ચીનની સ્માર્ટફોન બનાવનારી કંપની Vivoએ તેના મિડરેન્જના સ્માર્ટફોન Vivo Y17ને ભારતમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન Vivo Y સીરીઝનો સ્માર્ટફોન છે. Vivo Y17ને ભારતમાં રૂપિયા 17,990ની કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. Vivo Y17 સ્માર્ટફોનની ખાસ વાત એ છે કે તેમાં AI ટ્રિપલ કેમરા સેટઅપ આપવામાં આવ્યો છે. સાથે જ તેમાં 18W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ પણ આપાવામાં આવ્યો છે. તેની બેટરી 5000 mAhની છે. આ સ્માર્ટફોન કંપનીની વેબસાઈટ પર બે કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. આ ફોનને મિનેરલ બ્લુ અને મિસ્ટિક પર્પલ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

Vivo Y17ના સ્પેસિફિકેશન્સ:

Vivo Y17માં વોટરડ્રોપ સ્ટાઈલ નોચ અને 19.3:9 રેશ્યોની સાથે 6.35 ઈંચ (720×1544 પિક્સલ) HD+ LCD ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 4GB રેમની સાથે MediaTek Helio P35 ઓક્ટા-કોર પ્રોસેસર છે. તેની ઈન્ટરનલ મેમોરી 128GBની છે. આ ફોનના રિયરમાં AI- બેસ્ડ ટ્રિપલ કેમરા સેટઅપ આપવામાં આવ્યા છે.

આ 13 મેગાપિક્સલ (f/2.2 અપર્ચર), 8 મેગાપિક્સલ (f/2.2 અપર્ચર) અને 2 મેગાપિક્સલ (f/2.4 અપર્ચર), નો કેમરા આપવામાં આવ્યો છે. સેન્સરની નીચે એક ફ્લેશ પણ આપવામાં આવ્યો છે. સાથે જ તેમાં PDAF, ટાઈમ-લેપ્સ, HDR, AI ફેસ બ્યુટી અને સુપર વાઈડ એન્ગલ મોડ જેવા ફિચર્સ પણ આપવામાં આવ્યા છે. Vivo Y17ની બેટરી 5,000mAhની છે અને તેમાં 18W ડુઅલ-એન્જીન ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટીમાટે તેમાં Wi-Fi, બ્લુટુથ 5.0, માઈક્રો- USB, OTG, GPS અને FM રેડિયોનો સપોર્ટ આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ટ્રીપલ રિયર કેમરા અને 5000mAhની બેટરી સાથે લોન્ચ થયો આ જોરદાર સ્માર્ટફોન, જાણો કિંમત appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/vivo-y17-launch-in-india-with-triple-rear-camera-and-5000mah-battery/
via Best Gujarati News

0 Comments