અંકલ સેમે ભારત સાથે શરૂ કરી સોદાબાજી, PM મોદી પાસે માગી મોટી કુરબાની
અમેરિકાએ ઈરાન પાસેથી ક્રુડ ઓઇલ ખરીદવા માટે કેટલાક સાથી દેશોને આપેલી છૂટછાટોનો અંત લાવી દેવાની સાથે જ ભારત પાસેથી એક મોટી કિંમત પણ માગી છે. વોશિંગ્ટને નવી દિલ્હીને જણાવ્યું છે કે, પુલવામામાં આતંકવાદી હુમલા પછી આતંકવાદ સામેની લડાઇમાં અમેરિકા ભારતની પડખે ઊભો રહ્યો છે. હવે ઈરાનના આતંકવાદી નેટવર્કને તોડી પાડવા માટે પ્રસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પાસેથી એવી જ અપેક્ષા રાખે છે.
ઈરાનની ટોચની નિકાસને બંધ કરાવી દેવાનું પગલું લેતાં અમેરિકાએ જણાવ્યું હતું કે, અમેરિકા હવે ઈરાનના ક્રુડ તેલના ગ્રાહકોને ઈરાન પર લાગુ કરાયેલા પ્રતિબંધોમાંથી વધુ રાહતો અપાશે નહીં. ભારતને અપોયેલી છૂટ પહેલી મેના રોજ પુરી થાય છે. બીજી મેના રોજથી ભારત ઈરાન પાસેથી ક્રુડ તેલની આયાત કરી શકશે નહીં. ભારતની સરકારી અથવા ખાનગી કંપનીઓ પણ ઈરાન પાસેથી ક્રુડ ઓઇલની આયાત કરશે તો તેમને અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરવો પડશે.
હાલમાં ભારત અને અમેરિકાના અધિકારીઓ વચ્ચે વ્યાપક મંત્રણાઓ ચાલી રહી છે. તાજેતરમાં જ અમેરિકી વિદેશ વિભાગના ટોચના અધિકારી એલિસ વેલ્સ ભારતની મુલાકાતે આવ્યા હતા. અમેરિકાએ ભારતના અધિકારીઓને જણાવ્યું હતું કે ઈરાન પર મહત્તમ દબાણ લાવવા માટે આ નીતિ તૈયાર કરાઇ છે. આ નીતિ ભારતને લક્ષ્યાંક બનાવવા માટે નથી.
એમ લાગી રહ્યું છે કે, અમેરિકા હવે ભારતને આંતરરાષ્ટ્રીય સ્તર પર આપેલા સાથ અને સહકારની મોટી કિંમત માગી રહ્યો છે. ભારત અને ઈરાનના સંબંધો નામ અને ગૂટ નિરપેક્ષ સંગઠનના સમયથી ચાલ્યા આવે છે. ઈરાન ભારતનો સારો મિત્ર દેશ રહ્યો છે. મસૂદ અઝહરના મામલામાં ભારતને કરેલી મદદનું વળતર હવે અંકલસેમને જોઇએ છે.
ભારતના સહયોગથી ચાલી રહેલા ચાબહાર પ્રોજેક્ટ પર પ્રતિબંધોની અસર નહીં થાય : અમેરિકા
અમેરિકાએ જણાવ્યું છે કે ઈરાન પરના અમેરિકી પ્રતિબંધોના કારણે ચાબહાર બંદર યોજના પર અસર નહીં થાય. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનના આર્થિક વિકાસ અને પુનનિર્માણમાં સહાયને પણ પ્રતિબંધોમાંથી છૂટ આપવામાં આવી છે. તેમાં ચાબહાર બંદર યોજનાનો પણ સમાવેશ થાય છે.
ભારત ઈરાન પાસેથી ક્રુડની આયાત બંધ કરશે : પેટ્રોલિયમ મંત્રી
ભારતના પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે, ભારત સરકાર ઈરાન સિવાયના મોટા ક્રુડ ઉત્પાદક દેશો પાસેથી ક્રુડ તેલની આયાત વધારવાની યોજના પર કામ કરી રહી છે. જે બતાવે છે કે ઈરાનની ક્રુડની નિકાસ ઝીરો કરી નાખવાની અમેરિકાની યોજનાને ભારત સમર્થન આપી રહ્યો છે.
આ પણ વાંચો
શું છે પ્રધાનમંત્રીનો રીટાયરમેંટ પ્લાન શું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અંકલ સેમે ભારત સાથે શરૂ કરી સોદાબાજી, PM મોદી પાસે માગી મોટી કુરબાની appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/helping-you-on-masood-azhar-so-end-iran-oil-imports-us-says-india/
via Best Gujarati News
0 Comments