અમેરિકા દ્વારા લદાનારા તમામ તેલ પ્રતિબંધને પડકારવામાં આવશે : ઈરાન
। તહેરાન ।
ઇરાન પાસેથી તેલ ખરીદનારા ભારત સહિતના તમામ દેશોને હવે અમેરિકી પ્રતિબંધમાંથી માફીનો લાભ નહીં મળવાની અમેરિકા જાહેરાત કરી ચુક્યું છે. ૧લી મેથી આ નિર્ણયનો અમલ થશે તે મુજબની અમેરિકા જાહેરાત પણ કરી ચુક્યું છે. તેવામાં ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખોમેનીએ બુધવારે જણાવ્યું હતું કે અમેરિકાએ આ શત્રુપુર્ણ પગલું લીધું છે અને આવા તમામ શત્રુતાપુર્ણ પગલાંનો જવાબ આપવામાં આવશે. ટ્વિટરની સત્તાવાર ભાષા અંગ્રેજીમાં ટ્વિટ કરતાં તેમણે જણાવ્યું હતું કે ઇરાન દ્વારા થતાં તેલ વેચાણનો બહિષ્કાર થાય તે દિશામાં અમેરિકા પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ ઇરાન પોતે ઇચ્છશે તેટલા તેલની નિકાસ કરવાનું ચાલુ રાખશે.
અમેરિકાએ સોમવારે જાહેર કર્યું હતું કે ઇરાનના તેલના ગ્રાહકોને હવે તે પ્રતિબંધોમાં રાહત નહીં આપે. અને ભારત, ચીન કે તુર્કસ્તાન ઇરાન પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે તો તે દેશો પર પણ પ્રતિબંધ લાગુ કરવામાં આવશે.મે ૨૦૧૮ના રોજ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વર્ષ ૨૦૧૫માં સધાયેલી ઇરાન પરમાણુ સંધિમાંથી બહાર આવી ગયા હતા. આ સમજૂતી હેઠળ ઇરાન તેના પરમાણુ કાર્યક્રમને અંકુશમાં લે તો તેના પરના તેલ નિકાસ પ્રતિબંધોમાં રાહત આપવામાં આવી હતી.
ખોમેનીએ હવે જણાવ્યું છે કે,’ તેઓ વિચારે છે કે તેમણે ઇરાની તેલ વેચાણ બ્લોક કરી દીધું છે. પરંતુ આપણો શક્તિશાળી દેશ અને જાગૃત અધિકારીઓ કઠોર પરિશ્રમ કરે તો બ્લોકેડ દૂર કરી શકાય તેમ છે.’ તેમણે એમ પણ જણાવ્યું હતું કે શત્રુદેશો ઇરાન પર વાંરવાર પ્રતિબંધક પગલાં લઇ ચુક્યા છે. પરંતુ તેમણે જાણી લેવું જોઇએ કે ઇરાન સરળતાથી તાબે નહીં થાય. તેમણે વધુમાં જણાવ્યું કે, ઈરાને હવે ક્રુડ ઓઈને બદલે રિફાઈન્ડ ઓઈલ અને પેટ્રોકેમિકલ્સની દિશામાં આગળ વધવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, ઈરાનના મંત્રાલયે પણ જણાવ્યું હતું કે, ઈરાન દ્વારા ક્યારેય આવા પ્રતિબંધો કે તેમાં આપવામાં આવેલી રાહતો ઉપર વિશ્વાસ મુકવામાં આવ્યો નથી અને મુકવામાં આવશે પણ નહીં.
આ દેશોએ ઇરાન પાસેથી તેલ આયાત ઘટાડી દીધી
વોશિંગ્ટને ગયા નવેમ્બર મહિનામાં ઇરાન પર નવેસરથી પ્રતિબંધ અમલી બનાવ્યા હતા. ગ્રીસ, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાન ઇરાન પાસેથી તેલ આયાતને મોટા પ્રમાણમાં ધટાડી ચુક્યા છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અમેરિકા દ્વારા લદાનારા તમામ તેલ પ્રતિબંધને પડકારવામાં આવશે : ઈરાન appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/america-by-issuers/
via Best Gujarati News
0 Comments