પાકિસ્તાનને વધુ એક આંચકો આપવાની તૈયારીમાં અમેરિકા, આપી ખુલ્લી ધમકી
અમેરિકાએ પાકિસ્તાનને વધુ એક ઝાટકો આપ્યો છે. પાકિસ્તાને અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવેલા અને વિઝાની મર્યાદા સમાપ્ત થઈ ગયા બાદ પણ ત્યાં રહેતા નાગરિકોને સ્વિકાર કરવાનો ઈનકાર કરી દીધા બાદ અમેરિકાએ પણ પ્રતિબંધની કાર્યવાહી કરી છે. અમેરિકાએ ચેતવણી આપી છે કે તે પાકિસ્તાનીઓને વીઝા આપવા પર પ્રતિબંધ લગાવી શકે છે અને તેની શરૂઆત પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓથી થઈ શકે છે.
અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં દૂતાવાસ સંબંધિત કામકાજમાં હાલ કોઈ જ ફેરફાર નથી કરવામાં આવ્યાૢ પરંતુ સંઘીય રજિસ્ટર અધિસૂધનામાં ઉલ્લેખિત પ્રતિબંધના પરિણામસ્વરૂપે અમેરિકા પાકિસ્તાની નાગરિકોને વીઝા આપતા રોકી શકે છેૢ જેની શરૂઆત તેના ઉચ્ચ અધિકારીઓથી કરવામાં આવી શકે છે.
પ્રતિબંધ ધરાવતા દેશોની યાદીમાં પાકિસ્તાન
પાકિસ્તાન એ 10 દેશોની યાદીમાં નવા દેશ તરીકે સામેલ થયો છેૢ જેના પર અમેરિકી કાયદા અંતર્ગત પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા હોય. પ્રતિબંધ અનુંસાર જે દેશ નિર્વાચીત કરવામાં આવેલા અને વીઝા મર્યાદા સમાપ્ત થયા બાદ પણ રહી રહેલા પોતાના નાગરિકોને પરત સ્વિકારવાનો ઈનકાર કરેૢ તે દેશોના નાગરિકોને અમેરિકી વિઝા નહીં આપવામાં આવે.જોકે વિદેશ વિભાગે પાકિસ્તાન પર આ પ્રતિબંધોની અસર ઓછી થાય તેવા પ્રયાસ કર્યા છે. વિદેશ વિભાગના એક પ્રવક્તાને જ્યારે સંઘીય સજિસ્ટરની અધિસૂચના વિષે પુછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કેૢ પાકિસ્તાનમાં દૂતાવાસ સંબંધીત કામકાજમાં કોઈ જ ફેરફરા નહીં થાય. પ્રવક્તાએ જણાવ્યું હ્તું કેૢ આ અમેરિકા અને પાકિસ્તાનની સરકાર વચ્ચે ચાલી રહેલો દ્વિપક્ષીય મુદ્દો છે અને અમે હાલ આ મુદ્દા પર ઝીણવટભરી નજર રાખી રહ્યાં છીએ.
પાકિસ્તાન માટે ઉભી થઈ શકે છે મુશ્કેલીઓ
અમેરિકામાં પાકિસ્તાનના પૂર્વ રાજદૂત હુસૈન હક્કાનીએ સ્વિકાર્યું છે કેૢ પાકિસ્તાન માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. હક્કાનીએ કહ્યું હતું કેૢ આ પગલાથી પાકિસ્તાનીઓની મુશ્કેલીઓ વધશે. તેઓ અમેરિકા જઈ શકશે નહીં. આ વિવાદથી બચી શકાયું હોત જો પાકિસ્તાની અધિકારીઓએ પ્રત્યાર્પનની કાયદાકીય અનિવાર્યતાઓના સંબંધમાં અમેરિકાના અનુરોધોને નજરઅંદાજ ના કર્યા હોત. તેમણે જણાવ્યું હતું કેૢ અમેરિકાથી પ્રત્યાર્પિત કરવામાં આવેલા પોતાના નાગરિકોને સ્વિકારવાનો પાકિસ્તાન દ્વારા ઈનકાર કરવો એ કોઈ નવી બાબત નથી.
ટ્રમ્પ આકરા પાણીએ
છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન નિયમિત અંતરાલે આવા નિર્વાસિત લોકોને સ્વિકાર કરતુ રહ્યું છે. સત્તામાં આવ્યા બાદ જ ટ્રમ્પે જ કહ્યું હતું કેૢ તેઓ આ કાયદાનો કડક રીતે લાગુ કરશે. વર્ષ 2017 પહેલા કલમ 243(ડી)નો ઉપયોગ બે વાર કરવામાં આવ્યો હતો. જ્યારે ટ્રમ્પ સરકારે પાકિસ્તાન સહિત અનેક દેશો વિરૂદ્ધ અસરકારક રીતે આ કાયદાનો ઉપયોગ કરતી આવી છે.
આમ આર્થિક સહાય બંધ કર્યા બાદ અમેરિકા પાકિસ્તાની નાગરિકોને વિઝા આપવા પર પણ પ્રતિબંધ લગાવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પાકિસ્તાનને વધુ એક આંચકો આપવાની તૈયારીમાં અમેરિકા, આપી ખુલ્લી ધમકી appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/us-imposes-sanction-on-pakistan-may-deny-visas-to-pakistanis/
via Best Gujarati News
0 Comments