શું તમે પણ વાળમાં લગાવો છો મહેંદી અને થઈ જાય છે બરછટ? આ રીત અપનાવો
પ્રશ્ન : મારી ઉંમર ૨૫ વર્ષ છે, આટલી નાની ઉંમરે જ મારા ઘણાબધાં વાળ સફેદ થઇ ગયા છે. પહેલાં સફેદ વાળ બહારની તરફ નહોતા દેખાતા, પણ હવે તો તે બહાર પણ દેખાય છે. આ વાતે મારા મિત્રો મારી ખૂબ મજાક ઉડાવે છે. હવે પરિસ્થીતી એવી છે કે હું આ રીતે મજાકનો ભોગ બનતી હોવાથી મને ક્યાંય બહાર નીકળવું પણ નથી ગમતું.
મેં બે ત્રણવાર વાળમાં મહેંદી કરી હતી, પરંતુ મારા વાળ ખૂબ જ ફ્રીઝી છે, જે મહેંદી કરવાને લીધે વધારે પડતાં જ ડ્રાય થઇ જાય છે, અને ઉતરવા લાગે છે. મારે આટલી નાની વયે હેરકલર પણ નથી કરાવરાવો. પ્લીઝ મને મારી આ સમસ્યાનું કોઇ નિવારણ બતાવશો
જવાબ : હાલના સમયે વધારે પડતો સ્ટ્રેસ, પ્રદૂષણ, જમવામાં અનિયમીતતા આ બધાંના કારણે નાની વયે જ વાળ સફેદ થઇ જવાની સમસ્યા સતાવતી હોય છે. આટલી નાની ઉંમરે કેમીકલયુક્ત હેરકલર કરવીને વધારે વાળ સફેદ કરવા કરતાં મહેંદી નાખવી વધારે યોગ્ય રહેશે. પણ તમારી સમસ્યા એ છે કે મહેંદીથી તમારા વાળ વધારે ડ્રાય થઇ જાય છે.
તો આ માટે મહેંદી કરતાં પહેલાં મહેંદીમાં શીકાકાઇ, આમળા પાઉડર, અને ચાને ઉકાળી તેનું પાણી નાખવાની સાથે એક ઇંડુ અને ચાર ચમચી તેલ પણ નાખો. ઇંડુ અને તેલ વાળને બરછટ થતાં રોકશે. એટલું જ નહી ઇંડાથી તમારા વાળ સીલ્કી અને શાઇની પણ બનશે. રેગ્યુલર દર અઠવાડીયે આ હેરપેક નાખવાથી તમારા વાળની ક્વોલીટી તો સારી થશે જ સાથે સાથે ગ્રોથ પણ વધશે અને હેરકલરની પણ જરૂર નહી પડે.
પ્રશ્ન : મારી ઉંમર ૨૬ વર્ષ છે. ઉનાળાની શરુઆત થતાં જ મારા ચહેરા ઉપર ઝીણી ઝીણી ફોલ્લી થવા લાગે છે. મારો ચહેરો પણ ચીકણો થઇ જાય છે. ફોલ્લીના કારણે હું કોઇ મેકઅપ પણ વાપરી નથી શકતી. આ સમસ્યાનો કોઇ ઉપાય બતાવશો.
જવાબ : ઉનાળાની સીઝનમાં પરસેવો વધારે થવાને કારણે ચહેરા ઉપર ધૂળ, માટી અને પ્રદૂષણની અસર થતી રહેતી હોય છે. તેથી ચહેરા ઉપર ઝીણી ઝીણી ફોલ્લીઓ થઇ જાય છે. જેને આપણે વાઇટહેડ્સ પણ કહીએ છીએ. આ ફોલ્લી ઘણીવાર ખીલનું સ્વરુપ લઇ લે છે. તેથી ઉનાળામાં ત્વચાની સફાઇ ઉપર ખાસ ધ્યાન આપવું. ચહેરાને દિવસમાં ઓછામા ઓછો ચારવાર ફેસવોશથી વોશ કરો. જેથી ચહેરા ઉપર લાગેલી ડસ્ટ નીકળી જશે અને ફોલ્લી પણ નહી થાય, તેમજ ચહેરો ચિકણો પણ નહી લાગે.
બ્યુટી ક્વેરી :- ધારિકા જનસારી
dbjansari@gmail.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શું તમે પણ વાળમાં લગાવો છો મહેંદી અને થઈ જાય છે બરછટ? આ રીત અપનાવો appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/do-you-too-in-the-hair-mehdi-and-becomes-shaggy-take-this-approach/
via Best Gujarati News
0 Comments