajhne mein aapko 17 baras lage,main 17 din mein pehchan gaya ki inke niche ka underwear khaki rang ka hai" pic.twitter.com/JwIlcth4uQ
— ANI UP (@ANINewsUP) April 14, 2019
તમને જણાવી દઈએ કે આ પહેલા જયા પ્રદાએ શનિવારે આઝમ ખાન પર હુમલો કરતા કહ્યું હતું કે જેને મે ભાઈ કહ્યો તેને દર વખતે મારું અપમાન કર્યું છે. ઉપરાંત જયા પ્રદાએ કહ્યું કે આ માણસ કઈ પણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે બન્ને નેતાઓ વચ્ચે 2009થી આ જુબાની જંગ ચાલી રહી છે. જ્યારે આ પહેલા આઝમ ખાને જયા પ્રદા માટે જોરદાર પ્રચાર કર્યો હતો. અમર સિંહના કહેવા પર આઝમ ખાને 2004માં જયા પ્રદાને રામપુર લોકસભા બેઠક માટે ઉમેદવાર બનાવ્યા હતા. જયા પ્રદા ચૂંટણી જીત્યા પણ હતા.
વર્ષ 2009માં મતભેદ થતા આઝમ ખાને સમાજવાદી પાર્ટીના જનરલ સેક્રેટરીના પદ પરથી રાજીનામું આપ્યું. પરંતુ જલ્દી તેમની વાપસી થઈ, પાર્ટીએ તમનું રાજીનામું અસ્વીકાર કરી પરત બોલાવ્યા હતા. ત્યાર બાદ જયા પ્રદાએ સપાથી અલગ થઈ ગયા અને 2014માં તેમને રાષ્ટ્રીય લોકદળ તરફથી બિજનૌર બેઠકથી ચૂંટણી લડી પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો. હવે જયા પ્રદા બીજેપી સાથે જોડાયા છે. તેઓ રામપુર બેઠકથી આજમ ખામે સામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જયા પ્રદા પર કરેલ ટીપ્પણીથી પલટ્યાં આઝમ ખાન, કહ્યુ જો સાબિત થશે તો ચૂંટણી નહી લડું appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/lok-sabha-elections-rampur-sp-candidate-azam-khan-remark-on-jaya-prada/
via Best Gujarati News
0 Comments