યૌવનની સમસ્યા : સોક્રેટિસ

સોક્રેટિસ સર,

મને તમારી યૌવનની સમસ્યા કોલમ બહુ જ વાંચવી ગમે છે. હું તો સ્કૂલમાં હતી ત્યારથી એ વાંચું છું. એમાં કેટલીક એવી સમસ્યાઓ જાણવા મળે છે કે જે અંગે આપણે બીજા કોઈને પૂછી ના શકીએ. અને પૂછીએ તો તેઓ પાસે એનો કોઈ જવાબ જ ન હોય. મને મારી સાથે કોલેજમાં ભણતા વિશ્વાસ સાથે ફ્રેન્ડશિપ છે. અમે સાથે ખૂબ જ ફર્યા છીએ. હવે એ એક કંપનીમાં સવર્સિ કરે છે અને હું પણ સવર્સિ કરું છું. અમારી કંપનીમાં મારી સાથે કામ કરતા મનીષ નામના યુવક પ્રત્યે મને ફિલિંગ્સ થાય છે. એ મને લવ કરતો હોય એવું મને લાગે છે. પરંતુ થોડા દિવસ અગાઉ મને વિશ્વાસે મેસેજ કરીને મળવા બોલાવતા હું ગઈ તો એણે મને પ્રપોઝ કર્યું… મેં એનો સ્વીકાર કરી લીધો, પણ પછી એક દિવસ મનીષે ઓફિસમાં જ એકાંતમાં મને હગ કરી કિસ કરી લીધી. હું એનો પ્રતિકાર ન કરી શકી. જોકે એણે મને પ્રપોઝ નથી કર્યું. વિશ્વાસે હજી સુધી મને હગ કે કિસ કે એવું કંઈ જ નથી કર્યું. મનીષ પણ મને ગમવા લાગ્યો છે. મને સમજ નથી પડતી કે શું કરવું? હું મનીષને પરણું કે વિશ્વાસને ? તમને મને યોગ્ય માર્ગદર્શન આપો એવી વિનંતી.

વૈશાલી (નામ બદલ્યું છે)

