અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થઇ છે. અમેરિકામાં હાલ ગુજરાતીની હત્યાનો સીલસીલો યથાવત છે. મૂળ ગુજરાતનાં વલસાડના કલવાડાના ભીખુભાઇ પટેલની અમેરિકાના બવાનામાં તેમની જ મોટેલમાં લાશ મળી આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડના કલવાડાના ભીખુભાઈ પટેલ અમેરિકાના બવાનામાં મોટલ ચલાવે છે. ભીખુભાઇ પટેલનો મૃતદેહ હોટલના રૂમ નંબર 9માંથી મળી આવ્યો હતો. તેમની હત્યા કરાયેલી લાશ મળી આવતા પટેલ સમાજમાં આ વાત વાયુવેગે ફેલાઇ ગઇ હતી. તમને જણાવી દઇએ કે, ભીખુભાઈ પટેલનો સમગ્ર પરિવાર પણ અમેરિકામાં જ રહે છે. સ્થાનિક પટેલ સમાજના લોકોએ આ મામલે તપાસ તેજ કરવા પોલીસને કહ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર આ હત્યાનાં સંબંધમાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. બંને સંદિગ્ધો પર મોટલના સંચાલક ભીખુભાઈ પટેલની હત્યાનો આરોપ હોવાનું કહેવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અમેરિકામાં ગુજરાતીઓની હત્યાનો સીલસીલો યથાવત, વલસાડનાં ભીખુ પટેલની લાશ મળી appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/valsads-bhikhubhai-patel-murdered-in-america/
via Best Gujarati News

0 Comments