બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ (BRI)ની વેબસાઇટ પરથી એ નકશાને હટાવી દીધો છે, જેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) અને અરૂણાચલ પ્રદેશને ભારતનો હિસ્સો દેખાડ્યો હતો. શુક્રવારના રોજ ચીને BRIની બીજી સમિટમાં ચીને પોતાના એક નકશામાં આખા જમ્મુ અને કાશ્મીર અને અરૂણાચલ પ્રદેશને ભારતનો હિસ્સો દેખાડ્યો હતો.

ચીનના આ પગલાં પર બધા સ્તબ્ધ થઇ ગયા હતા. પરંતુ ઠીક એક દિવસ બાદ જ ચીન પલટી ગયું. આની પેહલાં બેઇજિંગમાં BRIની બીજી સમિટમાં ચીને પોતાના એક નકશામાં આખા જમ્મુ અને કાશ્મીર અને અરૂણાચલપ્રદેશને ભારતનો હિસ્સો ગણાવ્યો હતો. BRI ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગનો સૌથી પસંદગીનો પ્રોજેકટ છે. આ પ્રોજેકટનો હેતુ દુનિયાભરમાં ચીનના રોકાણથી ટોચના પ્રોજેકટનો વિકાસ કરવાનો અને ચીનનું પ્રભુત્વ વધારવાનો છે.

ભારતે કર્યો બહિષ્કાર

બેઇજિંગમાં ત્રણ દિવસ સુધી ચાલનાર BRIની બીજી સમિટનો ભારતે બહિષ્કાર કર્યો છે. આની પહેલાં 2017ની સમિટમાં પણ ભારત સામેલ થયું નહોતું. આ સમિટમાં 37 દેશ સામેલ રહ્યા છે. ચીનના બીઆરઆઈનો ભારત એટલા માટે વિરોધ કરી રહ્યું છે કારણ કે ચીન-પાકિસ્તાન આર્થિક ગલિયારા પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર (PoK)માંથી પસાર થયું છે. ભારત તેને પોતાની સંપ્રભુતાનું ઉલ્લંઘન ગણાવે છે. ભારતનું કહેવું છે કે પીઓકે ભારતનો હિસ્સો છે અને તેના પર પાકિસ્તાને ગેરકાયદે કબ્જો કરી રાખ્યો છે. એવામાં ભારતની મંજૂરી વગર ચીન પીઓકેમાંથી આર્થિક કોરિડોર બનાવી શકે નહીં.

સામાન્ય રીતે અરૂણાચલ પ્રદેશ પર પોતાનો હક જમાવનાર ચીન BRIની બીજી સમિટમાં એક નકશો દેખાડતા તેને આખા જમ્મુ અને કાશ્મીર અને અરૂણાચલ પ્રદેશને ભારતનો હિસ્સો દેખાડ્યો હતો. આ નકશામાં ભારતને પણ BRIનો હિસ્સો દેખાડ્યો. આ નકશો ચીનની કોમર્સ મિનિસ્ટ્રી એ રજૂ કર્યો હતો. આખા જમ્મુ અને કાશ્મીર અને અરૂણાચલ પ્રદેશને ભારતમાં સામેલ કરવાનું ચીનનું આ પગલું હેરાન કરનાર હતું, કારણ કે તાજેતરમાં જ ચીને આવા હજારો નકશા નષ્ટ કર્યા હતા જેમાં અરૂણાચલ પ્રદેશને ભારતના રાજ્ય તરીકે દેખાડી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે ગયા વર્ષે નવેમ્બરમાં ચીનની સરકારી ચેનલ CGTN એ પાકિસ્તાનના નકશામાંથી પાકિસ્તાન સત્તાવાર કાશ્મીરને અલગ દેખાડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ચીનની અવળચંડાઇ, 24 કલાકમાં અરૂણાચલ પ્રદેશ PoKને દર્શાવતો ભારતનો નકશો હટાવી દીધો appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/china-removes-map-showing-all-of-jammu-kashmir-arunachal-as-part-of-india/
via Best Gujarati News

0 Comments