ભૂકંપનો સામાન્ય અર્થ ધરતીને ધ્રુજાવવી એવો થાય છે. તેનું કારણ પૃથ્વીની અંદર રહેલા ટેક્ટોનિક પ્લેટ્સમાં થતી હલચલ હોય છે. આ હિલચાલનું કારણ પ્રાકૃતિક અને માનવજનિત બંને હોય છે. પૃથ્વી પર સૌથી વધુ ભૂકંપ અને જ્વાળામુખી પ્રભાવિત વિસ્તારોને વિજ્ઞા।નીઓએ રિંગ ઓફ ફાયરનું નામ આપ્યું છે.આ વિસતાર પ્રશાંત મહાસાગરના વિસ્તારમાં આવે છે. દુનિયામાં આવતા તમામ ભૂકંપોના ૯૦ ટકા ધરતીકંપ આ વિસ્તારમાં આવે છે.

રિંગ ઓફ ફાયરમાં આવેલા શક્તિશાળી ભૂકંપ

વર્ષ ૧૯૦૦ બાદ આવેલા ભૂકંપોમાં સૌથી શક્તિશાળી ૨૨ મે ૧૯૬૦ના દિવસે આવ્યો હતો. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૯.૫ હતી. એ ઉપરાંત ૧૯૬૪માં અલાસ્કામાં ૯ ફેબ્રુઆરી ૨૦૦૪માં ઉત્તર સુમાત્રામાં આવેલા ૯.૨ની તીવ્રતાના ધરતીકંપથી ભારતમાં સુનામી આવી હતી અને ૨૦૧૧માં આવેલા ૯ની તીવ્રતાના ભૂકંપથી ફૂકુશિમા પરમાણુ પ્લાન્ટમાં તબાહી મચી ગઈ હતી, જે પણ આ રિંગ ઓફ ફાયરમાં આવેલા ધરતીકંપો જ છે. આ વિસ્તારમાં આવતા મોટાભાગના ભૂકંપોની તીવ્રતા ૮.૫થી ૯.૫ની વચ્ચે હોય છે.

કેટલી મોટી છે રિંગ ઓફ ફાયર ?

આ ક્ષેત્રમાં લગભગ ૪૫૦ સક્રિય અને શાંત જ્વાળામુખી આવેલા છે. આ વિસ્તાર એક અર્ધવૃતના આકારમાં છે. આ ક્ષેત્રનો વિસ્તાર ફિલિપીન્સ સી પ્લેટ, પ્રશાંત પ્લેટ, યૂઆન દે ફૂકા અને કોકોસ પ્લેટ અને નાજ્કા પ્લેટની વચ્ચે છે. આ વિસ્તારમાં પૃથ્વીની પ્લેટ ટેક્ટોનિક્સમાં ફેરફાર થતો રહે છે, જેને કારણે આ વિસ્તારમાં ઘણી ભૂગર્ભીય ઘટના થતી રહે છે. આ ક્ષેત્રમાં ઇન્ડોનેશિયા, મલેશિયા, જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાપુઆ ન્યૂગિની, સોલોમન દ્વીપ, ફીજી, મેલાનેશિયા, માઇક્રોનેશિયા અને પોલેનેશિયાની સાથે ઉત્તર અને દક્ષિણ અમેરિકાના પૂર્વ અને પશ્ચિમ સમુદ્ર કિનારાનો વિસ્તાર આવે છે. આ સ્થળો પર હંમેશાં ભૂકંપનું જોખમ રહે છે.

શું આ ભૂકંપોની આગાહી થઈ શકે છે ?

