શિક્ષણ હાલમાં પાયાની જરૂરિયાત છે અને આજના આધુનિક યુગમાં વાલીઓ પોતાના બાળકને સારૂ શિક્ષણ મળી રહે તે માટે સારી શાળાની પસંદગી કરતા હોય છે. વાલીઓ પોતાના બાળકોના શિક્ષણ માટે મોંઘી ફી ઉઘરાવતી શાળાની પણ પસંદગી કરતા હોય છે અને આજ કારણે કેટલાક લોકો વાલીઓને છેતરવાનો કારસો ઘડી નાંખતા હોય છે. કંઇક આવો જ કિસ્સો સુરતમાં બન્યો છે.

સુરત ખાતે બાળકોના એડમિશનના નામેં લાખોની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. સૂરતના વરાછા વિસ્તારમાં 55 વ્યક્તિઓ પાસે એડમિશનના નામે 41 લાખ રૂપિયાની ઠગાઇનો મામલો સામે આવ્યો છે. વાલીઓ દ્રારા જ્યોતિ પટેલ નામની મહિલાને રૂપિયા અપાયા હતા. આ મહિલાએ સૂરતની લુડ્સ કોનવેટ અને સેનઝેવિયર્સ સ્કૂલમાં એડમિશન માટે રૂપિયા લીધા હતાં. વરાછામાં રેહતા અને બ્યુટી પાર્લર ચાલતી જ્યોતિ પટેલ મેં રૂપિયા આપ્યા હતા.

જોકે વાલીઓ દ્રારા પોતાના બાળકોને લુડ્સ કોનવેટ અને સેનઝેવિયર્સ સ્કૂલમાં એડમિશન ના મળતા રૂપિયા પરત માંગતા ઠગાઈની હકીકત સામે આવી હતી. આ મામલે વાલીઓ દ્રારા વરાછા પોલિસ મથકમાં ઠગાઉની અરજી કરવામાં આવી છે.

આ પણ જુઓ: ગરમીનો પારો વધતા લોકો થયા ત્રાહીમામ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સારી શાળામાં બાળકોને અભ્યાસ કરાવવાની લાલસા વાલીઓને પડી ભારે, થઇ લાખોની ઠગાઈ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/millions-of-people-cheated-on-the-name-of-childrens-admission-in-surat/
via Best Gujarati News

0 Comments