આપુહિ કરતા ભયે કુલાલા, બહુ વિધિ બાસન ગઢૈ કુંભારા ।  

વિધિને સબઈ કીન્હ એક ઠાઉં, જતન અનેક કે બને કનાઉં ।। ૧ ।।।

વાક્યાર્થ-  

જે રીતે કુંભાર અનેક પ્રકારનાં વાસણો ઘડે છે, તે પ્રમાણે અંતર્યામી પરમાત્મા જાતે જ પ્રાણીનાં વિવિધ સ્વરૂપ વાસણ ઘડવા માટે કુંભાર બને છે. એ પછી બ્રહ્મસ્વરૂપ પરમાત્માએ બધી સામગ્રી એક સ્થળે એકત્ર કરી. એ પછી ઘણાં પ્રયત્નો વડે વાસણો બની રહ્યા છે. ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરનારાઓને એ વાતની ખબર છે કે, જ્યાં પણ કાર્યકારણભાવ સમજાવવો હોય ત્યાં કુંભાર અને વાસણોનાં દૃષ્ટાંત આપીને સમજાવાય છે. અહીં પણ જે રીતે કુંભારી માટીનાં અનેક પ્રકારનાં વાસણો ઘડે છે, તે રીતે પરમાત્મા પણ પ્રકૃતિ વડે અનેક પ્રકારના સંસારી પદાર્થો-જીવો બનાવે છે.

જનિ ધરમકા મરમ ન જાનૈ, પાતિ તોરિ દેવ ઘર આને ।

દવના મરુવા ચંપા ફૂલા, માનહુ જીવ કોટિ સમતુલા ।। ૨ ।।

વાક્યાર્થઃ

જૈન લોકો ધર્મના રહસ્યને જાણતા નથી; કારણકે દવના, મરુવા એ ચંપાનાં ફૂલોને કરોડો જીવોના સમાન માને છે; છતાં પણ એ સર્વનાં પાંદડા તોડીને પોતાના તીર્થકરોની ર્મૂિતને ચઢાવવા દેવ-મંદિરોમાં લાવે છે.

વિવરણઃ જૈન સંપ્રદાયમાં અહિંસાને પરમ ધર્મ માનવામાં આવ્યો છે અને સ્થાવર-જંગમ સર્વમાં જીવાત્માની સત્તા માને છે. એનો નાશ કરવામાં હિંસા થતી માને છે. વનસ્પતિને તોડવામાં અને કાચી ખાવામાં હિંસા થાય છે એમ માને છે. પણ એને ચડવીને ખાવામાં હિંસા થતી માનતા નથી. ગરમ કર્યા વગરનું પાણી પીવામાં હિંસા થાય છે એમ માને છે, પણ ગરમ કરેલાં પાણીનો ઉપયોગ કરવામાં હિંસા થતી માનતા નથી. આ એમના મતમાં દોષ છે. પોતાના જ સિદ્ધાંતો વિરુદ્ધ આચરણ કરતા હોવાથી એ લોકો ધર્મનો મર્મ જાણતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કબીરવાણી appeared first on Sandesh.



from Shraddha – Sandesh http://sandesh.com/poetry-32/
via Best Gujarati News

0 Comments