પરિણામોની સિઝન વચ્ચે સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ
મીડ કેપ વ્યૂ : નયન પટેલ
પરિણામોની સિઝન ચાલુ છે અને અત્યાર સુધી જાહેર થયેલ પરિણામો મોટા ભાગે માર્કેટની ધારણા મુજબ અથવા સારા રહ્યા છે ત્યારે હવે આવનાર દિવસોમાં મિડકેપ અને સ્મોલકેપ કંપનીઓના પરિણામો જાહેર થશે જેમાં જે કંપનીઓના પરિણામો સારા રહેશે એમાં મજબુત પોઝિટિવ મોમેન્ટમ જોવાઈ શકે છે. એસ્ટ્રો ટેકનો વ્યૂ મુજબ નિફ્ટીમાં હવે ૧૧,૬૬૦ અને ૧૧,૮૨૫ની સાપ્તાહિક ટ્રેડિંગ રેન્જ રહેશે જે તરફ બ્રેકઆઉટ આવશે એ તરફ બીજા ૧૦૦થી ૧૫૦ પોઈન્ટની ચાલ જોવાશે.
ડાર્ક હોર્સ : આઈટીએલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (૫૨૨૧૮૩) (૧૭૧.૧૫) (ફેસ વેલ્યૂ રૂ.૧૦)
૧૯૮૬માં સ્થપાયેલી આઈટીએલ ઇન્ડસ્ટ્રીઝ સિવવાના મશીન, સીએનસી ટયૂબ મિલ્સ અને મશીન ટુલ્સ સહિત અનેક ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ્સ બનાવે છે. કંપનીની પ્રોડક્ટ્સ સ્ટીલ પ્લાન્ટ્સ, ફોર્જિંગ ઈન્ડસ્ટ્રી, ડિફેન્સ એસ્ટાબ્લિશમેન્ટ, રેલવે વર્કશોપ, સ્ટીલ ટયૂબ પ્લાન્ટ્સ, હેવી ઇલેક્ટ્રિકલ યુનિટ્સ જેવા સેગ્મેન્ટમાં વપરાય છે. કંપનીની ઇક્વિટી માત્ર રૂ.૩.૨૦ કરોડ છે જેની સામે કંપની પાસે રૂ.૩૨.૩૭ કરોડનું જંગી રિઝર્વ છે. નાણાકીય વર્ષ ૨૦૧૯ના પહેલાં નવ મહિનામાં કંપનીએ બમ્પર પરિણામો જાહેર કર્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરની પહેલાં વાત કરીએ તો કંપનીનો નફે ૩૧.૪૯ ટકા વધીને રૂ.૧.૭૯ કરોડ થયો છે જ્યારે વેચાણ ૧૩ ટકા વધીને રૂ.૨૨.૯૭ કરોડ થયું છે. નાણાકીય વર્ષ ૨૦૧૯ના પહેલા નવ મહિનામાં કંપનીનો નફે ૫૬.૩૯ ટકા વધીને રૂ.૪.૭૫ કરોડ થયો છે જ્યારે વેચાણ ૨૨.૫૧ ટકા વધીને રૂ.૬૯.૨૬ કરોડ થયું છે. કંપનીએ પહેલા નવ મહિનામાં રૂ.૧૪.૮૨ની ઈપીએસ હાંસલ કરી છે. છેલ્લા ચાર વર્ષમાં કંપનીનું વેચાણ ૧૭ ટકા અને નફે ૪૫ ટકાના વાર્ષિક દરે વધ્યો છે. વર્તમાન ભાવે આ સ્ટોક માત્ર ૭.૬ના સાવ જ નીચા પીઈ રેશિયોથી ક્વોટ થઇ રહ્યો છે. શેરનો બાવન સપ્તાહનો ઊંચો ભાવ રૂ.૨૮૦ છે જેની સામે આ સ્ટોક હાલમાં ૩૯ ટકા નીચે ક્વોટ થઇ રહ્યો છે અને રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. જો તમારા નાણાકીય સલાહકાર પરમિશન આપે તો સ્ટોકમાં રૂ.૧૪૦ના સ્ટોપલોસ સાથે મધ્યમથી લાંબાગાળા માટે રોકાણ કરી શકાય.
