। જૂનાગઢ ।

કેશોદના તુવરકાંડને ત્રણ દિવસ થયા છતાં હજુ તંત્ર અને પોલીસ નિદ્રાધીન સ્થિતિમાં જ હોય તેમ કોઈ ઠોસ કામગીરી કરી બતાવવામાં નિષ્ફ્ળ રહી છે, ત્યારે જાગૃત ખેડૂતનાં કારણે આજે મોટી સફ્ળતા હાથ લાગી છે. તુવેરકાંડના આરોપી ભરત વઘાસિયાની વાડીમાંથી ૭૫૦ જેથ્લી તુવેરનો શંકાસ્પદ જથ્થો મળી આવતા પુરવઠા અને પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા. હાલ આ જથ્થો ગુન્હાના કામે સીઝ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

કેશોદના ખેડૂત ધીરુભાઈ આજે બપોરે અહીંથી પસાર થી રહ્યા હતા, ત્યારે તેમને રસ્તામાં તુવેરની બોરી ઉપર મારવામાં આવતા ટેગના સ્ટીકરો મળી આવ્યા હતા. તે સ્ટીકરો ઉપર તુવેરકાંડ થયું તે તારીખો મારવામાં આવી હતી. જેથી તેમણે તુરંત કેશોદ ખેડૂત હિત રક્ષક સમિતિને જાણ કરતા તેના આગેવાન સહિતના લોકોએ મીડીયાને સાથે રાખીને ખેડૂતે બતાવેલ સ્થળે જનતા રેડ કરી હતી.

તો જણાવા મળ્યું કે આ વાડી તુવેરકાંડના આરોપી ભરત વઘાસિયાની હોવાનું અને અહી પ્લાસ્ટિક નીચે સંતાડેલી ૭૫૦ જેટલી તુવેર ભરેલી બોરીઓ મળી આવી હતી. તુરંત ખેડૂતોએ પુરવઠા વિભાગ અને પોલીસને જન કરતા અધિકારીઓ અને ડીવાયએસપી પહોચ્યા હતા. સ્થળ ઉપરથી મળેલી બોરીઓ ઉપર મધ્યપ્રદેશના સીમ્લોલ જોવા મળ્યા હતા. જેમાં તુવેરનો જથ્થો હતો. આશરે ૩૭૫૦૦ કિલો તુવેરનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો. તુવેરની સાથે રીજેક્ટ થયેલ તુવેરની બોરીઓ ઉપર લગાવેલા ટેગના અનેક સ્ટીકરો પણ વાડીમાંથી મળી આવ્યા છે.

પોલીસે જણાવ્યું કે હાલમાં સીઝ કરવામાં આવેલ તુવેરનો જથ્થો પ્રાથમિક દૃષ્ટીએ કેશોદ ગુનાના કામનો હોવાનું જણાઈ આવે છે, જેથી તેની તપાસ કરવામાં આવશે. તો બીજી તરફ તુવેરકાંડનો જે આરોપી છે, ભરત વઘાસીયા તેની વાડી મેંદરડાના દાત્રાણાથી આગળ રામપરા પાસે આવી હોવાનું અને અહીંથી આજથ્થો મળ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કેશોદ તુવેરકાંડના આરોપીની વાડીમાંથી ૭૫૦ ગૂણી તુવેરનો શંકાસ્પદ જથ્થો મળ્યો appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/keshod-tewarkhand-accused/
via Best Gujarati News

0 Comments