ડાયમન્ડ સીટી બન્યુ ક્રાઇમ સીટી: માત્ર 600 રૂપિયા માટે મિત્રએ કરી મિત્રની હત્યા
ડાયમન્ડ સીટી દિવસેને દિવસે ગુનાખોરીનું હબ બની રહી હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં હત્યાની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. આવી જ એક ઘટના આજે સુરતમાં બની છે. સુરતમાં મિત્રએ જ પોતાના મિત્રની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઇ છે. સુરતનાં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-4 પર જાહેરમાં જ યુવકને ચપ્પુ વડે રહેંશી નાખવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક દિપકની હત્યા તેના જ મિત્ર કાલુ નામના યુવકે કરી હતી. માત્ર 600 રૂપિયાની લેતીદેતી મામલે હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ અંગે જાણ થતાં રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
કાલુ અને દિપક વચ્ચે પૈસાની બાબતે ઝઘડો થયો હતો. જેનો ખાર રાખી કાલુએ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-4 પર પહોંચી દિપકની સરાજાહેર ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. હત્યા કરીને કાલુ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જાહેરમાં થયેલી યુવકની હત્યાના પગલે લોકોએ પોલીસને જાણ કરતા રેલવે પોલીસ તથા આરપીએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ડાયમન્ડ સીટી બન્યુ ક્રાઇમ સીટી: માત્ર 600 રૂપિયા માટે મિત્રએ કરી મિત્રની હત્યા appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/friend-killed-his-friend-and-the-reason-is-money/
via Best Gujarati News

0 Comments