કરન્ટ અફેર્સ : જયેશ ઠકરાર

  • ઈઝરાયલના બેરેશીટ સ્પેસક્રાફટને મિશન પૂર્ણ થતાં પૂર્વે જ યાંત્રિક ક્ષતિના કારણે નિષ્ફળતા મળી છે. આમ ઈઝરાયલનું ચંદ્રમા મિશન અધૂરું રહ્યું છે.
  • પ્રકાશ પણ જેનાથી ન બચી શકે તેવા શક્તિશાળી ગુરુત્વાકર્ષણ યુકત ખગોળીય ક્ષેત્ર એટલે કે બ્લેક હોલનું પ્રથમ ચિત્ર મેળવવામાં આવ્યું છે. ૨૦૧૨થી કાર્યરત ઈવેન્ટ હોરાઈઝન ટેલિસ્કોપ પ્રોજેકટ અંતર્ગત ૬ સ્થળોએ રખાયેલા ટેલિસ્કોપમાં આ ચિત્ર મળ્યું છે.
  • ઈઝરાયલ સાથે લાંબા સમયથી સીમાવર્તી વિવાદ ધરાવતા પેલેસ્ટાઈનના વડાપ્રધાન તરીકે મોહમ્મદ ઈશ્તાયેએ ૨૪ મંત્રીઓ સાથે રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સમક્ષ શપથ લીધા. પશ્ચિમ એશિયા સ્થિત પેલેસ્ટાઈન ૬૦૨૦ ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવે છે. તેની ઘોષિત રાજધાની જેરૂસલેમ છે, પરંતુ હાલમાં પ્રશાસનિક રાજધાની રામલ્લાહ છે. સંયુક્ત રાષ્ટ્રના ૧૩૬ સભ્ય દેશોએ પેલેસ્ટાઈનને માન્યતા આપેલી છે.

બહુમાન  

  • ભારત અને રશિયા વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોને મજબૂત બનાવવા બદલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ધ હોલી એપોસલ એડ્રુ’ થી સન્માનિત કરાશે.
  • ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના જીવવિજ્ઞાનના મહાનિર્દેશક ડો. એ.કે.સિંહને એપીજે અબ્દુલ કલામ ઈનોવેશન કોન્કલેવમાં લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ-૨૦૧૯ પ્રદાન કરવામાં આવ્યો. જીવ વિજ્ઞાન, એરોસ્પેસ અને એરોનોટિકસ ક્ષેત્રે ઉમદા યોગદાન બદલ તેમને આ બહુમાન અપાયું.
  • મ્યાનમારમાં રોહિંગ્યા મુસલમાનો પર થયેલા અત્યાચારનું રિપોર્ટિંગ કરવા બદલ જેલમાં ધકેલી દેવાયેલા રોઈટર્સના બે રિપોર્ટર વા લોન તથા કયાવ સો ઉને યુનેસ્કો/ ગુઈલેર્મો કાનો પ્રેસ સ્વતંત્રતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
  • જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના પ્રથમ મહિલા ચેરપર્સન અને મેનેજિંગ ડાયરેકટર એલિસ જી વૈદ્યનને ‘ફ્રિડમ ઓફ ધ સિટી લંડન’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં.
  • રિઓ પૈરાલિમ્પિકસમાં રજક પદક જીતનાર દીપા મલિકને સર એડમંડ હિલેરી ફેલોશિપ પ્રદાન થઈ.

રમત જગત  

  • ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ૧૦૦ મેચ જીતવાની સિદ્ધિ ચેન્નઈ સુપર કિંગ્સના કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ મેળવી. ધોનીએ આઈપીએલમાં ૧૬૬ મેચમાં કપ્તાન પદ સંભાળ્યું છે. ૭૧ મેચ જીતી ગૌતમ ગંભીર બીજા સ્થાને છે.
  • અગાઉ કેમિસ્ટ્રીકપ અને હવે કોલોન બોકિસંગ વિશ્વકપથી જાણીતી પ્રતિષ્ઠિત પ્રતિયોગિતામાં મીનાકુમારીએ ૫૪ કિલોગ્રામ વજનની શ્રેણીમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો. આ પ્રતિયોગિતામાં ૨૦ દેશોના ૧૬૦ મુક્કાબાજો ભાગ લે છે.
  • પેરિસ મેરેથોનમાં ૬૦ હજારથી વધુ સ્પર્ધકોમાં પુરુષ વિભાગમાં ઈથિયોપિયાના અબ્રહા મિલાવ અને મહિલા વર્ગમાં ઈથિયોપિયાની ગેલેતે બુરકાએ જીત મેળવી.

વિશિષ્ટ  

  • અમેરિકાની ખાનગી અંતરિક્ષ કંપની સ્પેસ એકસ દ્વારા વિશ્વના સૌથી શક્તિશાળી ઓપરેશનલ રોકેટ ‘ફાલ્કન હૈવી’ નું પ્રથમ કોર્મિશયલ લોન્ચિંગ થયું. આ રોકેટને અમેરિકાના ફલોરિડાના કેમ્પ કૈનવેરલથી લોન્ચ કરાયો.
  • પદાર્થની ત્રણ અવસ્થા હોય છે. ઘન, પ્રવાહી, વાયુ… હવે એડિનબર્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કમ્પ્યૂટર સિમ્યુલેશન દ્વારા સંશોધન કર્યું છે કે ‘ચેન મેલ્ટેડ સ્ટેટ’એ ચોથી અવસ્થા છે. જેમાં પરમાણુ ઘન અને પ્રવાહી બંને અવસ્થામાં હોય છે. પ્રયોગો વખતે પોટેશિયમ અને સોડિયમ સહિત ૬ પદાર્થોમાં આવું જોવા મળ્યું છે.

નિયુક્તિ  

  • ૧૯૨૦માં દિલ્હીમાં સ્થપાયેલી જામિયા મિલીયા ઈસ્લામિયા યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઈસ ચાન્સલેર તરીકે ડો. નજમા અખ્તરની નિયુક્તિ થઈ.
  • નવા રક્ષા સચિવ તરીકે ૧૯૮૪ની બેચના અધિકારી ગાર્ગી કૌલની નિયુક્તિ કરવામાં આવી.
  • રાષ્ટ્રીય ભવન નિર્માણ કોર્પોરેશનના સીએમડી તરીકે ૧૯૮૯ની બેચના આઈએએસ ઓફિસર શિવદાસ મીનાની નિયુક્તિ થઈ.

વર્લ્ડ વોચ  

  • સંયુક્ત આરબ અમીરાતના દુબઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે ૩૦ એપ્રિલથી વિશ્વના સૌથી મોટા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ શિખર સંમેલનનું આયોજન થઈ રહ્યું છે. જેની થીમ ‘AI એવરીથિંગ’ છે. ગવર્નન્સ, બિઝનેસ અને સામાજિક ક્ષેત્રે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ભૂમિકા ઉપર વિશ્વભરના પ્રતિનિધિઓ ચર્ચા કરશે.
  • ફિલિપાઈન્સમાં ૫૦,૦૦૦ થી ૬૭,૦૦૦ વર્ષ પ્રાચીન મનાતા માનવ પ્રજાતિના દાંત અને હાડકાં મળ્યાં છે. આ પ્રજાતિને હ્યુમો લુઝોનેન્સિસ નામ અપાયું છે.

fb/jayesh thakrar current affairs

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઈઝરાયલનું મૂન મિશન ફેઈલ અંતે બ્લેક હોલ ટેલિસ્કોપમાં કેદ appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/israel-moon-mission-fail-a/
via Best Gujarati News

0 Comments