તારો ઈ-મેઈલ ખૂબ જ સ્પષ્ટ છે, પણ તેમાં વર્ણવાયેલી સમસ્યા અટપટી અવશ્ય છે અને એનું કારણ તારું મન છે ! તું કોલેજમાં સાથે ભણતા વિશ્વાસ સાથે ફ્રેન્ડશિપ કરીને ખૂબ ફરી. પછી બંનેએ અલગ-અલગ કંપનીમાં જોબ કરવા માંડયો છે હવે તમે મેરેજ કરવા માટે વિચારો એ સહજ છે. તમે તે માટે બધી રીતે લાયક છો. હવે અહીં સવાલ એક ફૂલ દો માલી જેવો છે. તને તારી સાથે સવર્સિ કરતો મનીષ પણ ગમી ગયો છે. આશ્ચર્યની વાત તો એ છે કે વિશ્વાસ તને બોલાવીને તને પ્રપોઝ કર્યો અને તં એને સહર્ષ સ્વીકારી લીધો. પરંતુ ત્યારબાદ મનીષે એકાંતમાં તને હગ કરીને કિસ પણ કરી લીધી અને તે કોઈ જ પ્રતિકાર ના કર્યો. તારા જ શબ્દોમાં કહીએ તો એ તને ખૂબ ગમ્યું. એ જો વધુ આગળ વધ્યો હોત તો ય તું એનો પ્રતિકાર કરવાને બદલે તેને સ્વીકારી લેત એવું લાગે છે! આ તારી માનસિક હાલત દર્શાવે છે. તું આમ તો ચંચળ ન હતી. કારણકે આટલો લાંબો સમય સાથે ફરવા છતાં તેં તારા પ્રથમ ફ્રેન્ડ વિશ્વાસ સાથે કોઈ છૂટ લીધી નથી. એણે તને ક્યારેય શારીરિક સ્પર્શ કર્યો હોય, તને હગ કર્યું હોય, કિસ કરી હોય એવું તે જણાવ્યું નથી.  એણે તને લવ જ કર્યો છે. જ્યારે મનીષ તારા શરીર સુધી પહોંચી ગયો છે. એ તને ગમે છે એની પાછળનું કારણ તારા મનોપ્રદેશમાં પુરુષ સ્પર્શની રહેલી ઈચ્છા હોય શકે. જે વિશ્વાસે પૂરી નથી કરી. તને તારી યુવાની આવું વિચારવા અને ગમવા પ્રેરે એ સ્વાભાવિક છે. તે મનીષ સાથેના હગ અને કિસ અંગે કોઈ જ ગિલ્ટ ફીલ નથી કરી. તને એ ગમ્યું છે! અને એ જ તારા માટે સમસ્યારૂપ છે. તારા માટે આ સારી બાબત નથી. તું વિશ્વાસ સાથે લાંબા સમયથી ફ્રેન્ડશિપ રાખી રહી છે અને હવે તો તે લવમાં પણ પરિણમી છે એટલે કે તે એને સ્વીકારી લીધો જ છે. પરંતુ ત્યારબાદ બીજા પુરુષ તરફ આકર્ષાવું અને હગ, કિસ સુધી જવું એ જરાય યોગ્ય નથી. એ પ્રેમનો અપરાધ છે. આમ જોતાં તો એવું લાગે છે કે તને વિશ્વાસ કરતાં મનીષ વધુ ગમે છે. જો એવું જ હતું તો વિશ્વાસની પ્રપોઝલ કેમ સ્વીકારી? એનો જવાબ એવો હોય કે મનીષે ત્યારપછી હગ-કિસ કર્યા! તો એ ય ખોટો બચાવ છે. કારણકે એ પહેલાથી જ તને મનીષ ગમવા માંડયો જ હતો. પરંતુ વિશ્વાસ જૂનો ફ્રેન્ડ હોવાથી તે એની પ્રપોઝલ સ્વીકારી લીધી છે. હવે શું? એ પ્રશ્નનો સરળ જવાબ એ જ હોય શકે કે તારે મનીષને આગળ વધતા રોકવો જોઈએ અને તારે પોતે પણ મક્કમ બનવું જોઈએ. તું એનો પ્રતિકાર કરી શકી હોત.. પરંતુ તે તને ગમ્યું હોવાથી તે પ્રતિકાર નથી કર્યો. આમાં સૌથી મહત્ત્વની બાબત છે પુરુષના શરીર સ્પર્શ વગેરેની! જેણે તને લોભાવી છે એટલે તું વિશ્વાસ સાથે વધુ ક્લોઝ આવી. એ ખરેખર સારો ચારિત્ર્યવાન યુવાન લાગે છે એમાં એ આગળ ના વધે તો તું આગળ વધ અને ઝડપથી લગ્ન કરી લો. બધી સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવી જશે.

મનીષ હકીકતમાં તને નહીં પણ તારા શરીરને પ્રેમ કરતો હોય એવું લાગે છે. એ જે ઝડપથી તને હગ અને કિસ કરવા સુધી આગળ વધી ગયો છે તે એ બાબત દર્શાવે છે. એટલે તું ચેતજે.. તે પ્રતિકાર કર્યો ન હતો એટલે હવે એ વધુ આગળ વધવા પ્રયાસ કરશે. ત્યારે તું એને સ્પષ્ટ કહી દે જે કે તારી ઈજ્જત કરતી હોવાથી ત્યારે કશું કહ્યું ન હતું. પરંતુ હવે આગળ વધવાની ક્યારેય કોશિશ ના કરતો. બીજું એ કે તેની સાથે વ્યવહાર જ ઓછો કરી નાંખજે. કારણકે હસવા-બોલવાનો વ્યવહાર ચાલુ રહેશે તો તું ય પાછી ગમે ત્યારે ફસકી પડીશ..

ardh@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કોલેજના ફ્રેન્ડે મારી લવ પ્રપોઝલ સ્વીકારી, પણ કલીગે હગ કરીને કિસ કરી તે પણ ગમે છે! કોને પસંદ કરું?   appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/college-friend-marie-love/
via Best Gujarati News

0 Comments