સ્ટોક વોચ : ફેઝ થ્રી લિમિટેડ (૫૩૦૦૭૯) (૫૦) (ફેસ વેલ્યૂ રૂ.૧૦)
૧૯૮૫માં સ્થપાયેલી આ કંપની બાથમેટ્સ, ડોરમેટ્સ, બ્લેન્કેટ, રગ્સ, કુશન, કાર્ટેન, શાવર કાર્ટેન, બેડ સ્પ્રેડ જેવી પ્રોડક્ટ્સ બનાવે છે. કંપની તેના પ્રોડક્ટ્સને મોટા પાયે યુરોપ અને યુએસએમાં નિકાસ પણ કરે છે. કંપનીની ઇક્વિટી રૂ.૨૪.૭૨ કરોડ છે જેની સામે કંપની પાસે રૂ.૧૫૩.૨૨ કરોડનું રિઝર્વ છે. કંપનીમાં પ્રમોટર્સ ૪૫.૭૫ ટકા, એફઆઈઆઈ ૪.૫૨ ટકા અને પબ્લિક ૪૯.૭૩ ટકા હિસ્સો ધરાવે છે. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૯ના પહેલાં નવ મહિનામાં ખૂબ જ સુંદર પરિણામો જાહેર કર્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરની પહેલાં વાત કરીએ તો કંપનીનો નફે ૭૨ ટકા વધીને રૂ.૪.૪૯ કરોડ થયો છે જ્યારે વેચાણ ૧૪ ટકા વધીને રૂ.૬૮.૯૫ કરોડ થયું છે. નાણાકીય વર્ષ ૨૦૧૯ના પહેલા નવ મહિનામાં કંપનીનો નફે ૬૪.૭૫ ટકા વધીને રૂ.૧૨.૦૬ કરોડ થયો છે જ્યારે વેચાણ ૧૪ ટકા વધીને રૂ.૨૦૨.૫૦ કરોડ થયું છે. કંપનીએ નવ મહિનામાં રૂ.૪.૯૧ની ઈપીએસ હાંસલ કરી છે અને વર્તમાન ભાવે આ સ્ટોક માત્ર ૫.૬ના સાવ જ નીચા પીઈ રેશિયોથી ક્વોટ થઇ રહ્યો છે. શેર તેના બાવન સપ્તાહના હાઈ ભાવ રૂ.૮૦થી ઓલમોસ્ટ ૩૭.૫ ટકા નીચે ક્વોટ થઇ રહ્યો છે અને રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. જો તમારા નાણાકીય સલાહકાર પરમિશન આપે તો સ્ટોકમાં રૂ.૪૦ના સ્ટોપલોસ સાથે મધ્યમથી લાંબાગાળાનું રોકાણ કરી શકાય.
માર્કેટમાંથી સાંભર્યું છે : સુપર ક્રોપ સેફ લિમિટેડ (૫૩૦૮૮૩) (૨૪.૯) (ફેસ વેલ્યૂ રૂ.૨)
કંપનીમાં પ્રમોટરોએ ઓપન માર્કેટમાંથી હાલમાં શેર્સ ખરીદ્યા છે જે પોઝિટિવ વાત કહી શકાય. છેલ્લા ચાર વર્ષોમાં ખૂબ જ મજબૂત પરિણામો આપનાર બાયો ફર્ટિલાઈઝર સેગ્મેન્ટમાં સક્રિય આ કંપનીના સ્ટોકમાં જાણકારો સતત રોકાણ કરી રહ્યા હોવાની ચર્ચા છે. જો તમારા નાણાકીય સલાહકાર પરમિશન આપે તો સ્ટોકમાં રૂ.૨૦ના સ્ટોપલોસ સાથે લાંબાગાળાનું રોકાણ કરી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પરિણામોની સિઝન વચ્ચે સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ appeared first on Sandesh.
from Business @ Sandesh – Sandesh http://sandesh.com/results-season-by-st/
via Best Gujarati News
0 Comments