સાઉદી અરેબિયામાં આતંકવાદ મામલે દોષિત એવા 37 લોકોને ફટકારાઈ ભયાનક સજા
સાઉદી અરેબિયા તેના આકરા નિયમો માટે જાણીતું છે. અહીં ગુના પ્રમાણે તેની સજા આપવામાં આવે છે. ચોરી જેવા ગુનામાં હાથ કાપવા, વ્યભિચારના કેસમાં જાહેરમાં કોરડા ફટકારવા જેવી સજા ફટકારવામાં આવે છે. આ ઉપરાંત પણ ઘણી સજા તો એટલી ભયાનક હોય છે કે તે સાંભળતા જ આપડા રૂંવટા ખડા થઈ જાય. તેમાં પણ આતંકવાદન ગુનામાં તો સજા એ મોત આપવામાં આવતી હોય છે.
તાજેતરમાં જ સાઉદી અરબમાં આતંકવાદના ગુનામાં દોષિત ઠરેલા 37 લોકોને મોતની સજા ફટકારવામાં આવી છે. ગૃહ મંત્રાલયે આ જાણકારી આપી હતી.
સાઉદી અરબની સરકારી સમાચાર એજન્સીએ એક નિવેદનના હવાલો આપી જણાવ્યું હતું કે, મોરની સજા અમીલ રિયાધ, મક્કા અને મદીના, મધ્ય કાસિમ પ્રાંત અને ઈસ્ટર્ન પ્રાંતમાં આપવામાં આવી છે.
સાઉદી પ્રેસ એજંસીના જણાવ્યા પ્રમાણે, આતંકવાદી અને ચરમપંથી વિચારધારા અપનાવવા અને સુરક્ષાને અસ્થિર બનાવવા માટે આતંકવાદી પ્રકોષ્ઠ બનાવવા માટે આ લોકોને મોતની આપવામાં આવવામાં આવી છે.
એએફપી દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, સાઉદી અરબમાં આ વર્ષની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 100 જેટલા લોકોને મોતની સજા આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સાઉદી અરેબિયામાં આતંકવાદ મામલે દોષિત એવા 37 લોકોને ફટકારાઈ ભયાનક સજા appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/saudi-arabia-executes-37-citizens-death-sentence-for-terrorism/
via Best Gujarati News
0 Comments