પુરવઠા મંત્રીનો પ્રજાએ લીધો ઉધડો તો કુંવરજી બાવળીયા ગિન્નાયા, વીડિયો વાયરલ
રાજકોટ જિલ્લાનાં જસદણના કનેસરા ગામનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં મત માગવા આવેલા રાજ્યના પાણી-પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ભરત બોઘરાને ગામ લોકોએ પાણીના પ્રશ્ને ઉઘડો લીધો હતો. આ દરમિયાન કુંવરજી બાવળિયા અને બોઘરાએ લોકોને સમજાવવાનાં પ્રયત્નો કર્યા હતા. કુંવરજી બાવળિયાએ લોકોને સમજાવતા કહ્યું કે, તમારા ગામની ખટપટના કારણે વિકાસ નથી થઇ રહ્યો.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ-જસદણના કનેસરા ગામનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાકે બિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ભરત બોધરાનો પાણી પ્રશ્ને લોકો ઉધડો લઇ રહ્યા છે. સોશિયલ મિડીયામાં આ વિડીયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં કુંવરજીભાઈ દાદાગીરી કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. કુંવરજી બાવળિયા ગયા પછી પણ ગામની મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પુરવઠા મંત્રીનો પ્રજાએ લીધો ઉધડો તો કુંવરજી બાવળીયા ગિન્નાયા, વીડિયો વાયરલ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/video-viral-of-kuvarji-bavadiya-and-bharat-boghara-at-jasadan/
via Best Gujarati News
0 Comments