। નવી દિલ્હી ।

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને યૌન ઉત્પીડનના કેસમાં ફસાવવા માટે રૂપિયા દોઢ કરોડની લાંચની ઓફર થઈ હોવાનો દાવો કરનાર એડવોકેટ ઉત્સવ બેઇન્સને મંગળવારે જસ્ટિસ અરુણ મિશ્રાના નેતૃત્વ હેઠળની સ્પેશિયલ બેન્ચે નોટિસ પાઠવી છે. જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ રોહિન્ટન નરિમાન અને જસ્ટિસ દીપક ગુપ્તાની બેન્ચે એડવોકેટ ઉત્સવ બેઇન્સને ૨૪ એપ્રિલ બુધવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે પુરાવા સાથે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. એડવોકેટ ઉત્સવ બેઇન્સે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી એવો દાવો કર્યો છે કે, યૌન ઉત્પીડન કેસમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સામે કાવતરું ઘડાયું છે. સુપ્રીમ કોર્ટે ઉત્સવ બેઇન્સને બુધવારે પોતાની દલીલો રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

જસ્ટિસ અરુણ મિશ્રાના નેતૃત્વ હેઠળની બેન્ચે ઉત્સવ બેઇન્સને જણાવ્યું છે કે, ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સામેના કથિત કાવતરામાં જેટ એરવેઝના નરેશ ગોયલ સહિતના ચોક્કસ ઉદ્યોગપતિઓ અને ફિક્સર રોમેશ શર્માની સંડોવણી છે તેવા તેમના આરોપને સંબંધિત પુરાવા સાથે ઉત્સવ બેઇન્સ અદાલતમાં હાજર રહે.

જેટમાં અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના નાણાં રોકાયેલા છે

ઉત્સવ બેઇન્સે દાવો કર્યો છે કે, જેટ એરવેઝના નરેશ ગોયલે રોમેશ શર્મા મારફતે જેટ એરવેઝ માટેની લોન માફી અંગે પોતાની તરફેણમાં આદેશ મેળવવા માટે જસ્ટિસ ગોગોઈને લાંચ આપવાનો પ્રસ્તાવ મને આપ્યો હતો. એવી વિશ્વસનીય માહિતી છે કે, જેટ એરવેઝમાં અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના નાણાં રોકાયેલા છે. જસ્ટિસ ગોગોઈને લાંચ આપવાના આ નિષ્ફળ પ્રયાસને ગંભીરતાથી લેવો જોઈએ.

લાંચનો પ્રયાસ નિષ્ફળ જતાં તેમના પર જાતીય શોષણના આરોપો મુકાયા

૪ એપ્રિલના રોજ અજય નામનો એક વ્યક્તિ મને મળવા આવ્યો હતો અને પોતાની ઓળખ ચીફ જસ્ટિસ પર યૌન ઉત્પીડનના આરોપ મૂકનારી મહિલાના સંબંધી તરીકે આપી હતી. તેણે મને કેસ માટે દોઢ કરોડ કરી હતી. તેથી મેં આ કથિત કાવતરાની જડ સુધી જવાનો નિર્ણય કર્યો હતો અને નરેશ ગોયલ તથા રોમેશ શર્માની સંડોવણી હોવાનું શોધી કાઢયું હતું.

સુપ્રીમના તમામ ૨૭ જજ ચીફ જસ્ટિસ ગોગોઈની પડખે

મંગળવારે સવારે સુપ્રીમ કોર્ટના તમામ જજની એક બેઠક યોજાઈ હતી જેમાં સુપ્રીમના તમામ ૨૭ જજેએ ચીફ સ્ટિસ ગોગોઈની પડખે હોવાનો દાવો કર્યો હતો. બેઠક સામાન્ય સંજોગો કરતાં વધુ લાંબી ચાલી હતી જેના કારણે ચીફ જસ્ટિસ ગોગોઈના મામલે ફુલ કોર્ટ મિટિંગ યોજાઈ હોવાની અટકળો વહેતી થઈ હતી. બીજી તરફ પોતાની સામેના યૌન ઉત્પીડનના આરોપોના મુદે ૨૦મી એપ્રિલે હાથ ધરેલી વિશેષ સુનાવણી મુદ્દે થઈ રહેલી ટીકાઓના પગલે ચીફ જસ્ટિસ ગોગોઈએ હવે આ મામલામાં આગામી પગલાંની જવાબદારી જસ્ટિસ એસ.એ. બોબડેને સોંપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ચીફ જસ્ટિસ ગોગોઈને યૌન ઉત્પીડનના કેસમાં ફસાવવા નરેશ ગોયલનું કાવતરું? appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/chief-justice-gogoi-gen-u/
via Best Gujarati News

0 Comments