પાકિસ્તાનને ગુજરાતના માછીમારોને આનંદના સમાચાર આપ્યા છે.પાકિસ્તાન તેની જેલમાં કેદ માછીમારોમાંથી 355 માછીમારોને મુક્ત કરશે. આ સમાચાર મળતા માછીમારોના કુટુંબમાં આનંદનું મોજું ફળી વળ્યું છે. મોટા ભાગના માછીમારો ગુજરાતના છે.

આ સિવાય 4 નાગરિકોને પણ પાકિસ્તાન કેદ મુક્ત કરશે. તમને જણાવી દઇએ કે, પાકિસ્તાન ભારતીય માછીમારોને 4 તબક્કામાં છોડશે. હાલ પાકિસ્તાનની જેલમાં 550થી વધુ માછીમારો કેદ છે.

ગુજરાતનાં માછીમારો જ્યારે આંતરરાષ્ટ્રિય જળસીમા નજીક માછીમારી કરવા જાય છે ત્યારે અવાર-નવાર પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી તેમની પકડી જાય છે અને માછીમારોને ઘણો સમય પાકિસ્તાન જેલમાં વિતાવવો પડે છે. જેના ભાગરૂપે પાકિસ્તાન પહેલા તબક્કામાં આજે (એપ્રિલ 5) 100 માછીમારો વાઘા બોર્ડર પર આવી જશે. બીજા તબક્કામાં 100 માછીમારો 11 એપ્રિલનાં રોજ આવશે. ત્રીજા તબક્કામાં 100 માછીમારો 22 એપ્રિલનાં રોજ આવશે અને છેલ્લા અને પાંચમા તબક્કામાં 60 ભારતીયો 29 એપ્રિલનાં રોજ વાઘા બોર્ડર પર આવશે.

આ સિવાય સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે કે, પાકિસ્તાન જેલમાં 4 માર્ચનાં રોજ મૃત્યુ પામેલા ગુજરાતી માછીમાર ભીખાભાઇ બાંભણીયાનાં પાર્થિવ દેહને વતન લાવવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ગુજરાતના માછીમારો માટે ખુશખબર, પાકિસ્તાને કરી દીધી મોટી જાહેરાત appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/pakistan-to-release-360-fishermen-for-its-jail/
via Best Gujarati News

0 Comments