શ્રીલંકા: હુમલાખોરોમાં મોટાભાગે હતા ભણેલા, વિદેશમાં કર્યો હતો અભ્યાસ
ગયા રવિવારે ઇસ્ટર ડે નિમિત્તે શ્રીલંકામાં ચર્ચ અને હોટલોમાં શ્રેણીબદ્ધ કુલ 8 આતંકી હુમલાઓ થયા હતા. જેમાં 350થી વધુ લોકોના મોત થયા જ્યારે 500થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલાને અંજામ આપનાર આત્મઘાતી હુમલાખોરોમાં એક હુમલાખોરે વિદેશમાં અભ્યાસ કર્યો છે. આ માહિતી શ્રીલંકાના સંરક્ષણ મંત્રીએ મીડિયા બ્રિફિંગમાં આપી.
સંરક્ષણ પ્રધાન રૂવન વિજયવર્ધને બુધવારે મીડિયા બ્રિફિંગમાં કહ્યું કે અમારું માનવું છે કે એક આત્મઘાતી હુમલાખોરે યૂકેમાં જઈને અભ્યાસ કર્યો છે અને શ્રીલંકા પરત ફરતા પહેલા ઓસ્ટ્રેલિયાથી પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેમણે કહ્યું કે કેટલાક હુમલાખોરોના આંતરરાષ્ટ્રીય કનેક્શન હતા. વધુ ઉમેરતા સંરક્ષણ પ્રધાને કહ્યું કે, આ આત્મઘાતી હુમલાખોરોમાં મોટાભાગે ભણેલા હતા અને તેઓ મધ્યમવર્ગ અને શ્રીમંત પરિવારથી સંકળાયેલ હતા. તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર હતા અને તેમના પરિવારની સ્થિતિ પણ સારી હતી.
તેમને કહ્યું કે આ હુમલાખોરોમાં કેટલાક પાસે સારી ડિગ્રી હતી LLM જેવી પણ ડિગ્રી અને ઘણા ભણેલા હતા. પોલીસ રિપોર્ટ મુજબ એક સમૃદ્ધ મસાલા વ્યાપારીના બે દીકરાઓ પણ આ આત્મઘાતી હુમલાઓમાં સામેલ હતા. ઇબ્રાહિમ અને ઇંસાફ નામના બે મુસ્લિમ ભાઇઓએ બે હોટલમાં આત્મઘાતી હુમલો કર્યો. આ બન્નેની ઉમર 25-30 વચ્ચે હતી.
વિજયવર્ધને કહ્યું કે,‘અમારા ઇન્ટેલિજેન્સના અત્યાર સુધીના મુલ્યાંકનથી ખબર પડી છે કે ન્યૂઝીલેન્ડમાં ક્રાઇસ્ટચર્ચમાં થયેલ ગોળીબારની ઘટનાએ આ હુમલાખોરોને ઇસ્ટર ડેના રોજ હુમલા કરવા પ્રેરિત કર્યા હતા.’ તમને જણાવી દઈએ કે શ્રીલંકાની પોલીસે અત્યાર સુધી આ મામલે 60 લોકોની ધરપકડ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શ્રીલંકા: હુમલાખોરોમાં મોટાભાગે હતા ભણેલા, વિદેશમાં કર્યો હતો અભ્યાસ appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/sri-lanka-attackers-studied-in-australia-belong-with-rich-family/
via Best Gujarati News
0 Comments