કદરદાન બનવું શા માટે જરૂરી છે?
ખુલ્લી વાત : અમિતા મહેતા
સંબંધોની દુનિયા અનેક આંટી-ઘૂંટીથી વણાયેલી છે અને આ આંટીઘૂંટી ખોલવા માટે લાગણીનાં અલગ-અલગ ઉપાયો પૈકીનો એક ઉપાય છે, સંબંધોની અને વ્યક્તિની કદર… કોઇની કદર કરવી એટલે એમનો સ્વીકાર કરવો. અને જ્યાં સ્વીકાર હોય છે ત્યાં બીજા પ્રશ્નો ગૌણ બને છે. અને બીજું એ કે, એપ્રિશિએશન તમે શું છો? તમારી અંદર શું છે? અને તમે એ ક્ષણે કેવા છો એ વ્યક્ત કરે છે. સંબંધોમાં સતત ફ્રિયાદ કરતાં અને સામી વ્યક્તિને ટેઇકન ફેર ગ્રાન્ટેડ લેતાં લોકોએ સમજવું પડશે કે A Person’s gretatest emotional need is to feel appreciated.
એક ૨૨ વર્ષનો છોકરો ઘરમાં ગમે ત્યારે આવે છે. રાત્રે દસ વાગ્યા સુધી એની મમ્મી જમવા માટે રાહ જોઇને બેઠી હોય છે અને ભાઇ સાહેબ આવીને કહેશે કે હું બહાર ખાઇને આવ્યો છું. બર્થ-ડેને દિવસે મમ્મી વોચ ગિફ્ટમાં લાવે છે. સાદી વોચ જોઇને દીકરો ભડકે છે કે મમ્મી તને કંઇ ખબર પડતી નથી. તો શા માટે લઇ આવે છે? આ હું નહીં પહેરું કોઇને આપી દેજે. થોડી નાદાની અને થોડી બેપરવાહીથી બોલાયેલા દીકરાનાં શબ્દો મમ્મીનું દિલ તોડી નાંખે છે.
બહાર જમીને આવેલો દીકરો મમ્મીને કહી શકતો હોત કે… સોરી, મમ્મી આજે બહાર ખાઇને આવ્યો છું. તારી રસોઇની મહેનત માથે પડી નેક્સ્ટ ટાઇમ હું તને ફેન કરી દઇશ. જ્યારે વિનમ્રતાથી આ શબ્દો બોલાય છે ત્યારે મમ્મીને થશે કે દીકરાને મારી લાગણીની કદર છે.
એક પતિ પત્નીના હાથમાં પૂરો પગાર આપે છે. ક્યારેય હિસાબ નથી પૂછતો. ખર્ચને પહોંચી વળવા માટે ઓવરટાઇમ કરે છે. પરિવારમાં દરેક સભ્યો ખુશ રહે એ માટે પોતાનો અંગત સમય-શોખ અને આરામ બધું જ કુરબાન કરે છે ત્યારે પત્ની કહે કે… તમે અમારા માટે કેટલું સેક્રિફઇસ કરો છો. યુ આર ધી બેસ્ટ… આવા શબ્દો સાંભળીને પતિને જે સંતુષ્ઠી અને આનંદ મળે છે એનું કોઇ મૂલ્ય નથી.
સંબંધોમાં જ્યારે કદરની લાગણી ભળે છે ત્યારે સંબંધો વધારે મજબૂત અને ગહન બને છે. માન-અપમાન અને અહમ્ની લાગણી આપોઆપ ઓગળી જાય. ૨૦૧૨માં પર્સનાલિટી અને ઇન્ડિવ્યૂઝએલ ડિફ્રન્સીસ અંગે એક સ્ટડી થયો હતો. એમાં નોંધાયું હતું કે જે લોકોની અંદર એમનાં સંબંધો તથા આજુબાજુની વ્યક્તિ માટે કદરની કે આભારની ભાવના છે. એમનું હેલ્થ અન્ય લોકો કરતાં સારું રહે છે. તેમનામાં ઇર્ષ્યા-અહમ્, ઉપેક્ષા અને અપમાન જેવા નેગેટિવ ઇમોશન્સ નહીં હોવાથી એમનું માનસિક સ્વાસ્થ્ય પણ મજબૂત રહે છે. એ આવેશ- આક્રોશ અને ગુસ્સાને ઘટાડે છે. જો વ્યક્તિ રાતનાં સૂતી વખતે પણ આંખ બંધ કરીને એમની સાથે જોડાયેલાં લોકો માટે કૃતજ્ઞાતાની લાગણી વ્યક્ત કરે તો એને સારી ઊંઘ આવે છે. એનાથી સેલ્ફ્ એસ્ટીમ પણ વધે છે.
- જ્યારે કોઇ વ્યક્તિ એમની સાથે જોડાયેલી કોઇપણ વ્યક્તિની કદર કરે છે ત્યારે તે વ્યક્તિ સંબંધો માટે વધારે કમિટેડ બને છે અને લાંબાગાળાનાં સંબંધો ઇચ્છે છે.
- જ્યારે આપણે કોઇ વ્યક્તિ માટે બે સારા શબ્દો બોલીએ છીએ ત્યારે એમનામાં હકારાત્મકતાનો સંચાર થાય છે. આ હકારાત્મકતાની સારી અસર અન્ય સંબંધો પર જ નહીં, પરંતુ એના કામ પર પણ પડે છે.
- એપ્રિસિએશન એ તમારી પાર્ટનર માટેની કન્સર્ન બતાવે છે. વ્યક્તિ ત્યારે જ કોઇના માટે આભાર-આદર અને સ્વીકારની લાગણી વ્યક્ત કરી શકે જ્યારે એને સામી વ્યક્તિમાં ઊંડો રસ હોય, એની કેર હોય.
- તમે જ્યારે કોઇનાં માટે બે સારા શબ્દો કહો છો ત્યારે એ લોકોનાં ગુડલિસ્ટમાં તમારો સમાવેશ થાય છે. તમે એમનાં ચહિતા બની શકો છો.
- કદર તમને સારી વ્યક્તિ બનાવે છે કારણકે બીજાનો સ્વીકાર કરવા માટે વ્યક્તિએ આશાવાદી, નિઃસ્વાર્થી, આત્મવિશ્વાસુ અને વધારે સરળ બનવું પડે છે. આ ગુણો ન હોય તો તમે અન્યને સ્વીકારી ન શકો.
- આજે દરેક માણસ સ્વકેન્દ્રિત છે એ બીજા માટે ભાગ્યે જ વિચારે છે. વ્યક્તિ જ્યારે બીજાનું સારું જોવાની સ્થિતિમાં હોય છે ત્યારે પોતાનાં વિશે નથી વિચારતો.
- માનવામાં નહીં આવે પરંતુ રિસર્ચ કહે છે કે કદરની લાગણી તમારું એનર્જી લેવલ વધારે છે. જ્યારે પત્ની કે બાળકો માટે બે સારા શબ્દો નીકળે છે. ત્યારે અંદરથી જે ખુશી મળે છે એનું એનર્જીમાં રૂપાંતર થાય છે. મન હળવું બને છે અને જ્યારે મન હળવું હોય ત્યારે સંબંધો પણ હળવા રહે છે. સ્ટ્રેસ દૂર થાય છે.
- સો કોઇપણ સંબંધમાં એપ્રિએશનનું અત્તર નાંખીશું તો એ સંબંધ સુગંધી બનશે.
ardh@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કદરદાન બનવું શા માટે જરૂરી છે? appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/grateful-being-why-to-need/
via Best Gujarati News
0 Comments