સ્ટીલ સેક્ટરમાં તેજી તરફી ધ્યાન આપવા જેવું ખરું
સેક્ટર વોચ : આશુતોષ દેસાઇ
એનએસઈનો નિફ્ટી ઈન્ડેક્સ હાલ લગભગ ૧૨,૦૦૦નું રિમાર્કેબલ લેવલ પાર કરવાની તૈયારી કરી રહ્યો હોય તે રીતે ૧૧,૭૦૦-૧૧,૮૦૦ના લેવલની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે અને જાણકારોનું કહેવું છે કે બજાર આ લેવલની આસપાસ જો થોડો સમય વિતાવે અને કોન્સોલિડેશન થાય તો શક્ય છે કે આ લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલાં જ કદાચ ૧૨,૦૦૦નું લેવલ પાર કરી પણ નાખે તેમ બને. હવે આવા સમયમાં મોટાભાગના ટ્રેડર્સ અને ટૂંકા ગાળાના રોકાણકારોનો એક યક્ષપ્રશ્ન હોય કે આ રીતે વધી રહેલાં માર્કેટમાં કયા શેરોમાં કે કયા સેક્ટરમાં પોઝિશન લેવી અને લેવી તો કઈ રીતનો વ્યૂ જાળવવો જોઈએ?
એક નોંધપાત્ર વાસ્તવિકતા એ છે કે આટલાં વધી રહેલાં ઈન્ડેક્સમાં એક સ્ટીલ સેક્ટર જ માત્ર એવું છે કે જેના મહત્તમ શેરો હજી પણ લોઅર લેવલ પર ટ્રેડ કરી રહ્યા છે અથવા હજી આ કાઉન્ટર્સ એટલાં ફેન્સી થયા નથી કે જેમાં પોઝિશન લેવી જોખમકારક ગણાવી શકાય. પરંતુ, ગત સપ્તાહની કેટલીક મૂવમેન્ટ આપણને એ ક્લિયર ઇન્ડિકેશન્સ આપી રહ્યા છે કે, આ સેક્ટર અને તેના શેરોમાં હવે હાલના લેવલથી ખરીદી તરફી ઇન્ટરેસ્ટ બની રહ્યો છે. અને અહીંના લેવલથી હવે આ શેરો આગળ તરફ્ની ઝડપી મૂવમેન્ટ દેખાડવા માટે સજ્જ થઈ ગયા છે.
તાતા સ્ટીલ, જિંદાલ સ્ટીલ, વેદાંતા જેવી માંધાતા સ્ક્રિપ્ટ્સ અત્યાર સુધીની ઇન્ડેક્સ મૂવમેન્ટમાં ખાસ કોઈ મોટું પાર્ટિસિપેશન દેખાડી રહ્યા નહોતા, ઊલટાના તેની સામે વધુને વધુ નીચે તરફ્ની મૂવમેન્ટ દેખાડી રહ્યા હતાં. હાલના સમય સુધી આ બધા કાઉન્ટર્સમાં થોડો વધારો પણ જણાય કે વેચવાલી આવી જતી હતી. જેની પાછળના કેટલાંક ર્તાિર્કક કારણો પણ ખરાં છે જ. આ મહિનાની ડેરિવેટિવ એક્ટિવિટીમાં મહિનાની શરૂઆતથી જ આંકડાઓ આ શેરોમાં લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું હોવાનું દેખાડી રહ્યા હતાં. સાથે જ ગત સપ્તાહના મધ્યમાં એવા સમાચાર પણ આવ્યા કે યુએસ-ચાઇના વચ્ચે ફ્રી એકવાર ફ્રેશ ટ્રેડટોક્સની શરૂઆત થઈ રહી છે. અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પ તરફ્થી અને ચાઇના તરફ્થી પણ એવો અંદેશ આપવામાં આવ્યો હતો કે વાતચીત સકારાત્મક રીતે આગળ વધે તે માટે બંને દેશો પ્રયત્નો કરી રહ્યા છે. તો વળી આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડના ભાવોમાં પણ ફ્રી નીચા મથાળે સારી સુધારા તરફી ચાલ જોવા મળી રહી છે.
ધારો કે હાલની સરકાર જ ફ્રી એકવાર ચૂંટાઈને આવે તો તેમાં સૌથી પહેલું કારણ હશે પરિણામો પછી પ્રસ્તુત થનારું પૂર્ણ બજેટ. જ્યાં સરકાર એફેર્ડેબલ હાઉસિંગ, રોડ કન્સ્ટ્રક્શન, ઇન્ફ્રા જેવા ક્ષેત્રોને બૂસ્ટ મળે તેવા ઘણાં પગલાંઓની જાહેરાત કરી શકે. જેમ કે, મિડલ ક્લાસને ધ્યાનમાં રાખી ૫ લાખ રૂપિયા સુધીની ઇન્કમટેક્સ ફ્રી કરવામાં આવી. એફેર્ડેબલ હાઉસિંગની મર્યાદા અને ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાની પણ જાહેરાત થઈ. તો આ બધાને કારણે હાઉસિંગ ક્ષેત્રને મોટું બૂસ્ટ મળશે જેની સીધી અસર સ્ટીલ સેક્ટરની કંપનીઓને માગમાં વધારા તરીકે જોવા મળશે. જેને કારણે આંતરરાષ્ટ્રીય બજારો કરતાં પણ ડોમેસ્ટિક માર્કેટ પર આ કંપનીઓનો દારોમદાર વધશે. અને ડોમેસ્ટિક બજારોમાં માગમાં વધારો થશે તો સ્વાભાવિક રીતે જ સ્ટીલ કંપનીઓમાં માર્જિન અને અર્નિંગ્સને પણ સારો એવો સકારાત્મક ફયદો થવાનો જ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સ્ટીલ સેક્ટરમાં તેજી તરફી ધ્યાન આપવા જેવું ખરું appeared first on Sandesh.
from Business @ Sandesh – Sandesh http://sandesh.com/steel-sector-boom-side/
via Best Gujarati News
0 Comments