શ્રીલંકાની રાજધાની કોલંબોમાં થયેલ શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ પછી સમગ્ર દેશમાં તંગદિલીનો માહોલ છે. લોકોમાં ભય અને હુમલાખોરો વિરુદ્ધ ગુસ્સો જોવા મળી રહ્યો છે. વિશ્વમાં આ હુમલાઓની કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી છે. ઉપરાંત દેશના મુસ્લિમ સમુદાયોએ પણ આ હુમલાઓની ટીકા કરી છે.

પરંતુ બીજી તરફ મુસ્લિમ સમુદાયનો એક મોટો વર્ગ હાલ પણ ભય અનુભવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ શ્રીલંકામાં રહેતા મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોને ડર છે આ આત્મઘાતી હુમલાઓ બાદ દેશમાં જે તંગદિલીનો માહોલ છે તેને જોતા તેમના પર પણ હુમલો થવાની સંભાવના છે. તેથી તેઓ ઘરની બહાર નીકળવાથી ગભરાઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ ડેમાટાગોડા ખાતે જુમ્મા મસ્જિદમાં નમાજ માટે આવેલ 41 વર્ષના મોહમ્મદ હસને જણાવ્યું કે,‘મારા પરિવારને ડર છે કે જો હું ઘરની બહાર જઈશ તો ખબર નથી કે પાછો આવીશ કે નહીં.’

ઉપરાંત રિપોર્ટ પ્રમાણે મુસ્લિમ સમુદાયના અન્ય એક વ્યક્તિ આર.એફ. આમીરે કહ્યું કે,‘અમને સુરક્ષા જોઈએ છે. અમે ઘણા ભયભીત છીએ. કારણે કે કોઈ પણ જ્યારે અમને જોવે છે અને ખબર પડે કે અમે મુસ્લિમ છીએ તો તેમના દુશ્મન સમજે છે. અમે દરેક વ્યક્તિને આ કહેવા માંગીએ છીએ કે અમે તમારા દુશ્મન નથી. આ અમારી પણ માતૃભૂમિ છે.’

શ્રીલંકામાં થયેલ આતંકી હુમલા બાદ ત્યાંના મુસ્લિમ સમુદાયના લોકોમાં પણ ગુસ્સો છે. એક 60 વર્ષના જરીના બેગમે કહ્યું કે,‘આતંકવાદીઓએ નાના બાળકોને પણ નહીં છોડ્યા. હું આ વાતની કલ્પના પણ ન કરી શકું કે એ લોકોના મગજમાં આટલી નફરત છે. નફરતનો અંત ક્યારે નફરતથી ન કરી શકાય.’ તેમને કહ્યું કે આ હુમલાઓ બાદ અમને ડર છે અને અમે ઘરની બહાર જતા નથી. ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં મુસ્લિમ સમુદાયની વસ્તી કુલ વસ્તીના લગભગ 10 ટકા છે.

તમને જણાવી દઈએ કે ગત રવિવારે ઇસ્ટર ડે નિમિત્તે શ્રીલંકમાં ચર્ચ અને હોટલોમાં શ્રેણીબદ્ધ કુલ 8 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં 350થી વધુ લોકોના મોત થયા અને 500થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે લીધી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ આત્મઘાતી હુમલાઓને અંજામ આપવામાં એક મહિલા સહિત 9 લોકો સામેલ છે. સ્થાનિક પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આ હુમલાઓ બાદ અત્યાર સુધી 60 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શ્રીલંકામાં હુમલા બાદ મુસ્લિમો પોતાના જ ઘરમાં કેદ, કહ્યું- અમે કોઈના દુશ્મન નથી appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/muslims-peoples-in-sri-lanka-in-fear-after-serial-blasts-in-church/
via Best Gujarati News

0 Comments