ભારતીય શહેરોમાં કામકાજી વર્ગની વધી રહેલી વસતીએ અલગ અલગ લોકોને કો-લિવિંગ એટલે કે સાથે રહેવા જેવી નવી અવધારણાને ઝડપથી વેગ આપ્યો છે. સાથે રહેવાનો આ નવો અભિગમ લોકોને ઘર શોધવાની તથા એકલાપણું દૂર કરવામાં પણ કામ લાગી શકે છે.

કો-લિવિંગ એવી આવાસીય વ્યવસ્થાને કહેવાય છે જેમાં રહેનાર લોકો માટે અલગ બેડરૂમ અને સહિયારા રસોડા તથા મનોરંજન ખંડ હોય છે. આ પેઇંગ ગેસ્ટ કરતાં વધારે સારું છે. અહીં લોકો સાથે ખાવાનું ખાય છે.

શું કહે છે કે સર્વે?

રિયલ એસ્ટેટ સર્વિસ ફર્મ જેએલએલે તેના એક નવા અધ્યયનમાં એવું જણાવ્યું કે આગામી ૧૫ વર્ષમાં શહેરોમાં વધનારી ૧૫ કરોડની વસતીને કો-લિવિંગ (સહ-જીવન) ના કલ્ચરમાં ભારતને એશિયા-પ્રશાંતમાં સૌથી વધારે અગ્રણી બનાવી દેશે. તેમાં કહેવામા આવ્યું કે યુવા પેઢી, ઉપભોક્તાઓની બદલતી પ્રવૃત્તિ અને ભારતીય બજારોની પ્રગતિને કારણે વિકાસકારો તથા સ્ટાર્ટઅપ કંપનીઓ કો-લિવિંગના સેક્ટરમા પગ મૂકી રહી છે. એકલા રહેતા લોકોના સંતાનોની કમાણી ઘણી વધારે હતી.

તણાવમાં ઘટાડો થાય છેં

જીવનસાથી રહેવાથી તણાવમા ઘટાડો ખૂબ મોટો ઘટાડો થાય છે. સૂવાની પેટર્ન અને કેટલીક બીમારીઓની વચ્ચે સંબંધ માટે જે જૂના સિદ્ધાંત છે એને ઓળખવા માટે રિસર્ચરોએ મોર્નિંગ અને ઇવનિંગ જિન્સ વચ્ચે પરસ્પર સંબંધોનું વિશ્લેષણ કરાયું. કર્મચારીઓમાં વધી રહેલો તણાવ અને શારીરિક ગતિવિધિઓમાં ઘટાડો, વધી રહેલી મેદસ્વિતા, નાણાકીય અસુરક્ષા અને તમાકુનું સેવન રોજગારદાતાઓ માટે મોટી ચિંતાનો વિષય બની રહ્યો છે અને તેની અસર કર્મચારીઓના કામકાજ પર પડી છે.

યુવાનોની સમસ્યા

ભારતમાં ખાસ કરીને અવિવાહિત યુવક-યુવતીઓને ભાડે મકાન લેવામા ફાંફાં પડી જાય છે પરંતુ હવે આ નવી અવધારણાથી મહાનગરોમાં એકલા રહેતા યુવાનોની મુશ્કેલીઓનો ઘણે અંશે અંત આવ્યો છે. ગત પાંચ વર્ષ દરમિયાન દેશમા નેટ્સ અવે, જોલો જેવી સ્ટાર્ટઅપ કંપનીઓના પગરણ થયા છે. હોમ રેન્ટલ એપના સહસંસ્થાપક ઉદય લક્કડ કહે છે કે નવી પેઢીને સુવિધાઓ જોઈએ છે તેને માટે તે પૈસા ખર્ચવા પણ તૈયાર છે પરંતુ પહેલા તેમણે બ્રોકરોને સહારે મકાન ભાડે લેવું પડતું હતું. અને તેને માટે મોટું કમિશન આપવું પડતું હતું. પરંતુ હવે આ સમસ્યાનો અંત આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સહજીવન કામકાજી લોકોનું જીવન આસાન બનાવે છે : સ્ટડી appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/symbiosis-work-people-only/
via Best Gujarati News

0 Comments