અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા કોંગ્રેસ એક્શન મોડમાં, લેખિતમાં કરી અરજી
કોંગ્રેસ સામે બગાવત કરી મોરચો માંડનાર અને રાધનપુરના કોંગ્રેસના MLA અલ્પેશ ઠાકોરને લોકસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસે ધારાસભ્યપદેથી દૂર કરવાની માંગણી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા માટે અશ્વિન કોટવાલ અને બળદેવજી ઠાકોરે વિધાનસભા સચિવને રૂબરૂ મળી મળી લેખિતમાં અરજી કરી છે. તમને જણાવી દઇએ કે, આ અગાઉ કોંગ્રેસે પાર્ટીએ અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી દૂર કરવા માટેની પ્રક્રિયા પણ હાથધરી હતી. નોંધનિય છે કે, અલ્પેશ ઠાકોર દ્વારા લોકસભાની ચૂંટણીમાં અપક્ષનો પ્રચાર કરતા કોંગ્રેસે આ કાર્યવાહી કરી છે.
પક્ષ છોડવાની જાહેરાત કર્યાના ચાર દિવસ બાદ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે 10 એપ્રિલે કોંગ્રેસને રાજીનામું મોકલી આપ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીએ અલ્પેશ ઠાકોરને બિહારના સહપ્રભારી પદેથી હટાવ્યો હતો તેમજ બનાસકાંઠાના દિયોદરમાં અપક્ષ ઉમેદવારના સમર્થનમાં પક્ષ વિરોધી કાર્ય કરતાં અલ્પેશને કોંગ્રેસ તેની સામે પગલાં લેવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ જૂઓ: વલસાડમાં પોલીસની દાદાગીરી સામે આવી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા કોંગ્રેસ એક્શન મોડમાં, લેખિતમાં કરી અરજી appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/congress-has-filed-an-appeal-in-the-written-order-to-cancel-the-post-of-mla-alpesh-thakore/
via Best Gujarati News
0 Comments