આવતાં સો વર્ષમાં ચૈન્નઈમાં સમુદ્રના મોજાં લહેરાતા થઈ જશે : સંશોધન
વિજ્ઞાનીઓનું અનુમાન છે કે ૨૧૦૦ની સાલ સુધીમાં દક્ષિણ ચેન્નઈના કિનારે તિરુવનમિયુરથી અડયાર નદીના મુખ સુધીનો હિસ્સો સમુદ્રના પાણીમાં ગરક થઇ જશે. આજે જ્યાં સમુદ્ર કિનારો છે, ત્યાંથી લગભગ ૪૦ મીટર અંદર સુધી સમુદ્ર ઘૂઘવતો થઈ જશે. આ ભવિષ્યવાણી અન્ના યુનિવર્સિટી અને નેશનલ વોટર સેન્ટર, યુએઈ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ કરી છે.
આ શોધ મુજબ સુમદ્રના પાણી અંદર ઘૂસી આવવાને કારણે સૌથી મોટું જોખમ સમુદ્રનું ખારું પાણી ભૂગર્ભીય જળ સાથે ભેગું થઇ જાય એ છે. તેની અસર જમીનની નીચે રહેલા પાણીના સ્રોત કે એક્વિફર પર પડશે. આ જળ સ્રોત ઝડપથી વધતી જતી વસ્તી દ્વારા ભૂગર્ભીય પાણીના બેરોકટોક રીતે ખેંચતા રહેવાની સમસ્યાથી પહેલેથી જ જોખમ છે જ, તેમાં વળી સમુદ્ર અંદર આવે તો પાણીનું જોખમ વધી જશે. આ એક્વિફર પર સમુદ્રની પાણીની સપાટીમાં વધારો અને લહેરોના પ્રભાવની અસરને જાણવા માટે ૩૫ વર્ગ કિલોમીટરના વિસ્તારનો અભ્યાસ કરાયો હતો. તેના પૂર્વમાં બંગાળનો ઉપસાગર, ઉત્તરમાં અડયાર નદી, પશ્ચિમમાં બકિંઘમ કેનાલ અને દક્ષિણમાં મુત્તુકાડુ બેકવોટર છે. આ શોધ માટે અલગ અલગ સ્થળો પર ૩૦ બોરવેલ ખોદાયા હતા. આ વિસ્તાર ચારે બાજુથી પાણીથી ઘેરાયેલો છે અને ત્યાં સમુદ્રના પાણી ભરાઈ જાય એવું જોખમ વધુ છે.
બંગાળની ખાડીમાં એક વર્ષમાં જળસપાટીમાં ૩.૬ મિમીનો વધારો છેલ્લા ૫૦ વર્ષો માટે, હિમાલયના ગ્લેશિયર પીગળવાને કારણે બંગાળની ખાડીમાં એક વર્ષમાં સમુદ્રની જળ સપાટીમાં ૩.૬ મિમીનો વધારો નોંધાયો છે. બંગાળની ખાડીની જળસપાટીમાં વધારો અન્ય એશિયાઇ વિસ્તારની સરખામણીએ વધારે છે. આ સંશોધને ૨૦૦૭ના એક રિપોર્ટને ટાંકીને જણાવ્યું છે કે, સમુદ્રી જળસપાટીમાં એક મીટરનો વધારો કિનારા વિસ્તારો માટે મહત્તમ ૬૦ કિલોમીટરમાં પણ પાણી ભરાય જાય એમ છે.
પહેલી વખત વીસમી સદીની શરૂઆતમાં વિજ્ઞા।નીઓની નજરે સમુદ્રમાં પાણી વધવાની સમસ્યા ઉપર ગઇ હતી. ૧૯૪૧માં જર્મન મૂળના અમેરિકી વિજ્ઞા।ની બેનો ગુટેનબર્ગે સમુદ્રની લહેર, પાણીના સ્તરને માપ્યું હતું. એ વખતે જ તેમને લાગ્યું હતું કે, સમુદ્રની અંદર કંઈક ગરબડ થઈ રહી છે. સમુદ્રની ભરતી ઓટના સો વર્ષના આંકડા ચકાસ્યા તો તેમની શંકા સાચી ઠરી. સો વર્ષમાં સમુદ્રની જળસપાટી વધી ગઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આવતાં સો વર્ષમાં ચૈન્નઈમાં સમુદ્રના મોજાં લહેરાતા થઈ જશે : સંશોધન appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/in-the-next-hundred-years-chainmay/
via Best Gujarati News
0 Comments