તેનો જવાબ છે ના. ધરતીકંપની અત્યાર સુધી કોઈ આગાહી થઈ શકતી નથી. જો બે ભૂકંપ એક પછી એક સતત આવે તો પણ તેનો અંદાજ લગાવી શકાતો નથી. એક ધરતીકંપનો બીજા સાથે સબંધ હોય એવું જરૂરી નથી. ભૂગર્ભ વિજ્ઞા।નીઓનું કહેવું છે કે પરમાણુ બોમ્બના પરીક્ષણથી ઊંડા સમુદ્રમાં તેલના શારકામ સુધી તમામ ઘટનાઓની ભૂગર્ભમાં અસર થાય છે. પરંતુ અત્યાર સુધી તેનો કોઈ નક્કર વૈજ્ઞા।નિક પુરાવા મળ્યા નથી. દરમિયાન આ રિંગ ઓફ ફાયર સતત સક્રિય છે, જેનાથી વિજ્ઞા।નીઓ ચિંતિત છે. જ્યારે કોઈ ભૂકંપ આવે છે, તો તે ચિંતા કેટલાક સમય માટે ઓછી થઈ જાય છે, પરંતુ વીતેલા સમયની સાથે વધવા લાગે છે. આ જોખમને ટાળવા માટે આ રિંગના ક્ષેત્રમાં રહેતા લોકોએ સાવચેત રહેવું જોઈએ. તેમણે ભૂકંપ પ્રતિરોધી ટેકનિકોથી પોતાનું ઘર બનાવવું જોઈએ. દેશોએ પણ સુનામી જેવા જોખમોના પડકારને પહોંચી વળવા માટેના ઉપાય હાથવગા રાખવા જોઈએ.

આ રિંગમાં આટલા બધા જ્વાળામુખી કેમ છે ?

નક્કર અને દ્રવિત પથ્થરોની વચ્ચે ટેક્ટોનિક પ્લેટ્સમાં હિલચાલ થતી રહે છે. ટેક્ટોનિક પ્લેટ્સના વિસ્તારને અર્થ મેટલ ( પૃથ્વીનો પોપડો ) કહે છે. તે પૃથ્વીની અંદર રહેલા ગરમ પ્રવાહી ગર્ભ અને ઉપરની સપાટી ક્રસ્ટની વચ્ચે હોય છે. તેની જાડાઈ લગભગ ૨,૯૦૦ કિલોમીટર છે. આ વિસ્તારમાં બનેલા મોટા ભાગના જ્વાળામુખી ટેક્ટોનિક પ્લેટ્સની હિલચાલને કારણે જ બનેલા છે. એ વિસ્તારમાં ટેક્ટોનિક પ્લેટ્સમાં સૌથી વધુ હિલચાલ રહે છે, જેને કારણે અહીં વધુ જ્વાળામુખી બનેલા છે. ટેક્ટોનિક પ્લેટ્સની હિલચાલ નિમ્નસ્ખલન અને અપરસ્ખલન, એમ બંને પ્રકારની હોય છે.

શું હોય છે નિમ્નસ્ખલન ?

નિમ્નસ્ખલનમાં એક ટેક્ટોનિક પ્લેટ બીજી ટેક્ટોનિક પ્લેટની નીચે ઘૂસી જાય છે. આ હિલચાલને કારણે પૃથ્વીમાં અંદજ રહેલા કનિજ પીગળે છે અને તે પીગળીને મેગ્મા બનાવે છે, જેમાંથી સમય જતાં જ્વાળામુખી બને છે. જ્યારે એક ઉપરની એક ઠંડી પ્લેટ નીચેની એક ગરમ પ્લેટની નીટે ઘૂસે છે, તો તે ગરમ થઈને પીગળી જાય છે, તે મેગ્મા બની જાય છે. આ મેગ્મા સપાટી પર આવવાનો પ્રયાસ કરે છે, જેનાથી સપાટી પર જ્વાળામુખી બની જાય છે. જો ઉપરની સપાટી પર સમુદ્ર હોય છે, તો એ મેગ્મામાંથી કેટલાય જ્વાળામુખી દ્વીપ બની જાય છે. મારિયાના દ્વીપ તેનું ઉદાહરણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રિંગ ઓફ ફાયર : જ્વાળામુખી ધરાવતો વિસ્તાર ભૂકંપનું કેન્દ્ર appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/ring-of-fire-volcano-the/
via Best Gujarati News

0 Comments