રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક પર જ કેમ પસંદગી ઉતારી, જાણો આખુ ચૂંટણી ગણિત
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની અમેઠી ઉપરાંત કેરળના વાયનાડ લોકસભા બેઠક પરથી પણ ચૂંટણી લડશે. આ બેઠક પર હાલ કોંગ્રેસનો કબજો છે અને 2009ની લોકસભાની ચૂંટણીમાં પણ આ બેઠક કોંગ્રેસના ફાળે જ ગઈ હતી. હવે રાહુલ ગાંધી અહીંથી ચૂંટણી લડવાના હોય સૌકોઈની નજર અહીં આવીને અટકી છે. તો રાહુલ ગાંધીએ કેમ વાયનાડ બેઠક પર જ પસંદગી ઉતારી? આ માટે તેના ચૂંટણી સમીકરણ પર કરો એક નજર.
2014માં જોરદાર ટક્કર
વાયનાડ લોકસભા બેઠક હેઠળ સાત વિધાનસભા ક્ષેત્રો આવે છે. આ સંસદીય ક્ષેત્રમાં મનંતાવડી, તિરૂવંબડી, વાનદૂર, સુલ્તાનબથેરી, એરનાડ, કલપત્તા અને નિલંબૂર વિધાનસભા બેઠકો આવે છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને નાયવાડ લોકસભા પર માત્ર 20,870 મતોના અંતરથી જીત હાંસલ કરી હતી.
કોંગ્રેસના ઉમેદવાર એમ વાઈ શાનવાસને એલડીએફ (સીપીએમ)ના સત્યન મોકેરી સામે કુલ મતોમાંથી માત્ર 1.81 ટકા વધારે મતો મળ્યાં હતાં. શાનવાસને 3,77,035 અને મોકેરીને 3,56,165 મત મળ્યા હતાં. તો ભાજપના પીઆર રસ્મિલનાથને 80,752 મત મળ્યા હતાં. યૂડીએફ એટલે કે કોંગ્રેસને અહીં 41.2 ટકા અને એલડીએફને 39.39 ટકા વોટ મળ્યા હતાં.
2009માં કોંગ્રેસને મળી મોટી જીત
2009ની લોકસભાની ચૂંટ્ણી દરમિયાન કોંગ્રેસન્ને વાયનાડમાં મોટી જીત મળી હતી. યૂડીએફ (કોંગ્રેસ)ના એમઆઈ શાનવાસે એલડીએફ (સીપીઆઈ)ના એડવોકેટ એમ રહમતુલ્લાહને 1,53,439ના ભારે માર્જીનથી પરાજય આપ્યો હતો. શાનવાસને 4,10,703 અને રહમતુલ્લાહને 2,57,264 મત મળ્યાં હતાં.
વાયનાડનું મત ગણિત
2011ની જનગણના પ્રમાણે વાયનાડ જીલ્લાની કુલ વસ્તી 8,17,420 છે. જેમાં 401,684 પુરૂષો અને 415,736 મહિલાઓ શામેલ છે. જીલ્લાની 89.03 વસ્તી સાક્ષર છે. નાયવાડમાં 404,460 (49.48%) હિંદુ વસ્તી ધરાવે છે. તે ઉપરાંત 2,34,185 (28.65%) જનસંખ્યા મુસ્લિમ સમુદાયની છે. ક્રિશ્ચિયન (ઈસાઈ) સમુદાયની વાત કરવામાં આવે તો જીલ્લામાં તેની વસ્તી 1,74,453 (21.34%) છે.
જીલ્લાની કુલ જનસંખ્યામાં અનુસૂચિત જાતિ (એસપી)ની વસ્તી 3.99 ટકા છે અની અનુસૂચિત જનજાતિ (એસટી)ની સંખ્યા 18.53 ટકા છે. જીલ્લાની કુલ વસ્તીમાંથી 96.14 ટકા લોકો શહેરી વિસ્તારમાં રહે છે. જ્યારે 3.86 ટકા લોકો ગ્રામીએણ વિસ્તારમાં વસવાટ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક પર જ કેમ પસંદગી ઉતારી, જાણો આખુ ચૂંટણી ગણિત appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/know-the-political-equation-of-wayanad-seat-where-rahul-gandhi-will-fight-election/
via Best Gujarati News
0 Comments