અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે ઘોડે સવારી કરી જનસમર્થન મેળવવાનું કર્યો પ્રયાસ ત્યારે આ ગામે જબ્બર પ્રતિસાદ આપી ભાજપના ઉમેદવાર નારણ કાછડિયાનું રાજકારણ અહીંથી પૂરું કરવાની પણ વાત કરી હતી.

સાવરકુંડલા તાલુકાનું નેસડી ગામમાં આજે પરેશ ધાનાણીએ પ્રચાર કર્યો હતો. નેસડી ગામે કોંગ્રેસના ઉમેદવાર વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આ ગામે ઘોડેસવારી કરીને પ્રચાર કર્યો હતો. આ અનોખા સ્વાગત અને પ્રચાર પ્રથાથી ગ્રામજનોમાં પણ કોંગ્રેસને જીતાડવા માટેનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

નેસડી ગામની જિલ્લા પંચાયતની સીટ અત્યાર સુધી ભાજપના ઉમેદવાર નારણ કાછડિયાએ પોતાનું રાજકીય કારકિર્દી શરૂ કરેલી. આજે અહીંના ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો તેમજ સાવરકુંડલા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિત લોકોએ જણાવ્યું કે, નારણભાઈ કાછડીયાની રાજકીય કારકિર્દી આ ગામે શરૂ થઈ હતી અને અહીંથી પૂર્ણ કરવાના સંકલ્પ સાથે એક વિશાળ સભા યોજાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post નારણ કાછડિયાનું રાજકારણ પુરૂં કરવા પરેશ ધાનાણી ઘોડે ચઢ્યા appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/for-election-promotion-paresh-dhanani-went-amreli-via-horsre-riding/
via Best Gujarati News

0 Comments