૨૦૦ અમેરિકી કંપનીઓ ચીનને બદલે ભારતને ઉત્પાદન કેન્દ્ર બનાવવા તત્પર
। વોશિંગ્ટન ।
અમેરિકાની લગભગ ૨૦૦ જેટલી કંપનીઓ સામાન્ય ચૂંટણી પછી ચીનમાં આવેલા પોતાના ઉત્પાદક કેન્દ્રોને ભારત લાવવા ઇચ્છે છે. આ કંપનીઓ ભારતમાં ચૂંટણી પુરી થાય તેની પ્રતિક્ષા કરી રહી છે. ભારત – અમેરિકા સંબંધોની પેરવી કરતા રહેલા સ્વૈચ્છિક સંગઠન અમેરિકા – ભારત વ્યૂહાત્મક અને ભાગીદારી મંચએ આ વાતના સંકેત આપ્યા છે. મંચનું કહેવું છે કે ચીનનો વિકલ્પ શોધી રહેલી અમેરિકી કંપનીઓ માટે ભારતમાં સારા વિકલ્પ ઉપલબ્ધ છે.
મંચના અધ્યક્ષ મુકેશ અધીએ જણાવ્યું હતું કે અનેક કંપનીઓ તેમની સાથે આ વિષયે વાતચીત કરી રહી છે. તેઓ પુછી રહ્યા છે કે ભારતમાં રોકાણ કરીને ચીનનો વિકલ્પ કઇ રીતે ઊભો કરી શકાય તેમ છે. મુકેશ અધીએ કહ્યું હતું કે તેમનો મંચ નવી સરકારને સુધારા પ્રક્રિયાને વેગ આપવા અને નિર્ણયો લેવાની પ્ર્રક્રિયામાં પારદર્શકતા લાવવા સુચવશે. ઇ- કોમર્સ અને ડેટાના સ્થાનિક સ્ટોરેજ સહિતના મુદ્દા વિષે અમેરિકી કંપનીઓ હજી મૂઝવણમાં છે.સરકારે વીતેલા ૧૨ થી ૧૮ મહિનામાં ઇ-કોમર્સ અને ડેટા લોકલાઇઝેશન જેવા મુદ્દે જે નિર્ણય લીધા છે તેને અમેરિકી કંપનીઓ ગ્લોબલ નિર્ણય નહીં પરંતુ સ્થાનિક દૃષ્ટિકોણ સાથે લેવાયોલો નિર્ણય માની રહી છે.
નવી સરકાર સુધાર પ્રક્રિયાને વેગ આપે તેવું સૂચન
દેશમાં રોકાણકારોને આકર્ષવા નવી સરકારે શું કરવું જોઇએ તે મુજબ પૂછવામાં આવતાં અધીએ જણાવ્યું હતું કે નવી સરકારે સુધારા પ્રક્રિયાને વેગીલી બનાવવી જોઇએ. નિર્ણયો લેવાની પ્રક્રિયામાં પારદર્શકતા લાવવી જોઇએ.
રોજગારીની તક વધશે
અધીએ કહ્યું કે નવી સરકારે સમજવું પડશે કે અમેરિકી કંપનીઓને કઇ રીતે આકર્ષી શકાય. અમેરિકી કંપનીઓને આકર્ષવા જમીનથી માંડીને કસ્ટમ સુધીના મુદ્દા પર ધ્યાન આપવું પડશે. હજી વધુ સુધારાની જરૂર છે. અમેરિકી કંપનીઓ ભારતમાં આવતાં રોજગારી પણ વધશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ૨૦૦ અમેરિકી કંપનીઓ ચીનને બદલે ભારતને ઉત્પાદન કેન્દ્ર બનાવવા તત્પર appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/200-us-companies-china/
via Best Gujarati News
0 Comments