ફિટ એન્ડ ફાઇન રહેતા સેલિબ્રીટીના ડાયેટ ફંડા કેવા હોય છે?
હંમેશાં ફિટ એન્ડ ફાઇન રહીને ફેન્સને આશ્ચર્યચકીત કરી દેતા સેલેબ્સ પોતાના ડાયેટ માટે ખૂબ જ સજાગ હોય છે. તેઓ પોતાના શરીરને સ્લીમ એન્ડ ટ્રીમ રાખવા માટે ડાયેટમાં કોઇપણ પ્રકારનું બાંધછોડ કરતા નથી. વળી સમયાંતરે વજન વધારવા કે ઘટાડવા માટે આ સેલેબ્સ ડાયેટનો પ્રકાર પણ બદલતાં રહેતાં હોય છે. આ સેલેબ્સના ડાયેટ ફંડા વિશે આપણે વાત કરીએ કે તેઓ ડાયેટમાં શું લેવાનું પસંદ કરે છે. અને ખાસ સમયે કેવા પ્રકારનું ડાયેટ કરે છે.
કાજોલ
કાજોલ જ્યારે માય નેમ ઇઝ ખાન કરવાની હતી ત્યારે બીજી સુવાવડમાં વધી ગયેલી ચરબી ઉતારવા માટે તેણે બધામાં ડાયેટ શરૂ કયુંર્ હતું. તેણે આ ડાયેટથી પેટ અને સાંથળ ઉપર જામેલી ચરબી ઘટાડી હતી. આ માટે કાજોલ રોજ સવારે ફણગાવેલા કઠોળની સાથે ગરમ પાણી અને ચારથી પાંચ દાણા બદામના લેતી. કાજોલ જણાવે છે કે તેણે તે દિવસો દરમિયાન બપોરના જમવાનામાં પણ લો ફેટ દહીં એક રોટલી અને ગરમ પાણી તેમજ બદામ ખાવાનું ટાઇમ ટેબલ બનાવ્યું હતું.
આ સિવાય તે રાત્રિના સમયે માત્ર ફળ ફળાદી ખાતી હતી. બદામ ડાયેટથી ૯૦ દિવસમાં કાજોલના પેટ અને સાંથળની ચરબી ઓછી થઈ હતી. બદામમાં ભરપૂર માત્રામાં વિટામિન-ઇ અને ડાયેટરી ફાયબર હોય છે. જેના કારણે તેને ગરમ પાણી સાથે લેવાથી શરીરમાં વિટામિન-ઇ જાય છે અને ડાયેટરી ફાયબર ચરબીને ઓછી કરે છે. એટલું જ નહીં પછી તમે આખો દિવસ માત્ર ફ્રૂટ કે દહીં ખાવ તો પણ તમને થાક નથી લાગતો, કે અશક્તિ પણ નથી લાગતી.
કેટરિના
કેટરિનાનું બ્રોકોલી ડાયેટ ફેમસ છે. કેટરિના ફિલ્મ તીસ માર ખાંમાં એકદમ સ્લીમ ફિગરમાં જોવા મળી હતી. તે સમયે કેટરિનાએ બ્રોકોલી ડાયેટ કયુંર્ હતું. બ્રોકોલીમાં ભરપૂર માત્રામાં વિટામિન-ઇ કે જે બીટાકેરેટીન ફોર્મમાં હોય છે. જે શરીરના મેટાબોલિઝમને નિયંત્રિત કરીને કોલેસ્ટરોલ કાબૂમાં રાખે છે.
વળી બ્રોકોલી બોડી ડિટોક્સ માટે પણ ખૂબ ઉપયોગી છે. તે વિટામિન-ડીની ઊણપ પણ નથી આવવા દેતી. તેમજ ફાયબર પણ તેમાંથી ઘણું મળે છે. તેથી તમે વેજીટેબલ ડિશ સાથે બ્રોકોલી ડાયેટ કરી શકો છો. પણ બ્રોકોલી સાથે ફ્રૂટ જ્યૂસ કે વેજીટેબલ સૂપ પીવા જોઇએ. કેટરિનાએ પણ બ્રોકોલી ડાયેટ કરીને પોતાની કાયાને પાતળી પરમાર બનાવી હતી.
નેહા ધૂપિયા
નેહા ધૂપિયાના ઘરે થોડા સમય પહેલાં જ પારણું બંધાયં હતું. નેહા મહેર નામની સુંદર પુત્રીની માતા બની ચૂકી છે. પુત્રીના જન્મ પછી નેહાનું વજન ખાસ્સું વધી ગયું છે. અલબત્ત હવે નેહા ફરી કામ ઉપર ચડી રહી છે ત્યારે નેહા પોતાનું વધેલું વજન માઇક્રોબાયોટિક ડાયેટથી ઓછું કરી રહી છે. માઇક્રોબાયોટિક ડાયેટ એટલે એવું ડાયેટ જેમાં શુગર, ડેરી પ્રોડક્ટ અને મીટની બાદબાકી કરવાની હોય છે. આ પ્રકારના ડાયેટમાં તમારે સ્ટ્રીક્ટલી મીટ, ડેરી પ્રોડક્ટ કે ખાંડ નથી જ ખાવાના હોતા.
પણ તેના બદલે શાકભાજી, ફળફળાદી, કઠોળ, ગરમ પાણીમાં મધ અને લીંબુ નાંખીને પીવાનું, ગ્રીન ટી, ટોફુ વગેરે ખાવાનું રહે છે. માઇક્રોબાયોટિક ડાયેટમાં હાઇ ફાયબર અને લો ફેટ મીલ્સ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. તેથી આ પ્રકારના ડાયેટને તમે સાત્ત્વિક ડાયેટ તરીકે પણ ઓળખી શકો છો. આ ડાયેટ મગજ, શરીર અને મનને શાંત રાખવામાં બહુ મોટો ફાળો આપે છે.
આ ડાયેટ કરવાથી તમે જટ દઇને ગુસ્સે નથી થતા. પણ આ ડાયેટમાં ડેરી પ્રોડક્ટસ અને મીટ નથી હોતા તેથી શરીરમાં પ્રોટીનની કમી ન થાય તે માટે દાળ અને કઠોળનું સેવન વધારે પ્રમાણમાં કરવું. એટલું જ નહીં પાણી પણ વધારે પ્રમાણમાં પીવાનું રાખવું જેથી ડિહાઇડ્રેશનની તકલીફ ન થાય.
ઉપર જણાવેલા ડાયેટ અલગ-અલગ એક્ટ્રેસને તેમના ડાયેટિશિયન દ્વારા કહેવામાં આવેલા ડાયેટ છે. દરેક ડાયેટની દરેકના શરીર પર અલગ અસર થતી હોય છે. તેથી તમારા શરીરને જે સૂટ થાય તેવા પ્રકારનું ડાયેટ કરવું એ સૌથી મહત્ત્વની અને પાયાની વાત છે.
ફિટનેસ :- વિધિકા શાહ
naari@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ફિટ એન્ડ ફાઇન રહેતા સેલિબ્રીટીના ડાયેટ ફંડા કેવા હોય છે? appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/what-are-the-benefits-of-celebrity-diet-in-living-fit-and-fine/
via Best Gujarati News
0 Comments