। મોડાસા ।

અમેરીકાની મલ્ટીનેશન કંપની પેપ્સીકોએ  સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના ૯ જેટલા ખેડૂતો સામે રૂ.૧ કરોડની નુક્સાનીનો દાવો કર્યો છે. ત્યારે ખેડૂતો સામે કરવામાં આવેલ કેસનો મુદ્દો હવે દેશભરમાં ચગ્યો છે. દેશભરના ખેડૂતો કંપની સામે રોષે ભરાયા છે અને સરકાર સમક્ષ માંગ ઉઠાવી છે કે અમેરીકન કંપની ઉપર દબાણ ઉભુ કરવામાં આવે અને ખેડૂતો ઉપર કરવામાં આવેલા ખોટા કેસ પરત ખેંચવામાં આવે ભારતીય કિસાન સંઘ,ગુજરાત રાજ્ય સીડ્સ એસો. સહિત અનેક સંસ્થાઓએ પેપ્સીકો કંપની દ્વારા ખેડૂતોને થતી હેરાનગતી અટકાવવા માટે રજુઆત કરવામાં આવી છે. બીજી તરફ કરોડો રૂપિયાના ખેડૂતો ઉપર દાવા થતાં લોકો દ્વારા પણ પેપ્સીકો કંપનીની તમામ પ્રોડક્ટસના બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે. રાષ્ટ્રીય કિસાન પરીષદે ઈસ્ટ ઈન્ડિયા કંપની જેમ કામ કરતી પેપ્સીકોની તમામ પ્રોડક્ટના બહિષ્કારની અને ગામે ગામ હોળી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

પેપ્સીકો કંપનીએ ખેડૂતો ઉપર કોર્ટમાં કેસ કરી એક-એક કરોડનો દાવો કરતાં આ મલ્ટિનેશન કંપનીની દાદાગીરી સામે દેશભરના ખેડૂતો એક થયા છે.  ગુજરાત સહિત અન્ય રાજ્યોના ખેડૂત સંગઠનો,ગુજરાત સ્ટેટ સીડ્સ પ્રોડયુસર એસો,ભારતીય કિસાન સંઘ સહિતની ખેડૂતોના હિત સાથે સંકળાયેલ સંસ્થાઓ અને સંગઠનો ખેડૂતોના પડખે આવ્યા છે. બિયારણની કોઈ પણ જાતની નોંધણી થઈ હોય તેમ છતાંય નોંધાયેલ જાતના બીજ, સમેતની ખેદ પેદાશોને બચાવી, વાવી, ફેરરોપણી, અદલ બદલ, વહેંચણી કે વેચાણ કરી શકે તેવી કાયદામાં સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં ખેડૂતો ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે. કૃષિમંત્રીને રજુઆત કરી સત્વરે કંપની સામે ગુજરાત સરકાર દબાણ ઉભુ કરી ખોટા કેસ પરત ખેચી લેવડાવે તેવી ખેડૂત આલામ સહિત સંગઠનોએ ઉગ્ર માંગ કરી છે. સંગઠનોએ દાવો કર્યો છે  કે આ ખેડૂતો ઉપર અત્યાચાર છે. ખેડૂતોએ નહી કંપનીએ ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે અને ખાનગી એજન્સી મારફતે ખેડૂતોને વધુ બજાર ભાવની લાલચ આપી માહિતી કઢાવી લીધી છે. આ મામલે સરકાર ખેડૂતોને ન્યાય અપાવે, નહીતર પેપ્સીકો કંપનીનો દેશભરના ખેડૂતો બહિષ્કાર કરશે. ગામે ગામ આ કંપનીની પ્રોડક્ટની હોળી કરવામાં આવશે.

દરમિયાન કંપનીએ ખેડૂતો સાથે કોર્ટ બહાર સમાધાનનો પ્રસ્તાવ મુકતાં ખેડૂતોએ કોર્ટ પાસે સમયની માંગણી કરી છે અને આ મામલે વધુ સુનાવણી ૧ર જૂનના રોજ રાખવામાં આવી છે.

ગુજરાત સરકાર પેપ્સીકોના મામલે ખેડૂત તરફી પક્ષકાર બનશે : Dy.CM નીતિન પટેલ

અમેરિકન બહુરાષ્ટ્રીય કંપની પેપ્સીકોએ રાજ્યના બટાટાં ઉત્પાદક ખેડૂતો ઉપર કરેલા કેસોનો મામલો વ્યાપક ફલક ઉપર વિસ્તરી રહ્યો છે અને પેપ્સીકોના વલણ સામે વિરોધ બુલંદ થઈ રહ્યો છે, ત્યારે હવે રાજ્ય સરકારે પણ ખેડૂત તરફી વલણ અપનાવવાનું નક્કી કર્યું છે. રાજ્યસરકારનું વલણ સ્પષ્ટ કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શનિવારે જાહેર કર્યું હતું કે, પેપ્સીકો અને બટાટાં ઉત્પાદકો વચ્ચેની કાનૂની લડાઈમાં રાજ્ય સરકારે ખેડૂતોનો પક્ષ લેવાનું અને તેમને બનતી મદદ કરવાનું નક્કી કર્યું છે અને કોર્ટમાં જરૂર પડયે ગુજરાત સરકાર પક્ષકાર પણ બનશે.

સરકાર આંખ મિચામણાં ના કરી શકે : અહેમદ પટેલ

પેપ્સીકોના મામલે હવે રાજકારણ ગરમાયું છે અને રાજકારણીઓ પણ આ વિવાદમાં કૂદી રહ્યાં છે. કોંગી નેતા એહમદ પટેલે રાજ્યના બટાટાંના ખેડૂતો ઉપર કેસો કરવાની પેપ્સીકોની નીતિ વખોડી જણાવ્યું છે કે, ખેડૂતોને ખોટી રીતે કોર્ટમાં ઢસડી જવાનો પેપ્સીકોનો નિર્ણય શર્મનાક છે. આ પણ પીપીવીએફઆર એક્ટનો ભંગ જ છે. રાજ્ય સરકાર આ મામલે આંખો બંધ રાખી શકે નહીં, આપણા ખેડૂતોએ શું પકવવું જોઈએ અને શું ના પકવવું જોઈએ તે કોર્પારેટ ક્ષેત્ર ખેડૂતો ઉપર લાદી શકે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઈસ્ટ ઈન્ડિયાની જેમ કાર્ય કરતી પેપ્સીકોની તમામ પ્રોડક્ટોનો બહિષ્કાર કરાશે : ખેડૂતો appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/like-east-india/
via Best Gujarati News

0 Comments