ચીનની જાણીતી કંપની Xiaomiએ ભારતમાં એક ઇવેન્ટ આયોજીત કરી હતી. કંપનીએ આ ઇવેન્ટમાં ત્રણ પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા હતા. જેમાં Redmi Y3, Redmi 7 અને Mi LED સ્માર્ટ બલ્બ. આ સ્માર્ટ બલ્બ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઉપકરણને સપોર્ટ કરે છે. કંપનીના જણાવ્યા મુજબ, આ બલ્બ એમેઝોન એલેક્સા વૉઇસ સહાયક સાથે સંચાલિત થઈ શકે છે.

Xiaomi ઈન્ડિયાએ ભારતમાં સ્માર્ટ બલ્બ લોન્ચ કર્યા છે. એમઆઈનાં આ સ્માર્ટ બલ્બમાં વર્ચુઅલ આસિસટન્ટ અમેઝન એલેક્સા અને ગૂગલ આસિસટન્ટ બંનેને સપોર્ટ મળશે. Xiaomiનાં આ સ્માર્ટ બલ્બમાં 16 લાખ રંગ છે, જેની લાઈફ 11 વર્ષ છે. આ બલ્બને એમઆઈ હોમ એપ દ્વારા કંટ્રોલ કરવામાં આવશે. જેનું વેચાણ કંપનીની વેબસાઈટથી 26 એપ્રિલથી ક્રાઉટફંડિંગ પ્રોગ્રામ હેઠળ થશે. જોકે, કંપનીએ તેની કિંમતનો કોઈ ખુલાસો હજી સુધી કર્યો નથી.

આ બલ્બની ક્ષમતા 10 વૉટની છે. આ બલ્બની સાથે હોલ્ડરને અલગથી ખરીદવું પડશે. બલ્બનાં સેટઅપની વાત કરીએ તો, તેને એમઆઈ હોમ એપ દ્વારા કંટ્રોલ કરી શકાશે. જોકે, આ બલ્બ માટે વાઈ-ફાઈ અને વીજળીની જરૂર પડશે. તો એપ દ્વારા બલ્બનાં રંગો બદલી શકાશે, સાથે જ ઓન અને ઓફ પણ કરી શકાશે. આ બલ્બમાં કેટલીવાર બાદ બલ્બનો રંગ બદલવો તે પણ સેટ કરી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post Xiaomiએ ભારતમાં લોન્ચ કર્યો સ્માર્ટ Mi LED Smart બલ્બ, જાણો તેની વિશેષતાઓ appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/xiaomi-launches-mi-led-smart-bulb-in-india/
via Best Gujarati News

0 Comments