જો તમે આ સમયે એર ટિકિટોની બુકિંગ વિશે વિચારતા હોવ તો આ સમય તમારા માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. આ સમયે, એરએશિયા ફ્લાઇટની ટિકિટ પર બંપર ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. એરએશિયા દ્વારા એર ટિકિટ પર આ ડિસ્કાઉન્ટ એવા સમય પર આપવામાં આવી રહ્યો છે. જ્યારે ઉડ્ડયન ક્ષેત્રમાં જેટ એરવેઝ ફ્લાઇટ્સ બંધ થઇ છે.

તેમજ તાજેતરમાં દેશનું એવિએશન સેક્ટર સ્પર્ધાત્મકતામાંથી પસાર થઈ રહ્યું છે. આ સમયે એર ટિકિટનો ખર્ચ વધી રહ્યો છે. તેવામાં આવી ઓફર લાભકારક સાબિત થઇ રહી છે. ચાલો જાણીએ કે આ એરએશિયા કઇ ઓફર આપે છે.

એરએશિયાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પ્રમાણે એરલાઇને ફ્લાઇટ ટિકિટ પર 70 ટકા સુધી ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. ફ્લાઇટ ટિકિટ પર 70% ડિસ્કાઉન્ટ અને હોલિડેપેકેજ પર 45% ડિસ્કાઉન્ટ સાથે એર એશિયાએ ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે.

ફ્લાઇટ ઓફર ડિસ્કાઉન્ટ:

– આ ઓફર માટેની ફ્લાઇટ ટિકિટ 22 એપ્રિલથી 28 એપ્રિલ સુધી બુક કરાવી શકાય છે.

– આ ડિસ્કાઉન્ટ ઑફરમાં 1 ઑક્ટોબર, 2019થી 2 જૂન, 2020 સુધી મુસાફરી કરી શકાય છે.

– ફ્લાઈટ ટિકિટ પર 70 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આ એરલાઇન્સ આપી રહી છે બંપર ડિસ્કાઉન્ટ, જાણો કેટલી સસ્તી થઇ ટિકિટ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/airasia-offers-bumper-discount-on-air-tickets/
via Best Gujarati News

0 Comments